Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 86
________________ (૨) આત્મા અને આત્મકલ્યાણમાં સહાયભૂત સુદેવ, સુગુરુ અને સુધર્મ સિવાયના પદાર્થો તરફ ઉદાસીનભાવ રાખવો, જેમ કે આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ય - વ્યાપક ભાવે રહેલા ગુણ પર્યાયો એ જ મારું સાચું ધન છે, તે સિવાયના અન્ય પર પદાર્થો મારા નથી એવા દૃઢ નિશ્ચયપૂર્વક, પૌલિક પદાર્થો તરફ ઉદાસીનતા રાખવી એ એકતા છે. (૩) રાગદ્વેષાદિ વિભાવ પરિણતિના કર્તાપણાનો ઉચ્છેદ કરવાની પ્રબળ આત્મશક્તિ તે તીક્ષ્ણતા છે. શ્રી જિનેશ્વર પરમાત્માએ જ્ઞાનની યથાર્થતા, ચારિત્રની ઉદાસીનતા અને વીર્યની તીક્ષ્ણતા દ્વારા સર્વ વિભાવ-પરભાવ કર્તૃત્વનો નાશ કરીને આત્મ-સ્વભાવમાં રમણતા કરી છે. તેમની સ્તુતિ કરવાથી આપણામાં પણ એવી યોગ્યતાનું બીજ પડે છે. ♦ ત્રીજો પ્રકાર : (૧) શુભ અને અશુભ ભાવને જાણી યોગ્ય પૃથક્કરણપૂર્વક તેનો નિર્ણય કરવો તે શુદ્ધતા છે. (૨) શુભાશુભ વસ્તુને જાણવા છતાં શુભ કે અશુભ ભાવ ન કરવો તે એકતા છે. (૩) શુદ્ધ પારિણામિક ભાવથી વીર્યગુણને પ્રવર્તાવી, સ્વભાવના કર્તા બની પરમ અક્રિયતારૂપ અમૃતનું પાન કરવું તે તીક્ષ્ણતા છે. શ્રી જિનેશ્વર પ્રભુ સર્વ વિભાવ કર્તૃત્વ અને સાધક કર્તૃત્વ તજીને અકંપ-અચલ વીર્યગુણ વડે અક્રિય-સર્વ ક્રિયાઓથી રહિત બનેલા છે. આ રીતે પરમાત્માની શુદ્ધતાનું એકત્વચિંતન - એકત્વભાવન - એકત્વમિલન-રમણ, એ આપણા આત્મામાં રહેલ પરમાત્મતાને પ્રગટાવવાનાં પ્રધાન સાધનો છે. પરમાત્માની શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાનું શ્રુતજ્ઞાન દ્વારા ચિંતન-મનન કરી સ્વઆત્મામાં રહેલી તેવા જ પ્રકારની શુદ્ધતાને પ્રગટાવવા પરમાત્માના ધ્યાનમાં તીક્ષ્ણતા-અપૂર્વ સ્થિરતાપૂર્વક તન્મય બની પોતાના આત્માનું પણ પરમાત્મસ્વરૂપે ધ્યાન કરવામાં આવે તો પરમાત્મ ઐક્યરૂપ આ અભેદ ધ્યાન વડે ક્ષાયિક પરમતત્ત્વની ઉપાસના * ૧૪૦ િ એ ચારિત્ર પ્રગટે છે અને ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ભેદ રત્નત્રયી એ અભેદરૂપે પરિણમે છે. આ અભેદ રત્નત્રયીનું સ્વરૂપ યોગીગમ્ય છે, છતાં સામાન્ય રીતે અહીં તેનું દિગ્દર્શન કરવામાં આવે છે. મિથ્યાત્વદશામાં વિપરીતપણે પ્રવર્તન કરતું જીવનું જ્ઞાન, સમ્યગ્દર્શન પ્રગટતાં જ્યારે યથાર્થતાની કોટિમાં આવે છે ત્યારે એ જીવ સ્વરૂપમાં રમણ કરનારો બની શકે છે. સ્વરૂપમાં રમણતા થતાં જ્ઞાન સ્થિર બને છે ત્યારે ધ્યાનારૂઢ દશા પ્રાપ્ત થાય છે અને પછી કોઇ પણ પ્રકારના વિકલ્પ વિના આત્મતત્ત્વમાં તન્મય બનતું જ્ઞાન સમ્યગ્દર્શન અને ચારિત્ર સાથે એકત્વ પામે છે એટલે કે જ્ઞાનનું જ શ્રદ્ધાન, જ્ઞાનનું જ રમણ, એમ પર્યાયભેદે ભેદ હોવા છતાં મૂળ ગુણની અપેક્ષાએ એકત્વ સધાય છે. મૂળ નયની અપેક્ષાએ વિચારતાં આત્મા જ્ઞાન-દર્શન આ બે ગુણથી યુક્ત છે, શેષ નિર્ધાર (શ્રદ્ધા), સ્થિરતા (ચારિત્ર), એ ચેતનાગુણની પ્રવૃત્તિ છે. માટે જ્ઞાનમાં જ સ્થિરતાદિ ગુણોની અભેદતા છે એવો આમ્નાય છે. અથવા બીજી રીતે આમ પણ વિચારી શકાય કે છદ્મસ્થ અવસ્થામાં (જ્ઞાનાદિ) ચેતનાની પ્રવૃત્તિ અસંખ્ય સમયવાળી હોય છે. પરંતુ કેવલજ્ઞાન પ્રગટતાં તે એક સમયવાળી થાય છે ત્યારે અભેદ રત્નત્રયી હોય છે. શુદ્ધતા, એકતા અને તીક્ષ્ણતાનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય છે આત્મામાં પરમાત્મભાવની ભાવના. તે બતાવીને, ગ્રંથકાર મહર્ષિએ પ્રભુભક્તિના પ્રભાવે પોતાના જીવનમાં અનુભવેલા અપૂર્વ ભાવોલ્લાસના એક મધુર પ્રસંગને અહીં રજૂ કર્યો છે, જે ભક્ત સાધકો માટે અત્યંત પ્રેરણાદાયક છે. પ્રભુનાં દર્શન, વંદન, પૂજન અને આજ્ઞાપાલનથી આત્મામાં અપૂર્વ ભાવોલ્લાસ જાગે છે, હૃદય પુલકિત બને છે, ભાવોલ્લાસ દ્વારા જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની એકતા અને તપ તથા વીર્યની તીક્ષ્ણતા સિદ્ધ થતાં આત્મસમાધિ પ્રગટે છે. એ સમાધિ દશામાં અદ્ભુત આત્મિક આનંદનો અનુભવ થવાથી ભવભ્રમણનો ભય નાબૂદ થઇ જાય છે અને ભાભીને પરમતત્ત્વની ઉપાસના * ૧૪૧ મા

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90