Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 52
________________ દ્રવ્યપૂજા - જળ, ચંદન, ફૂલ, ધૂપ વગેરેથી કરવામાં આવતી જિનપૂજાથી તેમ જ તેમને વંદન-નમસ્કારાદિ કરવાથી આપણા મન, વચન, કાયાના યોગોની ચપળતા દૂર થાય છે અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. આને “યોગભક્તિ” પણ કહે છે. ભાવપૂજા એ બે પ્રકારની છે, પ્રશસ્ત અને શુદ્ધ. પહેલા પ્રકારની પ્રશસ્ત ભાવપૂજામાં સર્વ દુ:ખના મૂળરૂપ અપ્રશસ્ત રાગાદિના પરિવર્તન માટે ગુણીપુરુષો ઉપર અનુરાગ કરવો આવશ્યક છે. એથી પ્રશસ્તભાવો ઉત્પન્ન થાય છે તથા રત્નત્રયીનો ક્ષાયોપશમ ભાવ પ્રગટે છે અને ક્ષાયિક-સંપૂર્ણ રત્નત્રયી પ્રગટાવવાની તીવ્ર રુચિ જાગ્રત થાય છે. અરિહંતાદિ પરમેષ્ઠીઓનો પ્રશસ્તરાગ એ નૂતન ગુણોને પ્રાપ્ત કરવાનો અને પ્રાપ્ત થયેલા ગુણોને સ્થિર કરવાનો ઉત્તમ ઉપાય છે. તેને આસંગભક્તિ” કહે છે. બીજા પ્રકારની શુદ્ધ ભાવપૂજામાં અરિહંત પરમાત્માના અનંતગુણોનું બહુમાનપૂર્વક ચિંતન, મનન અને ધ્યાન ધરી શ્રદ્ધા, ભાસન અને રમણતાદિ દ્વારા પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં લયલીન થવાય છે અને અનુભવરસનો આસ્વાદ કરાય છે. આવી પૂજાને તાત્ત્વિક ભક્તિ અથવા પરાભક્તિ કહે છે. સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિવાળા ઉત્તમ આત્માઓ એનાં અધિકારી હોય છે. કારણ કે તે ઉત્તમ પુરુષો પોતાની ભૂલ આત્મપરિણતિને પ્રભુની પ્રભુતામાં લીન-તન્મય બનાવી શકે છે. ધન્ય છે એ મહાનુભાવોને કે જેઓ સદાય પરમાત્માની એ પ્રભુતાને પોતાના આત્મપરિણતિરૂપી ખોળામાં રમાડી રહ્યા છે. જે શુદ્ધ ભાવપૂજાનું ફળ : શુદ્ધ આત્મસ્વભાવમાં તન્મયતા પ્રાપ્ત થતાં પૂર્ણ શુદ્ધ આત્મદશા પ્રગટે છે. સૌ પ્રથમ “પરમાત્મા સમાન મારી આત્મસત્તા છે” તેથી હું પણ અનંતગુણી છું, ““flac - તે પરમાત્મા એ જ હું છું” એવો નિશ્ચયાત્મક ભાવ અર્થાતુ સમ્યગદર્શન પ્રગટે છે અને સ્વાદુવાદમથી શુદ્ધ એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૭૨ ક. દરેક toples.es સત્તાનું સમ્યગૃજ્ઞાન પ્રાપ્ત થાય છે, પછી જેટલા અંશે આત્મસત્તા પ્રગટી હોય છે, તેટલા અંશે તેમાં રમણતા રૂપ (તેના અનુભવ-સ્વરૂપ) ચારિત્ર ગુણ પ્રગટે છે. પછી એ ચારિત્ર ગુણનો વિકાસ થતાં અનુક્રમે કેવલજ્ઞાન અને સિદ્ધપદની પણ પ્રાપ્તિ થાય છે. પરમાત્મા પોતાના શુદ્ધ સ્વભાવના જ કર્તા છે. પરકર્તુત્વ એ જીવદ્રવ્યનો ધર્મ નથી; તેથી પરમાત્મા પરજીવના મોક્ષના કત થઇ શકતા નથી, અને એ પરમાત્મા પોતાનું જ્ઞાનાદિ ધન બીજા કોઇને આપી શકતા નથી, છતાં એ જ પરમાત્માની ઉપાસનાથી - સેવાથી સેવક સંપૂર્ણ સિદ્ધિસુખને મેળવી શકે છે. અરિહંત પરમાત્માને “નિજસમ ફળદ”ની ઉપમા દ્વારા નવાજવામાં આવે છે, એટલે કે તેઓ પોતાની સમાન ફળ આપનારા છે. ‘નમોત્થણં' સૂત્રમાં “e..taો ...at :, ÜHë Pak ltk lmft }6 }xaછે આ ચાર પદોની સંપદાનું નામ “નિજસમ ફળદ” છે. તેનો ભાવાર્થ એ જ થાય છે કે જિનેશ્વર પરમાત્મા પોતે રાગદ્વેષને જીતનારા છે અને અન્ય જીવોના રાગદ્વેષને જિતાડનારા છે, પોતે સંસારથી તરનારા છે, અન્ય જીવોને સંસારથી તારનારા છે, પોતે સંપૂર્ણ જ્ઞાન બોધને પામેલા છે અને બીજાને સંપૂર્ણ જ્ઞાન-બોધને પમાડનારા છે તથા પોતે કર્મથી મુક્ત થયેલા છે અને તેઓ બીજાને કર્મથી મુક્ત કરાવનારા છે. પ્રભુના બતાવેલા સિદ્ધાંતોનો સાપેક્ષદૃષ્ટિથી સમન્વય સાધી સર્વ ભવ્યાત્માઓએ પોતાના પૂર્ણશુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે અને પરમાત્માની શુદ્ધ ભાવપૂજામાં તન્મય બનવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. બિચારી બુદ્ધિ ! હું ચૈતન્ય સ્વરૂપ છું તેનું અનુભવ-પ્રમાણ બુદ્ધિ પગલિક હોવાથી કેવી રીતે કરી શકે ? હું ચૈતન્ય સ્વરૂપ છું. મને જન્મ, મરણ, રોગ, શોક નથી તેવું બુદ્ધિમાં ઉતરતું નથી અને આત્મજ્ઞાનમાં વિશ્વાસ નથી. તેથી મનુષ્યના દુ:ખો પણ ટળતા નથી. શકે છે , કઈ ક ક , પરમતત્વની ઉપાસના * ૭૩ શોક જોક ઝાંક, જો છોક,

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90