Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 73
________________ (૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવના | (દેખી કામિની દોયકે.. એ દેશી) મલ્લિનાથ જગનાથ ચરણયુગ ધ્યાઇએ રે | ૨૦ || શુદ્ધાતમ પ્રાગભાવ, પરમપદ પાઇએ રે || પ0 |. સાધક કારક ષક, કરે ગુણ સાધના રે || કo | તેથી જ શુદ્ધ સ્વરૂપ, થાય નિરાબાધના રે / થાળ || ૧ || જગતના નાથ શ્રી મલ્લિનાથ પરમાત્માના પાદપધનું ધ્યાન કરવાથી શુદ્ધ પરમાત્મપદનો પ્રાદુર્ભાવ થાય છે, કારણ કે શ્રી અરિહંત પ્રભુની સેવાથી સાધકના છયે કારક જ્ઞાનાદિ ગુણોની સાધના કરે છે અને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટતાં તે જ ષટ્કારક નિરાબાદપણે પરિણમે છે. ષટકારકનું સ્વરૂપ” કર્તા આતમ દ્રવ્ય, કાર્ય નિજ સિદ્ધતા રે II કા૦ || ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણતા રે I DO || આતમ સંપદ દાન, તેહ સંપ્રદાનતા રે || તેo || દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે II ત્રિo || ૨ || કર્તા : આત્મદ્રવ્ય એ આત્મશુદ્ધિરૂપ કાર્યમાં પ્રવૃત્ત થયો. એ પહેલો કર્તાકારક છે. કાર્ય : સ્વસિદ્ધતા-જ્ઞાનાદિ સર્વ ગુણોની પૂર્ણતારૂપ કાર્ય એ બીજો કાર્યકારક છે. (૩) કરણ : ઉપાદાન પરિણામ, તત્ત્વરુચિ, તત્ત્વજ્ઞાન, તત્ત્વપરિણતિ - રમણતા એ ઉપાદાને કારણે છે અને અરિહંતાદિ નિમિત્ત કારણ છે. તેનો પ્રયોગ કરવો એ ત્રીજો કરણકારક છે. (૪) સંપ્રદાન : આત્મસંપત્તિનું દાન અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્રનું દાન આત્મા પોતે પોતાના ઉત્તરોત્તર ગુણને પ્રગટાવવા કરે તે ચોથો સંપ્રદાન કારક છે. અહીં દાતા આત્મા છે, પાત્ર પણ આત્મા છે અને દેય આત્મગુણો છે. એમ ત્રણેની અભેદતા છે. સ્વ-પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે / તેo || સકલ પયય આધાર, સંબંધ આસ્થાનથી રે || સં9 || બાધક કારક ભાવ, અનાદિ નિવારવો રે I અO ||. સાધકતા અવલંબી, તેહ સમારવો રે || તેo || ૩ | (૫) અપાદાન : સ્વ-પરનો વિવેક કરવો, જેમ જ્ઞાનાદિ આત્મગુણો તે ‘સ્વ' છે, અને રાગદ્વેષાદિ ‘પરી’ છે, એમ વિચારીને તેનો વિવેક કરવો તે પાંચમો અપાદાન કારક છે. (૬) આધાર : સમગ્ર સ્વપર્યાયનો આધાર આત્મા છે, આત્માનો સ્વપર્યાય સાથે સ્વ-સ્વામિત્વાદિ સંબંધ છે તેનો આસ્થાન-આધારક્ષેત્ર આત્મા છે. તે છઠ્ઠો આધાર કારક છે. અનાદિથી બાધકભાવે (મિથ્યાત્વ, અવિરતિ, કષાયાદિમાં) પરિણમેલા ‘ષકારક'ના ચક્રને ત્યાંથી અટકાવી દઇને સાધકતાના આલંબન વડે ‘સ્વરૂપ-અનુયાયી’ બનાવવું જોઇએ, જેથી સિદ્ધતામોક્ષરૂપ સ્વકાર્યની સિદ્ધિ થાય. શુદ્ધપણે પર્યાય, પ્રવર્તન કાર્યમેં રે | Jo || કર્ણાદિક પરિણામ, તે આતમ ધર્મમેં રે / તેo || ચેતન ચેતન ભાવ, કરે સમવેતમેં રે / ક0 || સાદિ અનંતોકાલ, રહે નિજ ખેતમેં રે // ૨૦ | ૪ | હવે સિદ્ધ અવસ્થામાં પકારક પ્રવૃત્તિ કઈ રીતે છે, તે બતાવે છે. શુદ્ધજ્ઞાન, દર્શનાદિ પર્યાયોનું જાણવા-દેખવારૂપ કાર્યનો અથવા ઉત્પાદ, વ્યયરૂપે પરિણમનનો કત શુદ્ધ આત્મા છે. શક, ઝોક જ દરેક જી. પરમતત્ત્વની ઉપાસના * ૧૧૫ ક. .જો આમ થક (૨) એક છોક કોક , કોઈક પરમતત્ત્વની ઉપાસના * ૧૧૪ ક. ૪, + 9

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90