________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ ધ્યેયહીન યાત્રા
જાત્રાથે સંઘ ચાલ્ય, ત્યારે શાંતિપ્રિય ભાઈએ કહ્યું : “મારાથી આ સંઘમાં કારણવશાત્ આવી શકાશે નહીં, તે મારી આ તુંબડી લઈનેય દરેક તીર્થ સ્થળે તેને સ્નાન કરાવજે ને પવિત્ર કરજે.” બધા જાત્રા કરી પાછા ફર્યા, ત્યારે પિલા ભાઈ એ તુંબડું પાછું માગ્યું અને યાત્રિકોને જમાડ્યા. જમણમાં પેલા તુંબડાનું શાક કર્યું. તુંબડી એકદમ કડવી હતી, તેનું શાક ખાઈને બધાનાં મોઢાં કડવાં થઈ ગયાં.
પેલા ભાઈએ કહ્યું : “આ તુંબડી ઘણી નદીઓમાં સ્નાન કરીને આવી, છતાં મીઠી ન થઈ”, તો આપણું અંતર પણ ઘણી જાત્રાઓ કરે છતાં અંતરને શુદ્ધ ન બનાવે તો જાત્રા કર્યાને ફાયદો શો ? ધમાલમાં જીવન પૂરું કરવાનું નથી, પણ જીવનમાં આત્માને પૂરેપૂરે વિચાર કરવાનો છે.
For Private And Personal Use Only