Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 9
________________ તાત્ત્વિક ભક્તિરસથી ભરપૂર આ સ્તવનોનું જેમ જેમ વધુને વધુ ભાવન થતું જાય છે, તેમ તેમ તેમાં છુપાયેલાં અનેક રહસ્યાર્થોનું સંવેદન સાધકને થતું જાય છે. (૧૦) દશમા સ્તવનમાં પ્રભુના ગુણોની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું સ્વરૂપ વર્ણવ્યું છે, તેમ જ પ્રભુની આજ્ઞાનું સર્વત્ર સર્વદા જે એકછત્રી સામ્રાજય છે અને પ્રભુના અદ્ભુત ઐશ્વર્યની કેવી મહત્તા છે તે બતાવી પ્રભુના જાપ અને ધ્યાનનું અંતિમ ફળ અનંત-અવ્યાબાધ સુખ છે, એમ જણાવ્યું છે. (૧૧) અગિયારમાં સ્તવનમાં શુક્લ ધ્યાનમાં હેતુરૂપ ગુણ-પર્યાયોનાં ચિંતન અને ધ્યાન કરવાની રીત બતાવતાં કહ્યું છે કે પરમાત્મગુણોનાં ગાન, સ્મરણ, ધ્યાન કરવાથી આત્મસ્વરૂપમાં તન્મયતા પ્રગટ થાય છે. (૧૨) બારમા સ્તવનમાં પૂજાના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે : તેમાં પહેલો પ્રકાર દ્રવ્યપૂજાનો છે, તેમાં અષ્ટપ્રકારી પૂજા વગેરેનો સમાવેશ થાય છે; બીજો પ્રકાર પ્રશસ્ત ભાવપૂજાનો છે, તે પ્રભુના અનંત ગુણોની સ્તુતિ-સ્તવના કરવાથી થાય છે અને ત્રીજો પ્રકાર શુદ્ધ ભાવપૂજાનો છે, તે પોતાના જ્ઞાનાદિ ગુણોને પ્રભુના ગુણોમાં લીન કરવાથી, તન્મય કરવાથી થાય છે. પરમાર્થથી જિનપૂજા એ નિજ આત્મત્વની જ પૂજા છે. જિનપૂજા વડે પોતાના આત્માના ગુણોની પ્રાપ્તિ અને પુષ્ટિ થાય છે. બારમા ગુણસ્થાનક સુધીના જીવોને સ્વ-આત્માનું ધ્યાન પરમાત્માના ગુણોના આલંબને જ થાય છે. (૧૩) તેરમા સ્તવનમાં અસ્તિભાવોની અને નાસ્તિ ભાવની અનંતતા બતાવીને સ્તવનકાર શ્રી દેવચંદ્રજી મહારાજે પ્રભુના નિર્મળ સ્વભાવનું ધ્યાન કરનાર પોતાના તેવા શુદ્ધ સ્વભાવને અવશ્ય પ્રાપ્ત કરે છે એમ જણાવ્યું છે. (૧૪) ચૌદમા સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજે ‘જિન પડિમા જિન સારીખી’ આ શાસ-વચનની સિદ્ધિ, તેની પરમ ઉપકારકતા બતાવવા દ્વારા કરી છે. જિનમૂર્તિને અમૃતનો મેઘ, જાંગુલીમંત્ર, રત્નત્રયીની માળા અને એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * 16 ક ક ક ક ક જj આત્મ-ધ્યાનના શ્રેષ્ઠ સાધન તરીકે ઓળખાવી છે. ખરેખર ! જિનમૂર્તિના દર્શનથી આપણું હૈયું હર્ષથી પુલકિત બને છે, અશુભ આગ્નવોનો નિરોધ થાય છે, સંવરની અભિવૃદ્ધિ થાય છે અને પૂર્વોપાર્જિત આપણાં અશુભ કર્મોની નિર્જરા થાય છે, એમ જણાવ્યું છે. (૧૫) પંદરમાં સ્તવનમાં સમાપત્તિ અથવા આત્મા અને પરમાત્માનું એકત્વ ભાવન કઇ રીતે થાય તેનું અદ્ભુત અને રહસ્ય ભરપૂર શૈલીમાં વર્ણન કર્યું છે, અને તેની સાથે સામાન્ય અને વિશેષ સ્વભાવનાં લક્ષણો પણ બતાવ્યાં છે. ધ્યાન અને સમાધિ દશાની ભૂમિકામાં સામાન્ય સ્વભાવને પ્રાધાન્ય આપવાથી શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન નિશ્ચલપણે થાય છે અને વ્યવહારની ભૂમિકામાં વિશેષ સ્વભાવને આગળ કરવાથી વિનય, સેવા-ભક્તિ, સંયમ આદિ સદ્ગુણોની નિરંતર અભિવૃદ્ધિ થાય છે. ઉચિત વ્યવહારના પાલનથી ચિત્તની નિર્મળતા અને સ્થિરતા થાય ત્યાર પછી જ શુદ્ધ નિશ્ચયનયે પરમાત્મ તુલ્ય નિજ શુદ્ધાત્મ-સ્વરૂપનું ધ્યાન થઇ શકે છે. મોક્ષાર્થી સાધકોએ સૌથી પહેલાં પોતાની સાધનાના માર્ગે વાસ્તવિક સિદ્ધિ મેળવવા માટે શુદ્ધ વ્યવહારરૂપ પ્રભુપૂજા, ભક્તિ, વ્રત, નિયમ, તપ, જપ, સંયમ આદિ સદનુષ્ઠાનોનું અહર્નિશ સેવન કરવું જોઇએ. શુદ્ધ વ્યવહારના વાસ્તવિક પરિપાલન દ્વારા ચિત્તની શુદ્ધિ થતાં ધ્યાનની વાસ્તવિક યોગ્યતા ભૂમિકા પ્રાપ્ત થાય છે, પછી જ્ઞાની ગુરુના માર્ગદર્શન મુજબ ક્રમે ક્રમે તેમાં આગળ વધી શકાય છે. નિશ્ચલ, નિર્મળ, નિર્વિકલ્પ આત્મ-સ્વરૂપનું ધ્યાન શુદ્ધ વ્યવહારના પાલનપૂર્વક ધ્યાનના સતત અભ્યાસથી સાધ્ય છે, વગેરે બાબતોનો નિર્દેશ આ સ્તવનમાં થયેલો છે. (૧૬) સોળમાં સ્તવનમાં સમવસરણ અને જિનપ્રતિમાની મહાન ઉપકારકતાનું વર્ણન છે. જિનપ્રતિમામાં કાર્યરૂપે અરિહંતપણું અને સિદ્ધપણું કયા કયા નયની અપેક્ષાએ રહેલું છે, તેમ જ જિનપ્રતિમા એ સાક્ષાતુ જિનેશ્વરની જેમ ભક્તને કયા કયા કેટલા નયે ફળદાયી બને છે, તે સમજવ્યું છે. શક, ઝોક જ દરેક જી. પરમતત્ત્વની ઉપાસના * 17 ક. .જો થક

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90