________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ ૪ મોહમદિરા
મલિન સંકલ્પવિકલ્પ રૂપ મદિરાના પાત્ર વડે મોહમદિરાનું યથેચ્છ પાન કરી મત્ત બનેલા જીવો વિવિધ પ્રકારની કુચેષ્ટાઓ કરીને ચાર ગતિમાં ભટક્યા કરે છે, પરંતુ નકામા મલિન સંકલ્પ વિકલ્પ તજી, રાગ-દ્વેષ દૂર કરી, તેને મોહવશ નહિ બનતાં જેઓ વિવેક રોગથી સંયમિત રહે છે, તેઓ ચારિત્ર વડે અન્યજનોને પણ અનુકરણ કરવા યોગ્ય બની અંતે અક્ષય અને અવિનાશી મોક્ષપદને પામે છે.
દારૂ, દારૂડિગે, દારૂની પ્યાલી અને દારૂનું પીડુંએ ચાર છે, તેમ સંસાર પીડા જે છે, મેહ રૂપી દારૂ વિકલ્પ-વિચારરૂપી પ્યાલીમાં ભરીને આપણે પીધા જ કરીએ છીએ. “મારું સારું, તારું ખરાબ” આ ભ્રમણાથી જ આપણે સંસારમાં ભમ્યા કરીએ છીએ. દારૂ પીધા પછી માણસ ચેષ્ટાઓ કરે છે તેમ ભવરૂપી નાટકમાં પ્રપંચ તે કર્યા જ કરે છે. હસતાં હસતાં બાંધેલાં કમે રડતાં રડતાં પણ છૂટતાં નથી. મેહરૂપી દારૂ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે.
૬૮
For Private And Personal Use Only