Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 85
________________ ઉપશમ-સુધારસથી પરિપૂર્ણ અને સર્વ જીવોને સુખાકારી એવી જિનેશ્વર પ્રભુની મૂર્તિને ભેટી એટલે કે આજે તેમનું દર્શન, વંદન, સેવન અપૂર્વ હર્ષોલ્લાસથી કરતાં એવી દઢ પ્રતીતિ થઇ છે કે “મોક્ષના પુષ્ટ નિમિત્ત કારણરૂપ જિનદર્શન અને જિનસેવાનો યોગ મળ્યો છે, તેથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થશે.’ આવી દેઢ પ્રતીતિ થવા સાથે મારો ભવભ્રમણનો ભય પણ પલાયન થઇ ગયો. (કારણમાં કાર્યનો ઉપચાર કરી, હર્ષાવેશથી નીકળેલું કવિનું આ અનુભવવચન છે.) નયર ખંભાયતે પાર્શ્વ પ્રભુદર્શને, વિકસતે હર્ષ ઉત્સાહ વાધ્યો ! હેતુ એકત્તા રમણ પરિણામથી, સિદ્ધિ સાધક પણ આજ સાધ્યો સહજ૦ || ૭ || ખંભાત નગરમાં બિરાજતા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનવંદન કરતી વેળોએ રોમરાજી વિકસ્વર થતાં અપૂર્વ હર્ષ અને ઉત્સાહની ઊર્મિઓ ઉત્પન્ન થવા લાગી, અને શ્રી અરિહંત પરમાત્મા સાથે ધ્યાન વડે તન્મયતા-એકતા સિદ્ધ થતાં આત્મરમણતા પ્રાપ્ત થઇ. તેથી અનુમાન થાય છે કે ‘સિદ્ધિની સાધકતા મારા આત્મામાં પ્રગટી છે.' આજ કતપુણ્ય ધન્ય દીહ મારો થયો, આજ નરજન્મ મેં સફલ ભાવ્યો ! દેવચંદ્ર સ્વામી ત્રેવીસમો વંદિયો, ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્યો | | સહજO || ૮ || દેવોમાં ચંદ્ર સમાન સમુકવળ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભાવપૂર્વક વંદન કર્યું અને ભક્તિભરપૂર ચિત્ત પ્રભુના ગુણમાં રમણ કરવા લાગ્યું, તેથી આજે મારો મહાન પુણ્યોદય જાગ્રત થયો છે ! આજનો આ દિવસ ધન્ય બન્યો છે અને ખરેખર ! આજ મારો આ જન્મ પણ સફળ બની ગયો છે ! જ ત્રેવીસમા સ્તવનનો સાર : આ સ્તવનમાં જ્ઞાનની શુદ્ધતા, ચારિત્રની એકતા અને વીર્યની તીક્ષ્ણતાનું વિવિધ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યગુદર્શનનો સમાવેશ જ્ઞાનમાં અને તપનો સમાવેશ વીર્યમાં કરેલો હોવાથી તેનું પૃથગુ ગ્રહણ નથી કર્યું. જ્ઞાનનો પ્રકાશ મળે છે, છક #લ . કૉલ કરે પરમતત્ત્વની ઉપાસના * ૧૩૮ જો હો 54s of * * ચારિત્ર પ્રેરક બને છે અને વીર્યની તીક્ષ્ણતા વડે ધ્યાનની ધારાનો અસ્મલિત પ્રવાહ ચાલે છે, ત્યારે જ સ્વ-સિદ્ધતારૂપ કાર્ય સિદ્ધ થાય છે. શુદ્ધતાદિનું સ્વરૂપ વિવક્ષાભેદથી ત્રણ પ્રકારે બતાવ્યું છે. તેમાં પ્રથમ પ્રકાર આ પ્રમાણે છે. (૧) સર્વ દ્રવ્યના નિજભાવ - સ્વગુણ પર્યાયનું અને ઉત્પાદ-વ્યયરૂપ પરિણતિનું યથાર્થજ્ઞાન તે શુદ્ધતા છે. (૨) આત્મપરિણતિ (આત્માનો મૂળ સ્વભાવ) તથા વૃત્તિ-પ્રવૃત્તિ બંનેનું એકત્વરૂપે પરિણમન થવું. અર્થાત્ વૃત્તિ-પ્રવૃત્તિની એકરૂપતા તે એકતા છે. (૩) તાદાભ્ય સંબંધથી રહેલી ક્ષાયિક આત્મ વીર્ય-શક્તિના ઉલ્લાસથી કર્મપરંપરાના સંયોગનો મૂળથી ઉચ્છેદ કરવો તે તીક્ષ્ણતા છે. જ્ઞાનગુણની નિર્મળતા : એકાંતતા, અયથાર્થતા, ન્યૂનાધિકતા આદિ સર્વ દોષો રહિત જે સમ્યગુજ્ઞાન એટલે કે યથાર્થ બોધ, એ જ મોક્ષમાર્ગને સૂર્યની જેમ પ્રકાશિત કરે છે, આત્મા અને કર્મના ભેદજ્ઞાનને - વિવેકને પ્રગટાવે છે, માટે જ્ઞાનની નિર્મળતા-શુદ્ધતાની પ્રથમ આવશ્યકતા છે. • ચારિત્રગુણની એકતા : સંસારી જીવની આત્મપરિણતિ ચારિત્ર્યમોહનીય કર્મથી આવૃત હોવાને લીધે જીવની વૃત્તિ-પ્રવૃત્તિ રાગ-દ્વેષ અને કામ-ભોગાદિમાં પ્રવર્તે છે. તેનો ત્યાગ કરીને શુદ્ધ આત્મસ્વરૂપમાં વૃત્તિને એકાગ્ર બનાવવી તે એકતા છે અને તે જ સમ્મચારિત્ર છે. જ વીર્યગુણની તીક્ષ્ણતા : શરીરમાં રહેલી સર્વ ધાતુઓમાં જેમ વીર્ય પ્રધાન ધાતુ છે તેમ આત્મગુણોમાં પણ વીર્યગુણ એ મહાન શક્તિશાળી ગુણ છે. તેની પ્રબળતા-તીક્ષ્ણતા વડે અનાદિની કર્મપરંપરા પણ પળ વારમાં છેદાઈ જાય છે. જ બીજો પ્રકાર : (૧) શુભાશુભ પદાર્થોના ગુણદોષને યથાર્થ રીતે જાણવા તે શુદ્ધતા છે. શક, ઝોક જ દરેક જી. પરમતત્ત્વની ઉપાસના * ૧૩૯ ક. .જો આમ થક

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90