Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 20
________________ ત્રાણ, શરણ અને આધાર છે. તેમના આલંબનથી જ આ આત્માની પ્રભુતા પ્રગટ થઇ શકે છે. શ્રી અરિહંત પ્રભુની સેવા જ શિવસુખ આપવા માટે સમર્થ છે. અસંયમ (આમ્રવ)નો ત્યાગ, અને સંયમ (સંવર પરિણામોનું સેવન એ જ શ્રી અરિહંતની સેવા છે. જિનાજ્ઞાનો આરાધક આરાધનાથી મુક્તિ મેળવે છે. જિનાજ્ઞાની વિરાધક વિરાધનાથી સંસારમાં ભટકે છે. કરવામાં આવે, તો તે પ્રીતિ પણ વિષભરી બની રહે છે. માટે સર્વ ઇષ્ટ પૌગલિક આશાથી પર બની, માત્ર આત્મગુણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે વીતરાગ પરમાત્મા સાથે પ્રીતિ બાંધવી એને જ નિર્વિષ પ્રીતિ કહેવાય છે. જેટલા પ્રમાણમાં પર-પદાર્થો ઉપરની પ્રીતિ ઘટે છે, તેટલા પ્રમાણમાં જ વીતરાગ પરમાત્માની સાથે પ્રીતિ બંધાય છે. વીતરાગની પ્રીતિ એ પ્રશસ્ત રાગ છે, અને પર-પદાર્થોની પ્રીતિ અપ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગ એ પાપસ્થાનક છે, અને પ્રશસ્ત રાગ એ પુણ્યનું ગુણનું સ્થાન છે. પ્રાથમિક ભૂમિકામાં રાગનો સર્વથા ક્ષય થવો સંભવિત નથી. તેથી પર-પુદ્ગલ પદાર્થો પ્રત્યેના રાગને ઘટાડી અને પરમાત્મા પ્રત્યેનો રાગ વધારવો જોઇએ. અપ્રશસ્ત રાગને પ્રશસ્ત રાગમાં પલટાવવાનું આ જ સુંદર સાધન છે. દોષયુક્ત વ્યક્તિ પર રાગ કરવાથી આપણામાં દોષની વૃદ્ધિ થાય છે, અને ગુણયુક્ત વ્યક્તિ પર રાગ કરવાથી આપણામાં ગુણની વૃદ્ધિ થાય છે. ભક્તને જ્યારે વીતરાગ પરમાત્મા પ્રત્યે સાચી પ્રીતિ પ્રગટે છે, ત્યારે તે અન્ય સઘળાં સાંસારિક કાર્યોને ગૌણ કરી - છોડી દઇ અને પરમાત્માનાં જ સ્મરણ, અર્ચન, ધ્યાન અને તેમની ભક્તિ તથા આજ્ઞાપાલન આદિ કરવામાં તત્પર બની જાય છે - પછી ક્ષણવાર પણ તેને પ્રભુના સાનિધ્ય વિના ચેન ન પડે, રાત-દિવસ સૂતાં-જાગતાં કે ઊઠતાં-બેસતાં પ્રતિપળ તેનું મન પ્રભુના અનંત ગુણો અને તેમના મહાન ઉપકારોના સ્મરણમાં જ રમતું રહે છે. અનાદિ નિગોદની ભયાનક જેલમાંથી મુક્ત કરાવનાર અને મનુષ્યભવ આદિ ઉત્તમોત્તમ સામગ્રીનો સુયોગ કરાવનાર અરિહંત પરમાત્માને અને તેમના અગણિત ઉપકારોને ભક્તાત્મા ક્ષણવાર પણ કેમ વીસરી શકે ? જે કપાસિંધુ પરમાત્માની અસીમ કૃપાથી જ આ આત્મા આટલી ઊંચી ભૂમિકા સુધી પહોંચી શક્યો છે, અને હજુ પણ આગળની ઉચ્ચ ભૂમિકાઓને પ્રાપ્ત કરશે, ખરેખર ! તે પરમાત્મા જ આ આત્માનાં પ્રાણ, શક , શક કરેલ છે. દરેક પરમતત્ત્વની ઉપાસના * ૮ શe , share with સમ્યકત્વના લક્ષણો શમ : ઉદયમાં આવેલા કે આવવાના ક્રોધાદિ કષાયોને શમાવવાની ભાવના રાખી, સમતા રાખવી. સંવેગ : ઈચ્છા છે પણ માત્ર મોક્ષ પ્રાપ્તિની. નિર્વેદ : સંસારી જીવને પ્રવૃત્તિ છે, પરંતુ સંસારના પદાર્થોમાં આસક્તિ નથી. અનુકંપા : જગતના સર્વ જીવોને પોતાના સમાન માની સૌ પ્રત્યે વાત્સલ્યભાવ, કરૂણા ભાવ. આસ્થા : શ્રદ્ધા, જિનેશ્વર અને તેમણે બોધેલા ધર્મમાં અપૂર્વ શ્રદ્ધા. શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૯ થી જો કે, જો કે છોક,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90