Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 63
________________ ભાષ્યમાં પણ નામ, સ્થાપનાને જ ઉપકારી કહ્યાં છે. કેમ કે પરમાત્માનો દ્રવ્યનિક્ષેપ પિંડરૂપ છે અને ભાવ અરૂપી છે, તેથી તેનું ગ્રહણ થઇ શકતું નથી. સમવસરણમાં બિરાજમાન સાક્ષાતુ અરિહંત પરમાત્માનાં નામ અને સ્થાપના જ છદ્મસ્થ જીવોને ગ્રાહ્ય બને છે. માટે તે જ મહાન ઉપકારી છે. ભાવ તો વંદન કરનારનો લેવો જોઇએ. ઠવણા સમવસરણે જિનસેતિ, વાળ જો અભેદતા વાધી રે ! એ આત્માના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે // ભO || ૭ || સમવસરણમાં બિરાજમાન સ્થાપના જિનના આલંબને જે મારી ચેતનાની અભેદતા (અભેદ-પ્રણિધાન)ની વૃદ્ધિ-સિદ્ધિ થઇ છે, તેથી અનુમાન થાય છે કે મારા આત્મામાં સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની યોગ્યતા રહેલી છે. એટલે કે અલ્પકાલે જ આત્મસ્વભાવમાં પૂર્ણ રમણતા – તન્મયતા પ્રાપ્ત થશે. ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, વાળ રસનાનો ફલ લીધો રે .. ‘દેવચંદ્ર' કહે મારા મનનો, સકલ મનોરથ સીધો રે || ભO || ૮ || બહુ સારું થયું કે મેં પ્રભુનાં ગુણગાને કર્યા અને રસનાનું વાસ્તવિક ફળ પ્રાપ્ત કર્યું અર્થાતુ વાણીને સાર્થક કરી. દેવચંદ્રમુનિ કહે છે કે આજે મારા મનના સકલ મનોરથો પૂર્ણ થયા છે. ૨સોળમાં સ્તવનનો સાર : આ સ્તવનમાં શાસ્ત્રોક્ત યુક્તિઓ દ્વારા જિનપ્રતિમાની ઉપકારકતા બતાવવામાં આવી છે. જિન પ્રતિમામાં અપેક્ષાએ અરિહંતપણું અને સિદ્ધપણું રહેલું છે. એમ ત્રણ કે છ નયનું માનવું છે તે આ પ્રમાણે(૧) નૈગમ નય : જિનપ્રતિમાના દર્શનથી શ્રી અરિહંત દેવ તથા સિદ્ધ પરમાત્માનો સંકલ્પ પ્રતિમામાં થાય છે. જેમ કે “આ અરિહંત કે સિદ્ધ ભગવાન છે” અથવા અસંગાદિ ગુણોથી પૂર્ણ અને છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૯૪ | . . . #j શાંતસુધારસમય તદાકારતારૂપ અંશ પ્રતિમામાં રહેલો છે. માટે નૈગમ નયના મતે જિનપ્રતિમા એ અરિહંત તથા સિદ્ધસ્વરૂપ છે. સંગ્રહ નય : બુદ્ધિ દ્વારા શ્રી અરિહંત કે સિદ્ધ પરમાત્માના સર્વગુણોનો સંગ્રહ કરીને પ્રતિમા ઘડવામાં આવી છે તેથી સંગ્રહ નયની અપેક્ષાએ પ્રતિમા અરિહંત કે સિદ્ધરૂપ છે. (૩) વ્યવહાર નય : પ્રતિમાનાં દર્શન, વંદન, નમસ્કાર અને પૂજન વખતે સર્વ વ્યવહાર અરિહંત કે સિદ્ધ પરમાત્માને ઉદ્દેશીને થાય છે જેમ કે “હું અરિહંતનાં દર્શન, વંદન, પૂજનાદિ કરું છું.” આમ વ્યવહાર નય પણ જિન પ્રતિમાને અરિહંત કે સિદ્ધ માને છે. ઋજુસૂત્ર નય : જિનપ્રતિમા જોઇને સર્વ ભવ્યાત્માઓને “આ અરિહંત કે સિદ્ધ પરમાત્મા છે' એવો વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ વિકલ્પ વડે જ પ્રતિમાની સ્થાપના થયેલી છે. આ રીતે ઋજુસૂત્ર નયની દૃષ્ટિથી પ્રતિમા અરિહંત કે સિદ્ધરૂપ છે. (૫) શબ્દ નય : અરિહંત અને સિદ્ધશબ્દની પ્રવૃત્તિ જિનપ્રતિમામાં થાય છે. માટે શબ્દ નયે પ્રતિમા અરિહંત કે સિદ્ધ છે. સમભિરૂઢ નય : અરિહંતના પર્યાયવાચી શબ્દો - સર્વજ્ઞ, તીર્થકર, જિનેશ્વર, જિન વગેરેની પ્રવૃત્તિ પણ પ્રતિમામાં થાય છે, પરંતુ કેવલજ્ઞાનાદિ ગુણો કે સિદ્ધત્વ પ્રતિમામાં નહિ હોવાથી એવંભૂત નયની પ્રવૃત્તિ પ્રતિમામાં થતી નથી. પણ એવંભૂત નયની પ્રવૃત્તિ ભાવ અરિહંત અને સિદ્ધમાં જ થાય છે. પ્રથમના ત્રણ નયની વિચારણા ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં પણ ઉપર્યુક્ત રીતે કરવામાં આવી છે. બાકીના ત્રણ નાની વિચારણા ઉપચારથી જાણી લેવી. જિનપ્રતિમા એ મોક્ષનું પ્રધાન નિમિત્ત (કારણ) છે, તેથી નિમિત્ત કારણરૂપે સાતે નયોની અપેક્ષાએ પ્રતિમા અને સાક્ષાત્ અરિહંત બંને સમાન ઉપકારી છે. નૈગમાદિ સાતે નયો દ્વારા જિન સ્થાપનાની નિમિત્ત કારણતા આ પ્રમાણે છે : શકે છે , શક, , છ, પરમતત્વની ઉપાસના * ૯૫ થી ક. #le + 9,

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90