Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ નાદ શ્રી. ચિન્મય પડેલ શરણાઈઓ ગૂંજી ઊઠી. ઢોલ ઢબૂકયા. સેાળ રાણુગાર સજીને આવેલી ગામની સન્નારીએના કડીમાંથી સૂરાની સરવાણીએના ઝરા ફૂટવા. જાણેકે આશ્રમ જરીની મહેકથી એક સાથે કૉકિલા ટહુકી ઊઠી. ર'ગમેરંગી વસ્ત્રો સજીને મહાલવા નીકળેલી ગીતધેલીના રાગમાં મધુરપ વ્યાપી ગઈ. આજે એમની વહાલસેાઈ સખી અજલિનાં લગ્ન હતાં. ગીતાની રમઝદ્ર ન લગાવે તેા સખીઓ શાની ? જમવામાં આધુ પાછુ હોય તે ચાલે, પણ લગ્નગીતામાં કંઈક ઊણપ રહી જાય એ ન ચાલે. ઉત્સાહભર્યાં અનેરા આનંદમાં નાચતી-કૂદતી આ સખીઓને નિહાળીને તે ઘડીભર એવુ લાગતુ હતુ, જાણેકે એમના પોતાનાં લગ્ન ન થઈ રહ્યાં હૈાય ! આધવજીને 'જલ એકની એક દીકરી હતી. ચાળીસ વર્ષની વયે પહોંચવા છતાં આધવજીનુ આંગણું સનુ જ હતું. કહેવાય છે કે ઈશ્વરના દરબારમાં દેર છે, પણ અંધેર નથી. ઓધવજી સ્વામી દયાનંદ સરસ્વતીનાં લખાણેાના પરિચયમાં આવ્યા અને એમના જીવનમાં નવા દીપક પ્રગટયો. ગાયત્રો—મંત્રના સતત જપ એમણે અને શારદાબહેને આર`ભ્યા. પિરતાળીસ વર્ષની વયે પહોંચતાં પહોંચતાં તા એમની પત્ની શારદાબહેને અર્જુને જન્મ આપ્યા. પતિ-પત્ની બંને પરોપજીવી હતાં. ગામનાં સૌ કોઈ એમના પ્રત્યે મમતા રાખતાં. અંજલ પણ આખા ગામની દીકરી હોય એમ ઘરેઘર એના સુખે સુખી અને એના દુઃખે દુ:ખી થતું. અ ંજલ ગામની પ્રત્યેક વ્યક્તિના પ્રાણ બની ગઈ હતી એટલે ગામનાં સ્ત્રી-પુરુષા પાતાની દીકરીનાં લગ્ન થતાં હાય એમ મહાલતાં હતાં. સખીએ અંજલિને હાંરો હાંશે શણગારી રહી હતી. ગામના સજ્જનાએ સારી એવી રકમ એકત્રિત કરીને અંજિલ માટે તાલા સેનાનાં ઘરેણું અને કેટલાંક સુંદર વસ્ત્ર આપ્યાં હતાં. અંજલિના શરીર ઉપર દાગીના અને વો સખીઓએ ચડાવ્યાં એના પ્રેમના ભારથી એ ખાઈ ગઈ, એની આંખા ઘઉંનાં માંસુથી છલકાઈ ઊઠી. વડીલેાનું વાત્સય અને સખીના પ્રેમથી એ ધન્ય બની ગઈ. લગ્ન-મૂહુ` મ`ડાયું. આસોપાલવનાં તારણે માંડવા સેહી રહ્યો હતા. ફૂલોની ફારમ પ્રસરી રહી હતી. ગોર મહારાજના હોકારા થયો એટલે વરકન્યા આવ્યાં અને બાજ ઉપર ગોઠવાયાં. ચારે ખાજુ આનંદના સાગર લહેરાઈ ઊઠયો. એટલામાં એક માણુસ વરરાજાના પિતા હનુમાનભાઈને માંડવેથી દૂર લઈ ગયે!. એણે ગુસપુસ કરી. ગાર મહારાજ વર-કન્યાના હાથ પકડીને હસ્તમેળાપ કરાવવા માટે એકખાનના ઉપર ગાઠવવા જાય છે ત્યાં કૂવાંફૂવાં થયેલા હનુમાનભાઇ આબ્યા અને ખરાડી ઊંઠથા : ઊભા રહ્યા, ગાર મહારાજ !' અને પેાતાના પુત્રના હાથ એમણે પકડીને પાછા ખેંચી લીધા અને કહ્યું': *મહારાજ ! આ કન્યા સાથે મારા દીકરાનાં લગ્ન નહુ થાય.' આ શબ્દો સાંભળતાં જ માંચામાં સાંપે પડી ગયા. ગીતા ભી ગયાં. એએ આગળ ખાયા : ચાલા, આવછ1 માં મારે તમારી સાથે વાત કરવી છે. અને હનુમાનભાઈ એધવજીની સાથે ઘરના ઓરડામાં ગયા. જાનૈયાઓ અને ગ્રામજનાને કઈ સમજાયું નહિ અને વરરાજા પાતે પણ ગુચવાઈ જઇને ઊંડા વિચારમાં ડૂબી ગયા. ઘરમાં ઓધવજી કરગરી રહ્યા હતા. Xe ] ૧૯૮૯/આ ટી. નવે. [ પથિક-દીપાસવાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85