Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાનપ તથા સામયિકોમાં આકઈઝ અંગેના લેખ પ્રસિદ્ધ કરી શકાય, વાયુવાર્તાલાપ આપી શકાય તથા શાળા કોલેજોમાં આ અંગે વ્યાખ્યાને પણ આપી શકાય. ઓડિયો વિઝયુઅલ એઈઝ ટેપ માઈક્રોફિકસ વગેરે દ્વારા આજે શિક્ષણ આપી શકાય છે. ખાસ કરીને ભારતના સમકાલીન ઈતિહાસને નિરૂપવા માટે તે એ અગત્યનું સાધન છે; જે કે ભારત જેવા ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા દેશમાં ઈતિહાસ-સંશોધકો માટે સાધન ખૂબ ખર્ચાળ બને છે. સામાન્ય સ્થિતિવાળા સંશોધકને દૂર દૂરનાં સ્થળોએ આવેલા દફતરભંડારોની મુલાકાત લેવાનું રાજ્યના અભાવે રાકય બનતું નથી ત્યારે દફતરભંડારને લીધે સંશોધકની રખડપટ્ટી ઓછી થાય છે અને દફતરભંડારમાં રહેલાં આધુનિક ઉપકરણો દ્વારા સંશોધકો પિતાના મેજ ઉપર એનો ઉગ કરી શકે છે. “આકઈઝ વીક દરમ્યાન દફતરભંડાર ખાતાની મુખ્ય કચેરીમાં તથા એના તાબા હસ્તકની કચેરીઓમાં પ્રદર્શન પણ જાય છે. પ્રદર્શન એ દફતરભંડારની સાથે અનિવાર્ય પણે સંકળાયેલી બાબત છે. જ્ઞાનના વિતરણ અને વિસ્તરણને પાયાને હેતુ સાકાર કરવા માટે એ મહાને એકમ છે. વિદ્યા થી ઓ અને જાહેર પ્રજા એને લાભ લઈ શકે તથા દફતરની અગત્ય સમજી શકે એ હેતુથી એક સપ્તાહ માટે ખુલ્લું મુકવામાં (એપન હાઉસ) આવે છે. પ્રાથમિક શાળાના વિદ્યાથીઓને વિવિધ ચિ, નકશા, દેશનેતાઓના ફોટા, આગમ, ટપાલટિકિટ વગેરે દ્વારા પણ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. કૉલેજ-લ્લા સુધીના વિદ્યાર્થીઓને દફતરામાં શું શું આવે, દફતરની સહાયક સામગ્રી કઈ કઈ, વિવિધ સત્યાગ્રહનું દફતર કઈ કઈ રીતે સંશોધકોને ઉપયોગી થઈ પડે, ખાનગી દફતરોની માહિતી કઈ રીતે એકત્રિત કરવી વગેરેની જાણકારી પૂરી પાડવી. રાજકીય સરહદમાં સમયાંતરે કેવા ફેરફાર થાય છે એ પણ માહિતી મળી શકે, જ્યારે કૅલેજ-કલા કરતાં ઉપરના વિદ્યાથીઓ સમક્ષ દફતરોમાં નિયમિત વિવિધ લિપિ–ભાવાઓનું જ્ઞાન, એ સમયની શૈલી, પર્યાય–શબ્દ અને એના અર્થ, વિવિધ સંવત, ઐતિહાસિક તથા ભૌગોલિક જ્ઞાનની માહિતી શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે. દસ્તાવેજો ઉકેલવાની સ્પર્ધાઓ પણ રાખવી જોઈએ, રેફરન્સ મીડિયા, ડિસિક્રપ્ટવ લિસ્ટ, ઈન્ડેકસ ઇવેટરી, કેટલોગ ગાઈડ વગેરે બનાવવામાં આવે છે, જેના પરિણામે સંશોધકને એના વિષય માટે જરૂરી માહિતી તાત્કાલિક મળી શકે અને સમયમાં બચત થાય. વિવિધ વિષયોને લગતા ડિપ્લે પણ રજૂ કરવા જોઈએ. શૈક્ષણિક પ્રોજેકટમાં બાળકને એકલા કે નાના રૂપમાં કામ કરવાની છૂટ આપવી જોઈએ અને આપણે એક રીતે કહી શકીએ કે એઓ જરૂર આમાં સફળતા હાંસલ કરશે, વર્તમાન જીવનમાં શિક્ષણમાં દફતરનું મહત્વ દિનપ્રતિદિન વધતું જ રહ્યું છે. કોઈ પ્રદેશવિશેષની કે કોઈ વિદ્યાવિશેષની લાક્ષણિકતાઓને સચોટ રીતે અને સરસ રીતે ખ્યાલ મેળવ હોય તે દફતરભંડાર જ ઉત્તમ સ્થાને છે. કોઈ પ્રજાની વિવિધ કામોની સિદ્ધિ મર્યાદાઓનું દર્શન પણ ત્યાં થઈ શકે છે. દફતર મંડળ “સર્વજ્ઞાન પૂરું પાડતાં સ્થાન જેવા થર્ષ ગયા છે. એનો અગત્યનો આશય જિજ્ઞાસાવૃત્તિ ઉરોજિત કરવા અને સંતોષવા તેમજ અવનતિ ખીલવવાને છે. એક ઈઝ એવી સંસ્થાઓ છે કે જે સાંસ્કૃતિક વિચારસરણી ધરાવે છે. દફતર પોતે મૂશું છે, પણ ઇતિહાસવિદ એને બેસતું કરી દે છે, અથાત અનાત વિગતેનું વિજ્ઞાથી ઓ તથા પ્રજા સમક્ષ રજૂ કરવાનું કામ ઈતિહાસ-સંશોધકે કરે છે. આમ દફતર ખૂબ મહત્વનું પુરાવારૂપ બને છે. દફતર વિશાળ તાનના સમૂહનું એક સંકુલ છે એ દષ્ટિએ શિક્ષણના માધ્યમ તરીકે દફતરનું મહત્વ ખુબ જ રહેલું છે. ૧૯૮૯ -નવે. પથિક-દીપોત્સવાંક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85