Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 72
________________ તો શ્રી અરિહંત પરમાત્માનું ભાવપૂર્વક શરણ સ્વીકારી તેમની સેવાભક્તિ અને આજ્ઞાપાલનમાં તત્પર બનો અને ભાવોલ્લાસપૂર્વક તેમની પરમપ્રભુતામાં ધ્યાન દ્વારા તન્મય બની આંતરિક (આત્મિક) સહજ શક્તિઓનો વિકાસ સાધો !! જેથી અલ્પકાળમાં જ સહજ આત્માનંદના અનુભવમાં મગ્ન થઇ અનુક્રમે સિદ્ધિના શાશ્વત સુખના ભોક્તા બનશો ! આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ એ જ મુમુક્ષુને પરમ આધાર છે - ત્રાણ છે, શરણ છે !! અઢારમા સ્તવનનો સાર : આ સ્તવનમાં ચાર કારણોની વ્યાખ્યા બતાવીને મોક્ષરૂપ કાર્યમાં એ ચારે કારણોમાંથી નિમિત્ત-કારણની અધિક મહત્તા બતાવી છે. મોક્ષના પુષ્ટ નિમિત્ત અરિહંત પરમાત્મા છે. તેમનાં દર્શનાદિના આલંબનથી ભવ્ય આત્મા પોતાના શુદ્ધ સ્વભાવ (સ્વરૂપ)ને ઓળખી તેને પ્રાપ્ત કરવા તીવ્ર ઝંખના સેવે છે. અર્થાતુ મોક્ષરૂપ કાર્યને સિદ્ધ કરવાની રુચિ ઉત્પન્ન થાય છે અને જ્યારે જીવ પ્રભુભક્તિ, શાસ્ત્રાધ્યયન અને સંયમ વગેરેની સાધનામાં ઉજમાળ બને છે ત્યારે એ જીવ અંશતઃ મોક્ષરૂપ કાર્યનો કર્તા બને છે. - આ પ્રમાણે નિમિત્તના યોગે ઉપાદાન-આત્માની મૂળ જ્ઞાનાદિ શક્તિઓ સિદ્ધતારૂપ કાર્ય સાધવામાં તત્પર બને છે. પછી તે આત્મા અનુક્રમે મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક યથાવિધિ અનુષ્ઠાનોના પાલનથી, દેવ-ગુરુની ભક્તિથી, સમ્યગુજ્ઞાનના અભ્યાસથી, ચારિત્રપાલનથી, ધર્મધ્યાનથી અને શુક્લ ધ્યાન વગેરેના આલંબનથી અનુક્રમે પોતાનાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. ચતુર્થગુણસ્થાનકથી એટલે કે સમ્યગુદર્શન ગુણની પ્રાપ્તિ થાય ત્યારથી યાવતુ ચતુર્દશ ગુણસ્થાનક (અયોગી અવસ્થા) સુધી ઉત્તરોત્તર આત્મશુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પૂર્વ અવસ્થાની વિશુદ્ધિ ઉત્તર અવસ્થાની પ્રાપ્તિમાં કારણભૂત છે. અને તે આત્માથી અભિન્ન છે, માટે તેને “અસાધારણ કારણ” કહે છે. આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી શકાય છે કે નિમિત્ત કારણના યોગથી જ ઉપાદાન અને અસાધારણ કારણની પ્રવૃત્તિ થાય છે અને અપેક્ષાકારણરૂપ મનુષ્યગતિ આદિની સફળતા થાય છે. માટે નિમિત્ત કારણની સર્વ કારણોમાં પ્રધાનતા છે. અરિહંત પરમાત્મા જેવા સમર્થ સ્વામીનું ભાવપૂર્વક શરણ સ્વીકારવાથી મોહનો કે સંસારનો ભય નિર્મુલ થઇ જાય છે. જિન શાસનને પામી જીવ નિશ્ચિત નિર્ભય બની જાય છે. હે ભવ્યાત્માઓ ! તમારે પણ જો ભવભ્રમણના ભયથી મુક્ત બની સહજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, શાશ્વત સુખનો અનુભવ કરવો હોય, એક છોક કોક , છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૧૧૨ ક. ૪ . કે. જો તર્દષ્ટિ - વ્યવહારદૃષ્ટિ તત્ત્વદેષ્ટિ જ્ઞાનસ્વરૂપ છે, જેમાં વસ્તુનું સ્વરૂપ પ્રકાશે છે. વ્યવહારષ્ટિ ક્રિયા સ્વરૂપ છે. તે ક્રિયાઓ એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું આચરણ. માટે તત્ત્વનું લશ્ય કરવું અને શક્યનો પ્રારંભ કરવો. શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૧૧૩ શોક જોક ઝાંક, જો છોક,

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90