________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ આત્મા અને કર્મ
આત્મા અને કર્મ તે દૂધ અને પાણી માફક મળી ગયાં છે તેથી તેને રંગ બદલાઈ જાય છે કર્મથી આત્માને રંગ બદલાઈ ગયે છે, તે જડ બની ગયો છે. આત્મા પારદર્શક છે, પણ જડના પ્રેમથી પોતાને સ્વભાવ ભૂલી ગયો છે તે આત્માનો ઉદ્ધાર કરવાનો છે, તેને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરવાની છે. તેથી આત્માને ઓળખો. સાધનાની પ્રક્રિયાથી આત્માની ઉન્નતિ થશે. જેમ લાલચોળ તપેલા લોખંડના ગેળાના અણુએ અણુમાં ગરમી પ્રસરેલી હોય તેમ આત્માના અણુએ અણુમાં કર્મ વળગી રહેલાં છે. તે માટે તપશ્ચર્યા અને જ્ઞાનયોગની જરૂર છે.
કેઈકવાર આત્મામાં એકાગ્રતા ને રસ જામી જાય તો તે પરમાત્મા જેવો બની જાય છે, તેથી જ અંતમૂહુર્તમાં જ્ઞાનીઓએ કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે.
For Private And Personal Use Only