Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુલેહ શ્રી. જયંતકુમાર મા. વ્યાસ ગોપાલદાસ બંગલાના કમ્પાઉન્ડમાં આંટા મારી રહ્યા હતા. એમના ભાઈ નાનુભાઈ તથા બહેન કંકુબહેન અને એમના વચ્ચે મનમેળ નહે. વરસ વીતી ગયાં હતાં છતાં એમનાં કુટુંબ જુદાં ને જુદાં હતાં અને સારે માટે પ્રસંગે પણ ભેગાં થતાં નહોતાં. બાપ મૃત્યુ પામ્યા ત્યાર બાદ ગોપાલદાસે બધી જમીન રાખી લીધી હતી, નાનુભાઈએ શહેરનું મોટું મકાન અને દુકાન રાખી લીધાં હતાં, જયારે કંકુબહેન એમના પિતાના ભાગ માટે કેટે ચડ્યાં હતાં. પાલદાસનાં પત્ની સુરજબા ઘણાં સમજુ અને ધાર્મિક વૃત્તિનાં હતાં. એમને કુટુંબમાં કલેશ થયો હતો એ જરા પણ ગમતી વાત નહતી. એઓ ગોપાલદાસને જ સમજાવતાં : “હવે તે તમે બંને ભાઈ પૈસેટકે ઘણા જ સુખી છે. હવે તે આ કુસંપ કાઢો અને હળીમળીને રહે. આપણે બધાં સાથે લઈ શું જવાનાં છીએ ? આ છેલ્લું વાકય ગોપાલદાસના મગજમાં ઊતરી ગયું. એમને પણ સૂરજબાની વાત સાચી અને અર્થવાળી લાગી : “પસાના લેભમાં મને આ વાત આટલા દિવસ ન સમજાઈ એ બહુ ખોટું થયું. ચાલે, જાગ્યા ત્યાંથી સવાર.” એમ વિચારી એમના કુટુંબના ગેર ગણપતભાઈને બેલાગ્યા અને એમને સુલેહનું કામ સોંપ્યું. ગોપાલદાસ આંટાફેરા મારી રહ્યા હતા ત્યાં જ ગાડીને અવાજ આવ્યો અને એમાંથી નાનુભાઈ અને ગણપતભાઈ ઊતર્યા. થોડી જ વારમાં રિકા આવી એમાંથી કંકુબહેન ઊતર્યા. : “ગોપાલભાઈ ! જુઓ, આ તમારા કહ્યા પ્રમાણે બધાંને બેલાવી લાવ્યો છું. હવે હું જાઉં.” કહી ગણપતભાઈએ વિદાય લીધી. એવામાં સુરજબા પણ બહાર આવી પહેચમાં. એઓ જલદી જલદી દરવાજા આગળ ગયાં અને કંકુબહેનને હાથ ઝાલી એમને ઘરમાં લઈ ગયાં. ગોપાલદાસે પણ નાનુભાઈના ખભે હાથ મૂકયો અને બંને જણ સાથે જ ઘરમાં પ્રવેશ્યાં. ' ઘણા વખતથી નાનુભાઈ અને કંકુબહેનનાં હૃદયમાં થતું તે હતું જ કે “અમારા કુટુંબમાં જલદી મનમેળ થઈ જાય તે સારું. કુસંપથી કોઈને લાભ થતો નથી, ઊલટું, લેકે વાત કરતાં હોય છે એ જુદુ” એટલે જે ગે પાલદાસને સંદેશ લઈને ગણપતભાઈ આવ્યા કે તરત જ આનાકાની વગર નાનુભાઈ અને બહેન ગોપાલદાસને ત્યાં જવા તૈયાર થઈ ગયાં હતાં. * * “હા”! કરીને ગોપાલદાસ નાનુભાઈની જોડે જ બેઠા. સૂરજબાએ કંકુબહેનને પોતાની જોડે બેસાડ્યાં. ગોપાલદાસને પુત્ર કેતન અમેરિકાથી થોડા દિવસ પર જ આ હતું. ત્યાંથી એ શેકટરની મેટી ડિગ્રી લઈને આવ્યો હતો. એ અહીં પરણવા આવ્યો હતો અને સારી છોકરીની શોધમાં હતો. સૂરજબા ઊઠયાં, ઘરમાં જઈ ગિળ લઈ આવ્યા અને દરેકનું મેં મીઠું કરાવ્યું. ઘણાં વરસે બધાં ભેગાં થયેલા ! દરેકની આંખમાં હર્ષનાં આંસુ હતાં, નિંદા કરી હતી એનાં આંસુ હતાં અને ખાસ તે દરેક જણે પિતાની જીદને કારણે એક થવામાં આટલાં બધાં વર્ષોને અકારણ વિલંબ કર્યો હતે એ પશ્ચાત્તાપનાં આંસુ હતાં. કેતન જઈને પાછું લઈ આવે અને બધાને આપ્યું. બધાં શાંતિથી છેડે વખત બેઠાં એટલે ગોપાલદાસે વાત છેડી “જુઓ, નાનુભાઈ અને કંકુબહેને! આપણે પ્રભુકૃપાથી ઘણાં વર્ષે પાછાં ભેગાં થયાં એ ઘણું આનંદની વાત છે. આપણા સંસ્કાર જાગી જયા એ આપણું ઉજળું ભાવિ બતાવે છે. આ ભેગાં થવાં એને બધે જશ તમારે તમારી ભાભીને પથિક-દીપત્સવાંક] ૧૯૮૯ ઓકટે.-નવે. [ ૩૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85