________________
૪o )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આ તો પર્યાયના ભેદે ત્રણ પ્રકારનો આત્મા સમજાવ્યો છે. વસ્તુએ તો આત્મા એક અખંડ પરમાત્મસ્વરૂપે જ સદાય રહેલો છે.
યોગીન્દ્રદેવ શિષ્યને કહે છે કે આ તે પ્રશ્ન કર્યો એવો પ્રશ્ન અનાદિકાળથી ધર્મ પરંપરામાં અનેક મહાપુરુષો પૂછતાં આવ્યા છે અને તીર્થકરો તેનો જવાબ આપે છે. ભવ્યોમાં મહા શ્રેષ્ઠ એવા ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામચંદ્ર, બલભદ્ર, પાંડવ આદિ મહાપુરુષોએ 28ષભદેવ, અજિતનાથ આદિ તીર્થકરોને આ જ પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ ! સર્વ દુઃખ વિભાવથી રહિત નિર્મળ આત્માનું સ્વરૂપ કેવું છે, તે આપ અમને કહો!
ભરત ચક્રવર્તી એટલે કોણ કે જે છ ખંડના ધણી છે, જેના પુણ્યનો પાર નથી એવા ભરતે પણ આ પ્રશ્ન ઋષભનાથ ભગવાનને અને મહા યોદ્ધા પાંડવોએ પણ નેમિનાથ ભગવાનને આ પ્રશ્ન કર્યો હતો અને રામચંદ્ર, દેશભૂષણ, કુલભૂષણ મુનિરાજને આ જ પૂછ્યું હતું કે જેમાંથી એક એક સમયે પરમાત્મદશા પ્રગટ થાય છતાં પરમાત્મદશાઓ કદી ખૂટે નહિ એવો તે આત્મા કેવો?
આમ કહીને મુનિરાજ ધર્મનું ત્રિકાળ અસ્તિત્વ સિદ્ધ કરતાં જાય છે. પૂર્વે ભરત આદિ સાધકો હતાં, તેના ઉત્તર દેનારા તીર્થકર, કેવળી આદિ હતાં. આ રીતે ધર્મ અને ધર્મના સાધનારનું અસ્તિત્વ ત્રિકાળ છે. અહીં ઋષભદેવથી માંડીને મહાવીર સુધીનું એટલે એક ચોવીશીનું અસ્તિત્વ સિદ્ધ કરી દીધું છે.
હજારો મુગટબંધી રાજાઓનો પણ રાજા એવો શ્રેણીક પણ ભગવાન મહાવીરને નગ્ન થઈને પૂછે છે કે આ દેહાદિથી રહિત આત્મા કેવો છે? અમારી પાસે ધન વૈભવનો પાર નથી. લાદી–લાદીએ અને પલંગે–પલંગે પણ અબજો રૂપિયાના હીરા ટાંકેલાં છે પણ એ બધાં તો આકુળતા અને દુઃખના નિમિત્તો છે તેમાં અમને શાંતિ નથી. માટે આકુળતાથી રહિત એવા આત્માનું સ્વરૂપ અમને બતાવો કે જેને પામીને અમે સુખી થઈએ.
જચક્રવર્તી જેવા મહારાજાઓ પણ પરમાત્મા પાસે પોકાર કરે છે કે જેની સેવામાં ૧૬000 તો દેવો છે, ૯૬000 જેને રાણીઓ છે, ૯૬ કરોડ પાયદળ છે તે પણ ભક્તિભાવથી નમ્રીભૂત થઈને ભગવાન પાસે આત્મસ્વરૂપ બતાવવાનો પોકાર કરે છે તો અત્યારના શેઠીયાઓની શું કિંમત ! તેણે તો જરાય અભિમાન કરીને અટકવા જેવું નથી.
પ્રશ્નકારને વિનય કેવો હોય ? કે ભક્તિના ભારથી જેનું મસ્તક નમી ગયું હોય એટલે નમ્ર નમ્ર નમ્ર...થઈને મહા વિનયથી પ્રશ્ન કરે. પૂર્વના રાજા-મહારાજાઓ પરિવાર સહિત સમોસરણમાં આવીને ગલુડિયા જેવાં એટલે ભગવાનના દાસાનુદાસ થઈને ચરણ સેવક થઈને નમ્રભાવે પ્રભુને પ્રશ્ન કરતાં હતાં અને ભગવાન તેમને જે ઉત્તર આપતાં હતાં તે જ ઉત્તર હે શિષ્ય ! હું તને આપું છું.