________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
અપરિગ્રહથી તૃષ્ણા ઓછી થાય.
ઘણું ભેગું કર્યું હોય તે મરતી વખતે તેને ભાર ઊંચકા નથી.
જીવનમાં સૌથી વધારેમાં વધારે ભાર પરિગ્રહનો છે. અને સૌથી ખરાબ ગ્રહ તે પરિગ્રહ છે. ગ્રહની શાંતિ દાનથી જ થાય છે, અને પરિગ્રહમાંથી છૂટી શકાય છે.
જરૂરિયાત જેટલું રાખવાનો નિયમ રાખ. જરૂરિ યાત જેટલું જીવનમાં મળી રહે છે. વધારે ભેગું કરવામાં વધારે દુઃખ છે. મુસાફરી દરિયાની હોય ત્યારે નકાને હળવી રાખવી પડે છે, નહિતર ભારથી નૌકા ડૂબી જાય છે, તેમ ભવસાગરમાં ભમતા જીવને પરિગ્રહને ભાર ઓછો કરવો પડશે–નહિતર ભવાંતર ચાલુ રહેશે.
પરિગ્રહ તે શરીરમાં રહેલ મળ સમાન છે. તે મળ આપણી તબિયત બગાડે છે, તેમ પરિગ્રહ આપણે ભવ બગાડે છે.
જ્ઞાનીને વંદક ને નિંદક બન્ને સરખા લાગે છે , છે અને તે બંનેની વચ્ચે પિતાના ધ્યેય તરફ આગળ $ વધ્યા જ કરે છે.
For Private And Personal Use Only