Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 68
________________ જ સ્યાદ્વાદના મુખ્ય પ્રકારો : પ્રમાણ' : સ્વ અને પરનો નિશ્ચય કરાવનાર જ્ઞાન છે. તે પ્રમાણનો વિષય અનંત ધર્માત્મક વસ્તુ છે એટલે કે દરેક વસ્તુ અનંત ગુણપર્યાય અને સ્વભાવયુક્ત હોય છે. દા.ત. આત્મા. ગુણ : સહભાવી - સદા સાથે રહેનાર હોય છે. જેમ કે આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણો. પર્યાય : ક્રમભાવી - ક્રમથી ઉત્પન્ન થનારા પરિણામને પર્યાય કહે છે, જેમ સંસારી જીવની સુખદુઃખ તથા બાળ, યૌવન વગેરે અવસ્થા. સ્વભાવ : સ્વભાવના બે મુખ્ય પ્રકાર છે, સામાન્ય અને વિશેષ. આ અંગેનું વિવરણ ૧૫મા સ્તવનમાં કરેલું છે. નય : વસ્તુમાં રહેલા એક અંશને બતાવનારા અભિપ્રાયને નય કહેવાય છે. નયના મુખ્ય બે ભેદ અથવા સાત ભેદ થાય છે અને વિસ્તારથી સાતસો કે એનાથી પણ અધિક ભેદ થઇ શકે છે. જેમ કે આત્મા નિત્ય છે. વગેરે. ગમ : જેનાથી જાણી શકાય તેને ગમ કહેવાય છે અથવા અપેક્ષાએ વસ્તુના એક અંશનું ભેદ-પ્રકાર વડે નિરૂપણ કરનારા વાક્યને ‘ગમ’ કહેવાય છે. જેમ કે નૈગમના અનેક ગમ વડે – પ્રકાર વડે વસ્તુનું નિરૂપણ કરે છે. ભંગ : Seled "Dye late - સ્વાવાદની અપેક્ષાથી ભેદ પાડવા, જેમ - Sa¥S, ...:” કથંચિતુ જીવ છે. ઇત્યાદિ સપ્તભંગ દ્વારા સ્વાવાદને સમજાવવામાં ઘણી સરળતા રહે છે. એ રીતે તે ઘણા ઉપયોગી હોવાથી તેનું ટૂંકું સ્વરૂપ આઠમી ગાથામાં આપ્યું છે, તે સાત ભંગ - ભાંગા આ પ્રમાણે થાય છે. (૧) “SeોYS,, »+ Yay: : કથંચિત્ આત્મા છે. આત્મા વર્તમાન સમયે સ્વગુણ પર્યાય (જ્ઞાન-દર્શનાદિ)ની પરિણતિની અપેક્ષાએ અસ્તિ’ છે. અતીત પર્યાય વિનષ્ટ હોવાથી અને અનાગત ભવિષ્ય પર્યાય અનુત્પન્ન હોવાથી અહીં વર્તમાન પર્યાય જ ગ્રહણ ૧. “PDP+g c DeJ" (પ્રમાણનય) એક છોક કોક , કોઈક પરમતત્ત્વની ઉપાસના * ૧૦૪ ક જ છja # ક. ૪ કરવામાં આવ્યો છે. “Pel પદ એ નાસ્તિ અને અવક્તવ્ય ધર્મની અનર્પિતતાનો ઘાતક છે. “Se Yeઈ, »+ Ya} : “કથંચિત્ આત્મા નથી.” પરદ્રવ્યના વર્ણાદિ ધર્મો આત્મામાં નથી, તેમ જ પોતાના ભૂત-ભવિષ્યના પર્યાયો પણ વર્તમાનપણે નથી, માટે તે પરદ્રાદિની અપેક્ષાએ આત્મા નથી. અહીં “Se પદ અસ્તિ અને અવક્તવ્યતાનો સુચક છે. (૩) “Sal+QtPhat } : “કથંચિત્ આત્મા અવક્તવ્ય છે.” કારણ કે અસ્તિ-નાસ્તિ ધર્મ યુગપતુ-એકસાથે વચનથી કહી શકાય તેમ નથી, તેમ જ અસ્તિ, નાસ્તિ આદિ ધર્મોનાં અભિલાપ્ય (વચનગોચર) પર્યાયો કરતાં અનભિલાપ્ય પર્યાયો અનંતગુણા છે, તેથી દરેક દ્રવ્યમાં કથંચિત્ અવક્તવ્યતા રહેલી છે. (૪) “SPAી ¥s, Yઈ, »+ Hayat : “કથંચિત્ આત્મા છે અને નથી.” સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ આત્મા છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ આત્મા નથી, તેમ જ વર્તમાન પર્યાયની અપેક્ષાએ આત્મા છે અને ભૂત-ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ આત્મા નથી. (૫) “S2d6Y+QFt YaRe : “કથંચિતુ આત્મા છે અને અવક્તવ્ય છે.” સ્વપર્યાયાદિની અપેક્ષાએ આત્મા છે અને યુગપતુ-સામાન્ય વિશેષ ઉભયની અપેક્ષાએ સમકાલે વચનથી અગોચર છે. તેથી અવક્તવ્ય છે. “S>d Yagઈ. Y+QP}at Hawat : “કથંચિત્ આત્મા નથી અને અવક્તવ્ય છે.” પરપર્યાયની અપેક્ષાએ આત્મા નથી અને યુગપતું ઉભય વિવક્ષા વડે સમકાલે અવક્તવ્ય છે. “ SS, Yઈ, Y+QPિ}Yag} : “કથંચિત્ આત્મા છે, નથી અને અવક્તવ્ય છે.” સ્વપરપર્યાયાદિની અપેક્ષાએ અનુક્રમે (અસ્તિ-નાસ્તિ) છે, અને નથી, પણ યુગપતું ઉભયની વિવક્ષાએ સમકાલે અવક્તવ્ય છે. પ્રક. શક જાક . છીંક, પરમતત્વની ઉપાસના * ૧૦૫ થી કિ. જઈ શકે છે,

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90