Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 11
________________ બાળક ગર્ભમાં હતો, ત્યારથી જ તેમનાં માતા-પિતાએ વાચક શ્રીરાજસાગરજી મહારાજ પાસે એવી પ્રતિજ્ઞા સ્વીકારી હતી કે “જો અમારે ત્યાં પુત્રનો જન્મ થશે, તો અમો તેને શાસનને સમર્પિત કરી દઇશું.” એક શુભ દિવસે બાળકનો જન્મ થયો. માતાએ એક વખત સ્વમમાં પોતાના મુખમાં ચંદ્રમાને પ્રવેશ કરતો જોયો હતો, તેથી તે બાળકનું નામ “દેવચન્દ્ર” રાખ્યું. - ચન્દ્રની નિર્મળ કળાની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામતો બાળક આઠ વર્ષનો થયો, એક વખત વાચક શ્રી રાજસાગરજી મહારાજ તેમના ઘરે પધાર્યા હતા, ત્યારે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞા મુજબ ધનબાઈએ પોતાના પુત્રરત્નને ગુરુચરણોમાં સમર્પિત કરી દીધો. સંવત ૧૭૫૬માં દશ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી અને તેમનું ‘રાજવિમલ” નામ રાખવામાં આવ્યું, પણ દેવચંદ્રજી નામથી તેમની વધારે પ્રખ્યાતિ અને વધારે પ્રસિદ્ધિ થઇ. તેમના ગુરુદેવનું નામ ઉપાધ્યાય શ્રી દીપચન્દ્રજી મ. હતું. તેમનું વિહારક્ષેત્ર પણ ઘણું વિશાળ હતું. સિન્ધ, મુલતાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મેવાડ, માળવા વગેરે દેશોમાં વિચરીને ધર્મોપદેશ આપીને અનેક ભવ્યજીવોને મોક્ષમાર્ગના અનુરાગી અને અનુયાયી બનાવ્યા હતા. ગુરુસેવા અને ગુરુકૃપાના પ્રભાવે તેમણે અદ્ભુત જ્ઞાન-ખજાનો પ્રાપ્ત કર્યો હતો, તેઓશ્રીએ વિશેષ પ્રાવીણ્ય તત્ત્વજ્ઞાનમાં મેળવ્યું હતું અને તેમાં પણ દ્રવ્યાનુયોગનાં ઊંડાં રહસ્યો પ્રાપ્ત કરી તેને આત્મસાધનાના માર્ગે તેઓશ્રીએ જીવંત કર્યા હતાં. તેઓશ્રીનાં રચેલા આગમવિષયક, યોગવિષયક અને અધ્યાત્મવિષયક અનેક ગ્રંથોના અવલોકનથી પણ તેઓશ્રીની વિશિષ્ટ જ્ઞાનગરિમા અને પ્રતિભાની ઝાંખી થઇ શકે છે. તેઓશ્રીનાં લખેલા ગ્રંથોમાંથી જે ગ્રંથો જિજ્ઞાસુવર્ગ માટે અને વિદ્ધવર્ગ માટે ખૂબ જ માનનીય અને આદરણીય બન્યા છે તેનાં નામ નીચે પ્રમાણે છે : શક. કોક કોક કa.pક પરમતત્ત્વની ઉપાસના + 20 ke je ple ક #l, સ્તોત્રપૂજા, ધ્યાનદીપિકા, ચતુષ્પદ, દ્રવ્યપ્રકાશ, આગમસાર, વિચારરત્નસાર, જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી ટીકા, નયચક્રસાર, ગુરુગુણ છત્રીશી, કર્મગ્રંથ-ટબો, કર્મ-સંવેધ પ્રકરણ, અધ્યાત્મગીતા, વર્તમાન જિનચોવીસી, અતીત જિનચોવીસી, વિહરમાનવીસી, નવપદપૂજાઉલ્લાસ, અષ્ટ પ્રવચનમાતા સજઝાય. આ અને બીજી અનેક સંસ્કૃત-ગુજરાતી ગદ્ય-પદ્ય કૃતિઓ પણ તેઓશ્રીએ રચેલી છે, જે વૈરાગ્ય, ભક્તિ, સંયમ અને ધ્યાનાદિ યોગોમાં મુમુક્ષુ આત્માઓને ખૂબ જ પ્રેરક અને ઉપકારક છે. જ ગુણદેષ્ટિ : તેઓશ્રી ખરતરગચ્છની સમાચારીનું પાલન કરતા હતા, છતાં અન્ય ગચ્છો પ્રત્યે પણ અત્યંત પ્રમોદભાવ રાખતા હતા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. આદિ જ્ઞાની મહાત્માઓ પ્રત્યે તેઓશ્રી અત્યંત આદર અને બહુમાન ધરાવતા હતા. તેઓશ્રીની ગુણદેષ્ટિ અને હૃદયની વિશાળતાથી આકર્ષિત બનેલા તપગચ્છમાં ગીતાર્થ તરીકે પંકાયેલા ૫. જિનવિજયજી મ., પૂ. ઉત્તમવિજયજી મ. તથા પૂ. વિવેકવિજયજી મ. આદિ મહાત્માઓએ તેઓશ્રી પાસે જિનાગમોનું અધ્યયન કર્યું હતું. જ શાસ્રરાગ : જિનાગમાં પ્રતિ તેઓશ્રીનાં હૃદયમાં અપૂર્વ અને અપાર ભક્તિ હતી. પોતાની કૃતિઓમાં ઠેરઠેર તેમણે સિદ્ધાંતોના ઉલ્લેખ બહુમાનપૂર્વક કર્યા છે. ‘આગમસાર' નામના ગ્રંથની રચના કરી. તેઓશ્રીએ જિનાગમોના સારભૂત પદાર્થોનો તેમાં સંગ્રહ કર્યો છે, અને અંતમાં હિતોપદેશ તરીકે ભલામણ કરતાં કહ્યું છે કે “હે ભવ્યાત્માઓ ! જો તમને જિનમતની ચાહના છે, અને જો તમે જિનમતને ઇચ્છો છો, મોક્ષમાર્ગને ચાહો છો, તો નિશ્ચય અને વ્યવહારનય છોડશો નહિ. એટલે કે બેઉ નય માનજો . વ્યવહારનયે ચાલજો અને નિશ્ચયનય સદરહજો . આ માર્મિક શિખામણ આપવા પાછળનો મહાન હેતુ સમજાવતાં તેઓશ્રી કહે છે કે, “જો તમે વ્યવહારનય ઉત્થાપશો, તો જિનશાસનનાં જિક, શક, કઈક કa e Bક પરમતત્ત્વની ઉપાસના * 21 કિ.ક. જો કે,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90