Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 69
________________ આ પ્રમાણે નિત્ય-અનિત્યાદિ અનંત ધમની અનંત સપ્તભંગીઓ એક દ્રવ્યમાં અપેક્ષાએ થઇ શકે છે. પણ એક ધર્મની અપેક્ષાએ તો સાત જ ભાંગા અર્થાતું એક જ સપ્તભંગી ઘટી શકે છે. આ અંગેની વિશદ વિચારણા ‘સમ્મતિ તર્ક', ‘તત્ત્વાર્થ સૂત્રવૃત્તિ અને ‘સાવાદ રત્નાકર' આદિ ગ્રંથોમાં કરવામાં આવી છે. જિજ્ઞાસુઓએ તેનું વિશેષ સ્વરૂપ જાણવા ગીતાર્થ ગુરુ ભગવંતોનો સમાગમ સાધવો જોઇએ. નિક્ષેપ : (ન્યાસ, સ્થાપના) નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવાદિ વડે વસ્તુની વિચારણા કરવી, તેને નિક્ષેપ કહે છે. જેમ જિનેશ્વરનું નામ એ “નામ જિન' છે. જિનેશ્વરની મૂર્તિ એ “સ્થાપના જિન’ છે. જિનેશ્વરની પૂર્વ અને ઉત્તર અવસ્થા એ ‘દ્રવ્ય જિન’ છે અને સમવસરણમાં દેશના આપતાં તીર્થકર ભગવાન એ ‘ભાવ જિન’ છે. આ પ્રમાણે ચાર, છે કે દશ પ્રકારના નિક્ષેપ વડે વિવિધ અપેક્ષાઓથી વસ્તુની વિચારણા કરવાથી વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. જિનાગમોમાં આધ્યાત્મિક સાધનાના સુંદર, સચોટ અને સરળ ઉપાયો બતાવેલા છે. સમ્યગુરત્નત્રયી (સમ્યગું દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર)ની પૂર્ણતા પ્રગટાવવાનાં સાધનો અને માર્ગાનુસારી આદિ ભૂમિકાવાળા સાધકોનું સૂક્ષ્મ અને વિસ્તૃત સ્વરૂપ જિનવાણી દ્વારા જાણી શકાય છે. જિનવાણી સાપેક્ષ હોય છે. અર્થાતુ જિનવચન એ મુખ્યતાથી અને ગૌણતાથી યુક્ત હોય છે. સ્યાદ્વાદનું રહસ્ય અપેક્ષાવાદથી સમજાય છે. દરેક વસ્તુ અનંત ધર્મયુક્ત હોય છે, પરંતુ અધિકારી વિશેષને આશ્રયીને તેને હિતકારી અને અવસરોચિત ધર્મની મુખ્યતાએ વસ્તુનું નિરૂપણ કરવું જોઇએ, અને શેષ અનિરૂપિત ધર્મની પણ સચોટ શ્રદ્ધા હોવી જોઇએ. આ રીતે મુખ્ય અને ગૌણ ધર્મની સાપેક્ષ પ્રરૂપણા કરવાથી શ્રોતાને યથાર્થ બોધ થાય છે. શ્રી જિનવાણીનું એ જ ગંભીર રહસ્ય છે. એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૧૦૬ ] , .else.es શુદ્ધ આત્મદ્રવ્યમાં પ્રત્યેક સમયે અનંતગુણ પર્યાયના જે ભિન્ન ભિન્ન અદ્દભુત અનુપમ કાર્યો એકી સાથે થયા કરે છે તેનું સ્વરૂપ પણ જિનવાણી દ્વારા જાણી શકાય છે. ઉદાહરણ રૂપે - (૧) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયની સદા સત્તા છે. (૨) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયની સદા પરિણતિ છે. (૩) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયની સદા વર્તના છે. (૪) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયની ઉપરોક્ત પ્રવૃત્તિઓનું પૂર્ણ જ્ઞાન છે. (૫) શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયના ભોગનો આનંદ પણ છે. શુદ્ધ આત્મદ્રવ્યમાં જ્ઞાનાદિ અનંતગુણ પર્યાયના વિષે રમણતા કરવાનો આનંદ છે. (૭) શુદ્ધ આત્મદ્રવ્યમાં અવ્યાબાધ સુખાદિ અનંતગુણોનો ભિન્ન ભિન્ન આનંદ છે ઇત્યાદિ. આત્માનો આવો અતિ નાસ્તિ સ્વભાવ પ્રત્યેક સંસારી આત્મામાં અપ્રગટપણે રહેલો છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી તેવા શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની રુચિ મુમુક્ષુ આત્માને થાય એ સહજ છે, પણ ઇચ્છામાત્રથી કાર્યસિદ્ધિ થતી નથી, જેનો એવો શુદ્ધ સ્વભાવ પ્રગટ છે, તેના પ્રતિ નમસ્કારભાવ કેળવવો જોઇએ અને તેમની કૃપાથી જ મારો મનોરથ પૂર્ણ થશે એવી અનન્ય શ્રદ્ધા સાથે તેમની પાસે એવી માંગણી મૂકવી જોઇએ. આ સ્તવનની નવમી અને દશમી ગાથામાંથી આપણને આ હકીકત જાણવા મળે છે. સાધના અને પ્રાર્થના કોઈપણ વસ્તુને ચાહું તેના કરતાં આત્માને ચૈતન્યમાત્રને | વધુ ચાહું, એવું મારું મન બનો, એ શ્રેષ્ઠ સાધના અને પ્રાર્થના છે. પક છક થઈક કક.tle : પરમતત્ત્વની ઉપાસના * ૧૦૭ શl the le le we w

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90