Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 67
________________ = છદ્મસ્થ જીવોએ શેષ અનર્પિત ધર્મના - વિવક્ષિત ધર્મથી બાકી રહેલા ધર્મોની સાપેક્ષપણે શ્રદ્ધા રાખવી અને સાપેક્ષપણે જ્ઞાન કરવું. જ્યારે કેવલજ્ઞાન પ્રગટે છે ત્યારે ઉભયરહિત - અર્પિત અને અનર્પિત ઉભય ધર્મરહિત બોધ થાય છે, કેમ કે કેવલજ્ઞાન સર્વ ધર્મોનું સમકાલે જ્ઞાયક છે. છતી પરિણતિ ગુણવર્તના રે, ભાસન ભોગ આનંદ । સમકાલે પ્રભુ તાહરે રે, રમ્ય રમણ ગુણવૃંદો રે ॥ કુંથુ૦ || ૭ || પરમાત્મ પ્રભુની પ્રભુતાનું તાત્ત્વિક સ્વરૂપ જેમ જેમ જિનવાણી દ્વારા સાંભળવા-સમજવા મળે છે, તેમ તેમ ભવ્ય જીવોનાં હૈયા અપૂર્વ આનંદ, આશ્ચર્ય અને હર્ષથી નાચી ઊઠે છે. હે પ્રભુ ! આપમાં સમકાલે અનંત ગુણપર્યાયની છતિષ (સત્તા) પરિણતિ અને વર્તના તથા તેનાં જ્ઞાન, ભોગ અને આનંદ રહેલા છે, તેમ જ રમ્ય એવા શુદ્ધ સ્વરૂપમાં રમણ કરનારા આપ અનંત ગુણના વૃંદ-સમૂહ છો. નિજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ । અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવો રે ।। કુંથુ૦ | ૮ | સ્વભાવ (સ્વપર્યાય પરિણતિ)ની અપેક્ષાએ આત્માદિ દ્રવ્યમાં ‘સ્યાત્ અસ્તિતા’ રહેલી છે અને પરસ્વભાવની અપેક્ષાએ ‘સ્યાત્ નાસ્તિતા’ રહેલી છે. તે પરનાસ્તિતા પણ સત્ રૂપે છે. તેમ જ (સીય) સ્યાત્, ઉભય (અવક્તવ્ય) સ્વભાવ પણ રહેલો છે. ઉપલક્ષણથી બાકીના ભંગ પણ જાણી લેવા. ૩-૪. અર્પિત, અનર્પિત : વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી જે અવસરે જે ધર્મ કહેવાનું પ્રયોજન હોય તે અવસરે તે ધર્મને વિવક્ષિત કરી ગ્રહણ કરવું કે કહેવું તે ‘અર્પિત’ કહેવાય અને પ્રયોજનના અભાવે જેની વિવક્ષા નથી તે અપ્રસ્તુત - ‘અનર્પિત' કહેવાય છે. ૫. ૬. ૩. છત (સત્તા) : અનંત ગુણપર્યાયની વિદ્યમાનતા છે. પરિણતિ : પારિણાર્મિકતા, દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય ધ્રુવરૂપે તથા પદ્ગુણહાનિવૃદ્ધિરૂપે પરિણમન કરવું તે. વર્તના : જ્ઞાનાદિ ગુણપર્યાયોનું સ્વસ્વ કાર્યનું કરવું તે. પરમતત્ત્વની ઉપાસના × ૧૦૨ અસ્તિસ્વભાવ જે આપણો રે, રુચિ વૈરાગ્ય સમેત । પ્રભુ સન્મુખ વંદન કરી રે, માંગીશ આતમ હેતો રે | કુંથુo | ૯ | સચ્ચિદાનંદમય મારો જે અસ્તિસ્વભાવ છે, તે હાલ સત્તાગત છે, તેને પ્રગટ કરવા હું વૈરાગ્યસહિત તીવ્ર રુચિ-ઇચ્છા રાખું છું અને પ્રભુની આગળ વંદન-નમન કરીને યાચના કરું છું કે હે પ્રભુ ! આત્માને હિતકારી એવો મારો અસ્તિસ્વભાવ પ્રગટ કરો. અસ્તિસ્વભાવ રુચિ થઇ રે, ધ્યાતો અસ્તિસ્વભાવ દેવચંદ્ર પદ તે લહે રે, પરમાનંદ જમાવો રે ॥ કુંથુ૦ | ૧૦ || આત્મસત્તાગત અનંત જ્ઞાનાદિ સ્વભાવની રુચિ-અભિલાષા જાગ્રત થવાથી તે જ અસ્તિસ્વભાવની અનંતતાનું ધ્યાન કરતો સાધક પરમાનંદ સ્વરૂપ દેવોમાં ચંદ્ર સમાન ઉઘ્રુવલ એવા પરમાત્મપદને વરે છે. સત્તરમા સ્તવનનો સાર : આ સ્તવનમાં જિનવાણી (પ્રભુદેશના)નું સ્વરૂપ અને તેનો અજોડ મહિમા બતાવવામાં આવ્યો છે. જિનવાણીનું રહસ્ય સમજવું એ આપણા જેવા માટે મહાન દુષ્કર કાર્ય છે. ચૌદ પૂર્વધરો જેવા મહાન ગીતાર્થ આચાર્યો પણ આ જિનવાણીની અગાધતા - ગહનતાને માપવામાં પોતાને વામન તરીકે ઓળખાવે છે, કારણ કે જિનવાણી અનુપમ તલસ્પર્શી એવા તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ છે, ગુણપર્યાયની અનંતતાથી યુક્ત છે અને નય, ગમ, ભંગ તથા નિક્ષેપાદિની ગંભીર અપેક્ષાઓથી ભરપૂર છે. ‘નંદીસૂત્ર’વગેરે આગમોમાં જિનવાણીની અનેક રીતે સ્તુતિ કરવામાં આવી છે, તે જિનવાણીનો સાર, મહિમા અહીં પણ ટૂંકમાં આ રીતે વર્ણવ્યો છે. જિનાગમમાં સ્યાદ્વાદનું નિરૂપણ : જિનાગમમાં સ્યાદ્વાદ - અનેકાંતવાદની દૃષ્ટિથી જ સર્વ પદાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી જ જિનાગમ દ્વારા કોઇ પણ પદાર્થનો યથાર્થ બોધ થઇ શકે. પરમતત્ત્વની ઉપાસના * ૧૦૩

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90