Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 83
________________ આમ્રવનો (કર્મબંધના કારણભૂત અશુભ પરિણામનો) નાશ થાય છે, સંવર પરિણતિ (આત્મસ્વભાવમાં એકાગ્રતા) વૃદ્ધિ પામે છે, પૂર્વકૃત કર્મનો ક્ષય થાય છે અને જેમ જેમ સંવર ભાવની વૃદ્ધિ થાય છે, તેમ તેમ આત્મવિશુદ્ધિનો વિકાસ થતો જાય છે. શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રીતિ અને ભક્તિ એ બંને તેમના ધ્યાનમાં એકાગ્ર બનવાનાં પ્રધાન સાધનો છે. પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનનું સેવન આપણને શાસ્ત્રનાં ગહન તાત્ત્વિક રહસ્યો સમજવાની શક્તિ આપે છે અને શાસ્ત્રીય તત્ત્વોની વિચારણા – અનુપ્રેક્ષા કરવાથી ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન પ્રગટે છે અને સાલંબનરૂપ ધર્મધ્યાન વડે અને નિરાલંબનરૂપ શુક્લ ધ્યાન વડે આત્મસ્વભાવમાં તન્મય બનેલો આત્મા અનુક્રમે પરમાત્મપદને પામે છે. પ્રીતિ અને ભક્તિપૂર્વક શ્રી અરિહંત પરમાત્માની સેવા (આજ્ઞાપાલન) કરવી, એ જ સર્વ શાસ્ત્રોનો સાર છે. નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનો જી ! શુક્લ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીએ મુક્તિ નિદાનો જી નેમિo || ૬ | આ પ્રમાણે શુભ-વિચારણા કરવા દ્વારા રાજિમતીજી શ્રી નેમિનાથ પ્રભુના ધ્યાનમાં તન્મય-એકતાન બની તેના દ્વારા નિજતત્ત્વઆત્મસ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત કરી અને સ્વરૂપ તન્મયતા વડે શુક્લ ધ્યાન સિદ્ધ કરીને સ્વસિદ્ધતા પ્રાપ્ત કરી. આ રીતે આપણે પણ પ્રભુના ધ્યાનમાં એકાગ્ર બની મુક્તિના નિદાન-મૂળ કારણને પ્રાપ્ત કરીએ ! અગમ અરૂપી રે અલખ અગોચરુ, પરમાતમ પરમીશો જી ! દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશો જી નેમિ0 || ૭ || અગમ (સામાન્ય લોકોથી જાણી ન શકાય), અરૂપી (વર્ણાદિથી રહિત), અલક્ષ (એકાંતવાદીઓથી ઓળખી ન શકાય), અગોચર (ઇંદ્રિયોથી અગોચર), પરમાત્મા (રાગાદિ દોષ રહિત), પરમેશ્વર (અનંતગણ-પર્યાયના ઇશ્વર) અને દેવોમાં ચંદ્ર જેવા નિર્મળ એવા શ્રી જિનેશ્વર પ્રભુની સેવા (આજ્ઞાપાલન) કરવાથી સાધકતા (અધ્યાત્મશક્તિ)ની વૃદ્ધિ થતાં શુદ્ધ સ્વભાવની સંપૂર્ણ સંપત્તિ પ્રાપ્ત થાય છે. જ બાવીસમાં સ્તવનનો સાર : સંગ તેવો રંગ” એ ઉક્તિ મુજબ ઉત્તમ પુરુષોના સમાગમથી ઉત્તમતા વધે છે. પારસના સંગથી લો પણ સોનું બની જાય છે. અનાદિકાળથી પુદ્ગલ (જડ પદાર્થો)ના સંગથી આ આત્મા જડવત્ - જડ જેવો બની ગયો છે, છતાં પણ પરમગુણી શ્રી જિનેશ્વર પરમાત્મા જેવા ઉત્તમોત્તમ પુરુષોનો જ્યારે યોગ મળે છે અને તેમના પ્રત્યે જયારે પ્રીતિ અને ભક્તિ જાગે છે ત્યારે તેનો અપ્રશસ્ત રાગ વિલીન થઇ જાય છે, શરીર, સંપત્તિ અને સ્વજનાદિ ઉપર તેને કોઇ પણ પ્રકારના મોહને મમતા રહેતાં નથી. અરિહંત પરમાત્માદિ ગુણી પુરુષો પ્રત્યે ગુણ-બહુમાન રૂપ રાગ, એ પ્રશસ્ત છે અને તે પ્રશસ્ત રાગ વડે અર્થાતુ ભક્તિ વડે અશુભએક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૩૪ ] title se. નિશ્ચય અને વ્યવહાર ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે ધર્મો ઉપદેશ્યા છે. તત્ત્વદૈષ્ટિ/સ્વરૂપદષ્ટિ તે નિશ્ચય ધર્મ છે અને તે દ્રષ્ટિ પ્રમાણે ભૂમિકાને યોગ્ય પ્રવૃત્તિ, આચારાદિ વ્યવહાર ધર્મ છે. બંને ધર્મ રથના બે પૈડા જેવા છે. રથ ચાલે ત્યારે બે પૈડા સાથે ચાલે છે. શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૧૩૫ નો જોક ઝાંક, જો છોક,

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90