Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 61
________________ સ્ફટિક જેવા સ્વચ્છ નિર્મળ એવા મારા આત્માને તેમાં રહેલી રાગદ્વેષની મલિન, પરિણતિને દૂર હટાવવાનો પુરુષાર્થ કરવાથી આત્માના શુદ્ધ સ્વરૂપને જોઇ, જાણી અને અનુભવી શકાય છે. પરપુદ્ગલ અનુયાયી બનેલી આત્મશક્તિઓને બીજા શુભ આલંબન વિના માત્ર આપબળે આત્મસ્વરૂપમાં જોડી શકાતી નથી. તેથી મારે સૌ પ્રથમ જેમના સર્વ વિશેષ સ્વભાવો (જ્ઞાનાદિ ગુણો) પૂર્ણ શુદ્ધરૂપે પ્રગટેલા છે, તે મારા સ્વજાતીય અરિહંત પરમાત્મા સાથે પ્રીતિ, ભક્તિ, આજ્ઞાપાલન અને ધ્યાનાદિ વડે આત્મશક્તિઓને જોડવી જોઇએ, જેથી પરમાત્મ સ્વરૂપમાં તન્મય બનેલી મારી જ્ઞાનાદિ શક્તિઓ, આત્મસ્વરૂપને યથાર્થ રીતે ઓળખી તેમાં તન્મય બની શકે. આ પ્રમાણે વિચારણા કરી સાધક પરમાત્માની દ્રવ્યપૂજા, ભાવપૂજા , ભક્તિ અને આજ્ઞાપાલન આદિ કરતો કરતો જયારે ધ્યાનાવસ્થામાં આવી નિશ્ચલ ધ્યાનને સિદ્ધ કરવા પ્રયાસ કરે છે, ત્યારે તે આત્મા નિશ્ચલ, નિર્મલ અને નિર્વિકલ્પ આત્મસ્વરૂપનો અનુભવ કરી શકે છે. આ રીતે નયસાપેક્ષ ભૂમિકાભેદથી સામાન્ય અને વિશેષ સ્વભાવની મુખ્યતા અને ગૌણતા હોય છે, તેનો વિવેક, અનુભવી સદ્ગુરુવર્યો પાસેથી પ્રાપ્ત કરી સાધક આત્માએ આધ્યાત્મિક સાધનામાં તેનો પ્રયોગ કરવો જોઇએ. જ્ઞાનસાર અષ્ટકમાં પણ પૂર્વોક્ત વિચારણા માટે કહ્યું છે કે નિશ્ચયનયની દૃષ્ટિએ સર્વ જીવાત્મા કર્મથી અલિપ્ત છે; પણ વ્યવહારનયની દૃષ્ટિએ સર્વ જીવાત્મા કર્મથી લિપ્ત છે. સમ્યગુજ્ઞાની અલિપ્તદષ્ટિથી શુદ્ધ થાય છે, અને ક્રિયાવાન લિસદૃષ્ટિથી શુદ્ધ બને છે.” સાધકને બંને દૃષ્ટિઓની સાધનામાં સમાન આવશ્યકતા છે. છતાં ભૂમિકાભેદથી જ્યારે એકની મુખ્યતા હોય છે ત્યારે બીજીની ગૌણતા હોય છે, પરંતુ તેથી એ બંનેની શક્તિમાં કોઇ જૂનાધિકતા હોતી નથી. 1. ¥d# dpřxæ dl#p tal,: J વૈhydI#Re He delfat di#Peace JJ (જ્ઞાનસાર) છક #લ . કૉલ કરે પરમતત્ત્વની ઉપાસના * ૯૦ ] છો 54 se have પોતપોતાની ભૂમિકામાં બંનેની પ્રધાનતા હોઇ બંનેની શક્તિ એકસરખી હોય છે. અધ્યાત્મ-સાધનામાં મહાન ઉપયોગી પરાભક્તિનું (અરિહંત પરમાત્માની શુદ્ધ ભાવપૂજાનું) રહસ્ય તથા તેની પ્રાપ્તિના ઉપાયોનો નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યો છે પ્રથમ ગાથામાં “ધર્મ જગનાથનો ધર્મશુચિ ગાઇએ, આપણો આતમાં તેવો ભાવીએ' આ પંક્તિ દ્વારા પરાભક્તિના પ્રથમ સોપાનરૂપે શુદ્ધ ધર્મની સુતિ અને પરમાત્મપ્રભુ સાથે તુલ્યતા ભાવન કરવાનું સૂચવ્યું છે. જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી” આ પંક્તિ દ્વારા પ્રભુ સાથે એકતા-તન્મયતા સાધવાનું સૂચવ્યું છે. પ્રભુ સાથે એકમેક – તન્મય બનવાની રુચિ એ સમ્યગદર્શન છે, તેના ઉપાયોનું જ્ઞાન એ સમ્યગૃજ્ઞાન છે અને તન્મયતાનો અનુભવ એ સમ્યકુચારિત્ર છે. પરાભક્તિ, સમાધિ, મગ્નતા વગેરે પર્યાયવાચી શબ્દો છે. પદસ્થ ધ્યાનમાં જપાદિ વડે નામ અરિહંત સાથે એકતા સધાય છે. રૂપસ્થ ધ્યાનમાં જિનમૂર્તિના ધ્યાનથી સ્થાપના અરિહંત સાથે એકતા સધાય છે. પિંડસ્થ ધ્યાન વડે દ્રવ્ય અરિહંતની સાથે એકતા સધાય છે. રૂપાતીત ધ્યાન વડે ભાવ અરિહંત સાથે એકતા સધાય છે. અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલો આત્મા આગમથી ‘ભાવઅરિહંત' કહેવાય છે. એકતાભાવનાથી જ અભેદ પ્રણિધાન સિદ્ધ થાય છે અને અભેદ પ્રણિધાન એ જ તાત્ત્વિક ભાવ નમસ્કાર કે પરાભક્તિ છે. તેના સતત અભ્યાસથી આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર – ભેદ દૂર થઇ જાય છે. સર્વ કોઇ મુમુક્ષુ આત્માઓએ પાસે રહેલા અન્તર્યામી પ્રભુ સાથે મળવાનો, અર્થાત્ આત્મસ્વરૂપમાં તન્મયતા સાધવાનો અભ્યાસ અવશ્ય કરવો જોઇએ. એ જ સર્વ યોગોનો સાર છે...! એ જ સર્વ આગમોનું પરમ રહસ્ય છે...! પ્રક. શક જાક . શક પરમતત્વની ઉપાસના * ૯૧ થી ૪ *ક જ છja.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90