Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન ભારતવર્ષના લહિયાઓ વગેરે [એમની લેખન-પ્રવૃત્તિઓ, ઈ.સ. ૧૩૦૦ સુધી) છે. ચંદ્રકાંત હ. ભટ્ટ કોઈ પણ સંસ્કૃતિની મહત્તા એની લેખન અને વાચનની પ્રવૃત્તિઓથી અંકાય છે. આ દષ્ટિએ ભારતીય સંસ્કૃતિ ઉચ્ચ કક્ષાની હતી. એણે એક તરૂં ધર્મ તથા તત્ત્વજ્ઞાન વિકસાવ્યાં અને બીજી તરફ એણે ગણિત વિજ્ઞાન તથા ટેકને લેબિન ક્ષેત્રમાં પણ સુંદર પ્રદાન કર્યું. આ સિદ્ધિઓ પ્રાચીન ભારતવર્ષમાં થઈ ગયેલા લેખક અને વિચારકે વગર શક્ય ન બનત. પ્રાચીન ભારતવર્ષમાં માત્ર મૌખિક પરંપરા (Oral Tradition) ન હતી, જ્ઞાનને ગ્રંથસ્થ પણ કરવામાં આવતું અને ગ્રંથ દ્વારા જ્ઞાનનું પ્રસારણ થતું. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સાધન તરીકે હસ્તપ્રતનું મૂલ્ય ઘણું છે, કારણ કે ગ્રંથે જ્ઞાનવિજ્ઞાનનું માધ્યમ છે અને એ આવા પ્રાચીન સમયમાં હસ્તલિખિત સ્વરૂપમાં હતા, આથી હસ્તલિખિત jથે સુવાચ્ય બને એ આશયને લીધે પ્રાચીન સમયમાં ગ્રંથ લખવા અને એની પ્રતિલિપિઓ તૈયાર કરવા માટે એક વર્ગ અસ્તિત્વમાં આવ્યું હતું તે લેખ લહિયા” કાયસ્થ વગેરે નામોથી પરિચિત થ. લેખક અર્થાત લિપિકાર લહિ ગ્રંથરચનાપ્રક્રિયામાં સૌથી પ્રધાન પક્ષે છે. લેખક શબ્દ લેખક્રિયાના કતાંને માટે પ્રાચીનમાં પ્રાચીન શબ્દ છે. આના ઉલ્લેખ રામાયણ મહાભારત જેવાં મહાકાવ્યમાં પણ આવ્યા છે. પ્રાચીન સમયમાં લેખક હોવું એ વ્યવસાય પણ હતો અને લેખનકળાની પ્રતિષ્ઠા પણ ઘણી હતી. વિનયપિટકમાં લેખનકળાની પ્રતિષ્ઠા બતાવાઈ છે, જાતકોમાં પણ આના ઉલ્લેખ થયેલા મળે છે. લેખકના ગુણ કેવા હોવા જોઈએ એના ઉલેખ મત્સ્યપુરાણ અને ગરુડપુરાણમાં મળે છે. શાંગ ધરપદ્ધતિ અને પત્રકમદીમાં જયલેખકના ગુણોની લાંબી સૂચિ આપવામાં આવી છે. આના અનુસાર એ સર્વ બાબતમાં નિપુણ હોવો જોઈએ એમ બતાવ્યું છે. મોર્યોના સમયમાં લેખક પ્રશાસકીય તંત્રના એક સદસ્ય તરીકે રહ્યો છે. સાતમી સદીના એક અપ્રગટ અભિલેખમાં લેખક વિશેને ઉલેખ જાણવા મળે છે કે એ રાજાના પિતાના સચિવોમાંને એક હતું, જેનાં અધિકાર અને કર્તવય વધી ગયેલાં હતાં લહિયા: પ્રાચીન ભારતવર્ષમાં લિપિ અંગેનું સર્વકાર્ય બ્રાહ્મણ અધ્યાપકોને હસ્તક હતું, પણ આ કાર્ય લખવું અને ભણવું એ બેમાં જ સીમિત થઈ જતું હતું, પરંતુ આ વર્ગ ઉપરાંત બીજે એક ધંધાદારી વર્ગ પણ હતો અને એનું આજીવિકાનું સાધન પણ લખાણ લખવા સિવાય બીજું હતું નહિ; એ લેખક તરીકે ઓળખાવા લાગે. વિરાટકા મહાકાવ્ય અને બૌદ્ધ સાહિત્ય ભિખુનીવરાચિય”માં આ પ્રકારનું કામ કરનારનું પ્રાચીન નામ લેખક' હતું. “ટિલ્ય અર્થશાસ્ત્રમાં પણ આ નામને ઉલેખ આવે છે. આ નામનો ઉલ્લેખ અભિલેખમાં પણ થયેલું છે, પણ ખૂલરે આ નામ માટે અર્થ હસ્તલિખિત ગ્રંથને પ્રતિલિપિક અથવા લિપિકાર “કલાર્ક” કર્યો છે જોકે એ ચોક્કસ નથી.૮ અભિલેખમાં લેખક વિશે જે ઉલ્લેખ આવે છે તેમાં લેખ કે જે વ્યક્તિ દ્વારા તૈયાર કરીને એને તાદ્રપદ કે પથથર પર કોતરવામાં આવતા તેનું સૂચન કરે છે. ખરી રીતે લેખ પથિક-રીપોત્સવ ૧૯૮૯ -નવે. ૫૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85