________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫ ૪ મમત્વ ત્યાગ
મોહ રાજાએ આપણને મમત્વના પાટા પર ચઢાવી દીધા છે જેથી હું અને મારું માં આપણે અનંતા ભવે ગૂમાવી દીધા છે. મોહથી આપણે સંસારના ખોટા ભાર વધારી દીધા છે, જેથી આઠ દિવસ પહેલાની વાત આપણે ભૂલી જઈએ છીએ. પરંતુ આપણામાં સંયમ વધતા જશે, તેમ તેમ આપણી સ્મૃતિ વધતી જશે. ભવચકમાં દોડતાં દોડતાં આપણી શક્તિઓ હણાઈ જાય છે. આ શક્તિ આપણે ભેગી કરીને તેનો સદુપયોગ કરવાને છે. માણસ ધારે તો અશક્ય કામને શક્ય બનાવી શકે છે. માટે જ નયસારે અશક્ય તિર્થંકર પદને વિકાસ કરતાં કરતાં શક્ય બનાવ્યું. મનને પવિત્ર બનાવ્યા પછી જ ધ્યાનમાં એકાગ્રતા આવી શકે છે.
સૌ સાધન બંધન થયા પછી સાધ્ય સરકી જાય, જ્ઞાનદશા જેમ જેમ આવતી જાય, તેમ તેમ આત્મા કર્મથી છૂટતો જાય.
૧૦૨
For Private And Personal Use Only