________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ ૪ ત્યાગ
કદાર
S
ત્યાગમાં જેમ જેમ જ્ઞાનને રંગ પૂરાવા માંડે, તેમ તેમ ત્યાગને રંગ વધારે પાક બનતો જાય છે. ત્યાગ અને સાદાઈ એ આપણે આનંદ છે. અને દરેક વસ્તુ સમજીને કરવાથી આનંદ પ્રાપ્ત થાય છે. “હું એક છું” આ શબ્દો મમત્વને દૂર કરવા માટે છે, દીનતા લાવવા માટે નથી, મોહને દૂર કરવા માટે છે.
જેની પાસે કાંઈ નથી, તેની (સાધુની) પાસે સર્વસ્વ છે. જેની પાસે બધું જ છે, તેની (સંસારીની) પાસે કંઈ નથી, એક આત્મિકવાદ છે, બીજે ભૌતિકવાદ છે. અહીંથી જઈશું ત્યારે આત્મકમાણી જ સાથે આવવાની છે, ભૌતિક વસ્તુઓ બધી જ અહીં મૂકીને જવાનું છે. માટે જે સાથે આવવાની હોય તેવી કમાણી અત્યારે કરી લેવાની છે. તેથી સાધુ ક્ષણેક્ષણ જ્ઞાનની સાધના જ કરે છે.
For Private And Personal Use Only