Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 87
________________ અલ્પકાળમાં જ સંપૂર્ણ શાશ્વત સુખ-રૂપ સિદ્ધતા પ્રગટ થવાની દેઢ પ્રતીતિ થાય છે. આ પ્રમાણે પ્રભુભક્તિનો મહાન અપૂર્વ મહિમા જાણી સર્વ મુમુક્ષુ આત્માઓએ શ્રી જિનેશ્વર પ્રભુની પરમભક્તિમાં સદા તન્મય બનવા પ્રયત્નશીલ રહેવું જોઇએ. ચાર ભાવનાઓ મૈત્રી એટલે નિર્વેર બુદ્ધિ, સમભાવ. પ્રમોદ એટલે ગુણવાનોના ગુણ પ્રત્યે પ્રશંસાભાવ, કરુણા એટલે દુ:ખીજનો પ્રત્યે નિદોષ અનુકંપા, માધ્યસ્થ એટલે અપરાધી પ્રત્યે પણ સહિષ્ણુતા. [ (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન | આત્મગહ ગર્ભિત પ્રાર્થના (ઢાળ : કડખાની દેશી) તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે ! દાસ અવગુણ ભર્યો જાણી પોતાતણો, દયાનિધિ દીન પર દયા કીજે || તાર) || ૧ || સંસારના દુ:ખથી ઉદ્વિગ્ન બનેલો મુમુક્ષુ આત્મા શ્રી મહાવીર પરમાત્મા પાસે પોતાની દીન-દુ:ખી અવસ્થાનું વર્ણન કરવાપૂર્વક પ્રાર્થના કર છે. હે દીનદયાલ ! કરુણાસાગર ! પ્રભુ ! આપ આ દીન-દુ:ખી દાસ ઉપર દયા વરસાવી, એને સંસારસાગરથી તારો - પાર ઉતારો. જોકે આ સેવક અનેક અવગુણોથી – દોષોથી ભરેલો છે, રાગ-દ્વેષાદિથી રંગાયેલો છે, છતાં એને પોતાનો સેવક માની, શરણાગત માની એની ઉપર કૃપાદૃષ્ટિ કરો અને એને સંસારસાગરથી પાર ઉતારીને જગતમાં મહાન સુયશ - કીર્તિને પ્રાપ્ત કરો, એ જ મારી નમ્ર ભાવભરી પ્રાર્થના છે. રાગદ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો, લોકની રીતમાં ઘણુંય રાતો ! ક્રોધવશ ધમધમ્યો શુદ્ધ ગુણે નવિ રમ્યો, ભમ્યો ભવમાંથી હું વિષયમાતો ! તારી | ૨ // હે પ્રભુ ! આપનો આ સેવક રાગદ્વેષથી ભરેલો છે, મોહ શત્રુ વડે દબાયેલો છે, લોકહેરી - લોકપ્રવાહમાં રંગાયેલો રહે છે. અર્થાતુ . જોંક , , છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૪૨ ક. ૪ ક. ક. છj પક છીંક શક છે જ, છ, પરમતત્તની ઉપાસના * ૧૪૩ ક. ૪ ક. આ

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90