________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ પ્રવૃત્તિ નિયમિત, શાંતિપૂર્વક, સતત કરેલ કિયા પરિવર્તન લાવી શકે છે. જેમ વલેણું કરનાર તારવી તારવીને માખણ ભેગું કરે છે, તેમ આપણું જીવન–અનુભવમાંથી સારૂં સારૂં તારવીને ઘડપણમાં નવનીતને (માખણને) ભેગું કરવાનું છે. તે માટે ભાષાને મધુર બનાવવાની છે, લોકોને રાજી કરવા માટે નહીં, પણ તેમને શાંતિ આપવા માટે જ વિચારો સમજણ ભરેલા હોવા જોઈએ. વર્તન પણ બીજાને મદદગાર બને તેવું જોઈએ. પ્રવૃત્તિ પછી વિચારવાનું ખૂબ જ જરુરનું છે.
૧૫ કિંમત પાંચ ઇન્દ્રિયોમાં આંખ કિંમતી છે. લાખોના હીરાની ઓળખ કરનાર આંખની કિંમત ખૂબ જ છે. હીરાથી મૂલ્યવાન આંખ છે. આંખથી મૂલ્યવાન અકકલ છે, કારણકે પાગલની પાસે આંખ છે, પરંતુ અકકલ બુદ્ધિ નથી. આંખ તથા બુદ્ધિ કરતાં વધુ કિંમતી આપણો આત્મા છે, મડદાની કાંઈ જ કિંમત નથી. પાંચે ઈન્દ્રિયો વડે પ્રભુને ભજવાના છે, તેમની અપૂર્વ, અનન્ય ભક્તિ કરવાની છે.
૧૬૦
For Private And Personal Use Only