________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
૪ વ્રતપાલન
વ્રત લે અને પછી અમલમાં ન મૂકો, તે તેની કાંઈ કિંમત નથી. તો લેવામાં તગડા છીએ, અને પાળવામાં નબળા છીએ. એક વ્રત બરાબર પાળશે, તે બીજાં ઘણાં તો તેની પાછળ ખેંચાઈને આવશે.
એક રે જૂઠું ન બોલવાનું વ્રત લીધું. ચોરી કરવા જતાં સિપાઈએ પૂછયું તે તેણે તેને સાચું કહ્યું. તેણે ચોરી કરી ને તે પકડાય તો રાજાને તેણે બધું સત્ય કહ્યું. રાજાએ પૂછ્યું: “તું ચેર છે, તો ચોર તરીકે તું કેમ તારી જાતને ઓળખાવે છે?” ચોરે જવાબ આપે :
ચોરી કરવી એ મારે ધંધો છે અને જૂઠું ન બોલવાની બાધા છે.” આ એક સાચા બોલવાનું વ્રત પાળવાથી રાજા તેને સેનાપતિ પદે મૂકે છે. એક વ્રતનું પણ સાંગોપાંગ પાલન થાય તે જીવન ઉજજવળ બની જાય.
વ્રત લે, પણ ભાવના ન હોય તે વ્રત નકામું બની જાય છે. દિવાસળી સળગાવતાં આડે દિવાલ ન હોય તો પવનથી દિવાસળી ઓલવાઈ જાય છે. દિવાની આસપાસ ચીમની રાખવી પડે છે. ભાવના એ વ્રતોને ચીમની છે.
૯૯
For Private And Personal Use Only