Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 78
________________ કાર્ય કાર્ય સંકલ્પ કારક દશા રે, છતી સત્તા સદ્ભાવ | અથવા તુલ્ય ધર્મને જોય રે, સાધ્યારોપણ દાવ | ઓo || ૬ || પ્રશ્ન : બીજા કર્મ કારકને કારણ કેમ કહી શકાય ? એ પોતે જ કાર્ય રૂપ છે. ઉત્તર : કર્તા સૌ પ્રથમ કાર્ય કરવાનો સંકલ્પ કરે છે, દા.ત. મારે ઘટ બનાવવો છે, કત બુદ્ધિ દ્વારા આવો સંકલ્પ કરીને કાર્ય કરવાનો પ્રારંભ કરે છે, માટે સંકલ્પ એ કાર્યનું કારણ છે. અથવા મૂળ ઉપાદાન કારણ (માટી)માં (ઘટ) રૂપ કાર્યની યોગ્યતા સત્તામાં રહેલી છે. એટલે સત્તાગત કાર્યત્વ એ પ્રાગુભાવી કાર્યનું કારણ છે, અથવા તુલ્ય - સમાન ધર્મ જોવાથી કાર્ય કરવાનો સંકલ્પ થાય છે; જેમ કે શ્રી જિનેશ્વર પ્રભુને જોઈ ભવ્યાત્માઓને વિચાર થાય છે કે “મારે પણ આવું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. આ રીતે કાર્યને પણ કારણ કહી શકાય છે. આ યુક્તિઓથી વિચારતાં જાણી શકાય છે કે સાધ્યનું આરોપણ કરવું એ કર્મમાં કારકપણું છે. અતિશય અતિશય કારણ કારક કરણ તે રે, નિમિત્ત અને ઉપાદાન ! સંપ્રદાન સંપ્રદાન કારણ પદ ભવનથી રે; કારણ વ્યય અપાદાન || ઓo || 9 || (૩) ઉત્કૃષ્ટ - પ્રધાન કારણ તે કરણ કારક છે અને તે નિમિત્ત અને ઉપાદાન એમ બે પ્રકારે છે. જેમ મોક્ષ કાર્યમાં ઉપાદાને આત્મસત્તા છે અને નિમિત્ત પ્રભુસેવા છે. (૪) કારણ પદ - પર્યાયનું ભવન - ઉત્પન્ન થવું એટલે ઉપાદાન કારણમાં અપૂર્વ – અપૂર્વકારણ પર્યાયની ઉત્પત્તિ – પ્રાપ્તિ થવી અથવા કાર્યમાં અપૂર્વ અપૂર્વકારણ પર્યાયની ઉત્પત્તિ - પ્રાપ્તિ થવી તે સંપ્રદાન કારક છે. (૫) પૂર્વ (પુરાતન) કારણ પર્યાયનો વ્યય – વિનાશ થવો એ અપાદાન કારક છે. સંપ્રદાન અને અપાદાનમાં કારણતા કઈ રીતે છે, તે આગળની ગાથામાં બતાવે છે : ક.દક, જો આ શક પરમતત્વની ઉપાસના * ૧૨૪ જક છોક છક થઈ છjapl ભવન ભવન વ્યય વિણુ કારજ નવિ હોવે રે, - જિમ દેષદે ન ઘટવ ! શુદ્ધાધાર શુદ્ધાધાર સ્વગુણનો દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્વ | ઓo || ૮ || ભવન એટલે નવીન પર્યાયની ઉત્પત્તિ અને વ્યય એટલે પૂર્વ પર્યાયનો નાશ. એ થયા વિના કાર્યની નિષ્પત્તિ થતી નથી. જેમ કે દૈષદ્ - પથ્થરમાં ઘટ પર્યાયની ઉત્પત્તિની યોગ્યતા નથી, તેથી કુંભાર ઘટ બનાવવા પ્રયત્ન કરે તો પણ પથ્થરથી ઘડો બની શકતો નથી, માટીમાં ભવન વ્યયની ક્રિયા થાય છે, જેમ કે પિંડ પર્યાયનો નાશ અને સ્થાશ (થાળી) પર્યાયની ઉત્પત્તિ સ્થાસ પર્યાયનો નાશ અને કોશ પર્યાયની ઉત્પત્તિ, ઇત્યાદિ કુશલ, કપાલ પર્યાયની ઉત્પત્તિ અને નાશ થતાં ઘટકાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે મોક્ષ - સિદ્ધતારૂપ કાર્યમાં પણ પ્રથમ મિથ્યાત્વ પર્યાયનો નાશ, અને સમ્યકત્વ પર્યાયની ઉત્પત્તિ વગેરે ભવનયની પ્રક્રિયા થતાં ક્રમશઃ અયોગી અવસ્થાનો વ્યય થાય, પછી સિદ્ધતારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. (૬) સ્વગુણનો-પોતાના જ્ઞાનાદિ ગુણોનો આધાર શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. અને શુદ્ધ આત્મતત્ત્વને સત્તાનો આધાર છે, અથવા સત્તાનો આધાર શુદ્ધ આત્મતત્ત્વ છે. આતમ આતમ કત કાર્ય સિદ્ધતા રે, તસુ સાધન જિનરાજ ! પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજ રુચિ ઊપજે રે, પ્રગટે આત્મ સમ્રાજ | ઓo // ૯ / મોક્ષ-સિદ્ધતારૂપ કાર્યનો કર્તા મોક્ષાભિલાષી આત્મા છે અને તેનું પ્રધાન સાધન શ્રી જિનેશ્વર પરમાત્મા છે. કેમ કે પરમાત્માના દર્શનથી મોક્ષની-પૂર્ણશુદ્ધ સ્વરૂપની રુચિ પેદા થાય છે અને તે મોક્ષની રુચિ વધવાથી આત્માનું સંપૂર્ણ સામ્રાજ્ય પ્રગટે છે. વંદન વંદન નમન સેવન વલી પૂજનારે, સ્મરણ સ્તવન વલી ધ્યાના દેવચંદ્ર દેવચંદ્ર કીજે જગદીશનું રે, પ્રગટે પૂર્ણ નિધાન છે. ઓo || ૧૦ || ક, છજ, ઝ, છીંક, પરમતત્તની ઉપાસના * ૧૨૫ ક. ૪, ૧.le,

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90