Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી સાહિત્યકારોના વિકાસમાં એમના શિક્ષકોનું પ્રદાન અભ્યાસક : . ઈશ્વર પરમાર સમસ્યા: વર્ગખંડમાં શિક્ષક દ્વારા એકસરખે અધ્યયન-અનુભવ અપાત હેવા છતાં વિદ્યાથીઓ પર એની ધારી અને એકધારી અસર થતી નથી. આમ થવાનું એક કારણ વિવિધ વિદ્યાથીએનાં અનેકવિધ રસક્ષેત્ર હોય છે તે છે. સાહિત્યક્ષેત્રે રસ રુચિ અને વલણ ધરાવતા વિદ્યાથીઓ સાહિત્ય અંગે શિક્ષક દ્વારા થતી રજૂઆત પ્રત્યે વિશેષ ધ્યાન આપે, પ્રેરણા મેળવે અને કયારેક સર્જન પણ કરે એ સહજ છે. આવા વિદ્યાર્થીઓને સાહિત્યપ્રેમી શિક્ષકનાં મમતા મદદ અને માર્ગદર્શન મળે તે એની સર્જનાત્મકતા સક્રિય બને એવી ઘણું સંભાવના છે. - સ્વ. શ્રી ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત ગ્રંથ “સર્જકની આંતરકથામાં શીર્ષસ્થ સજે કોની સર્જનપ્રક્રિયાના આરંભ અને વિકાસ અંગેનાં આત્મકથાનક રજૂ થયેલાં છે તેમાં સર્જકના વિકાસમાં શિક્ષકના મહત્ત્વપૂર્ણ પ્રદાનને સંક્ત મળી રહે છે. આ લખાણે સર્જકે એ શિક્ષકને જ લક્ષમાં રાખીને લખેલાં ન હોવાથી અને એમાં મર્યાદિત સર્જકે સમાવિષ્ટ થયેલા હોવાથી સાહિત્યકારના વિકાસમાં શિક્ષકના પ્રદાનની સંભાવનાને વધુ વિશાળ અને વાસ્તવિક ફલક પર જાણવા-ચકાસવાની અભ્યાસકને જરૂરિયાત જણાઈ, આથી ગુજરાતી સાહિત્યકારોના વિકાસમાં એમના શિક્ષકોના પ્રદાનની સંભાવના જાણવા માટે પ્રસ્તુત અભ્યાસ હાથ ધરવામાં આવ્યું. અભ્યાસના પ્રશ્નઃ ગમે તે સ્તરે શીખવતા શિક્ષક નિદર્શનમાં સમાવિષ્ટ સાહિત્યકારને એની આરંભકક્ષાએ સહાયભૂત થયા હતા કે કેમ એ જાણવાને આ સંશોધનને મુખ્ય હેતુ હતો, આથી આ અભ્યાસ નીચેના પાંચ પ્રશ્નોના ઉત્તર મેળવવા હાથ ધરાયું હતું : ૧. સાહિત્યકારના ઘડતરમાં એમના શિક્ષકોને ફાળો હતે ખરો? ૨. સાહિત્યકારના ઘડતરમાં કઈ કક્ષાના શિક્ષકનો ફાળે સવિશેષ હતું? ૩. શિક્ષકના ઇક્તિગત સંપર્કથી સાહિત્યકારની સાહિત્યિક રૂચિનું ઘડતર વિશેષ થવા પામ્યું હતું ? ૪. શિક્ષકને કયે વડાર સાહિત્યકારની સર્જનાત્મકતા માટે પ્રેરક રહ્યો હતો ? ૫. શિક્ષકના અધ્યાપનની કઈ વિશેષતા સાહિત્યકાર ઘડતર માટે જવાબદાર હતી ? ' સંશાધનયોજનાઃ નમૂને ગુજરાતી ભાષામાં વિવિધ સાહિત્યસ્વરૂપમાં રચનાઓ કરતા અને પ્રગટ કરતા સાહિત્યકારોનું વ્યાપવિશ્વ વિશાળ હોવાથી અભ્યાસકે લગભગ બસે જેટલા મહત્વના સાહિત્યકારોની પ્રાથમિક પસંદગી પાછળ સાહિત્યકારના સરનામાની સુલભતા અને સાહિત્યકારની મહત્તા એ બે માપદંડ હતા, તેથી પ્રાથમિક રીતે પસંદ થયેલ નમૂન હાથવગે કે આ કસ્મિક (incidental) અને હેતુલક્ષી હ. રમૃતિપત્રો પછી બસે સાહિત્યકારોએ પ્રતિભાવ આપ્યા, તેથી આ બીજા તબકે નમૂને સ્વૈચ્છિક રીતે પ્રતિભાવ આપનારા સાહિત્યકારોને બનેલું હતું. પ્રતિભાવ આપનારા સાહિત્યકારોમાંથી જેમના પ્રતિભાવ પ્રસ્તુત અભ્યાસના પ્રશ્નોના ઉત્તર મેળવવાના સંદર્ભમાં વિશ્લેષ્ય હતા તેવા પચાસ સાહિત્યકારને અંતિમ તબક્કાના નમૂનારૂપે પસંદ કરવામાં આવ્યા. આમ, પ્રસ્તુત અભ્યાસમાં નમૂના પસંદગીમાં બહુસ્તરીયતા આકસ્મિકતા અને હેતુલક્ષિતાની મર્યાદાઓને કારણે નમૂનાની વ્યાપવિશ્વપરીક પ્રતિનિધિતા સીમિત બની હતી. પથિક-દીપેસવાંક] ૧૯૮૯ ઓકટો.-નવે. [ પ૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85