Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 64
________________ (૧) સંસારી જીવને જિનપ્રતિમા જોવાથી અરિહંતનું સ્મરણ થાય છે અથવા જિનપ્રતિમાના વંદનથી જીવે પોતાના સ્વભાવને સન્મુખ થાય છે. આ નૈગમ નયે પ્રતિમાની નિમિત્તકારણતા છે. (૨) જિનપ્રતિમા જોતાં પ્રભુના સર્વ ગુણોનો સંગ્રહાત્મકરૂપે બોધ થાય છે અને તે આત્મતત્ત્વની સન્મુખતામાં અદ્ભુત સહાય કરે છે તે સંગ્રહ નયે નિમિત્તકારણતા છે. (૩) જિનપ્રતિમાને થતાં વંદન, નમસ્કારાદિનો વ્યવહાર એ મોક્ષસાધક છે, માટે આત્મસાધનામાં તત્પર બનેલા સાધકને સાધનામાં નિમિત્ત કારણ જિનપ્રતિમા છે. આ વ્યવહાર નયે નિમિત્તકારણતા જિનપ્રતિમાના દર્શનથી આત્મતત્ત્વની ઇહા - ઇચ્છારૂપ ઉપયોગ ઉત્પન્ન થાય છે, જેમ કે “હું પણ ક્યારે આવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામીશ ? આ ઋજુસૂત્ર નયે પ્રતિમાની નિમિત્તકારણતા છે. (૫) જિનપ્રતિમાના આલંબન દ્વારા આત્માની ઉપાદાન શક્તિ પ્રગટ થઇ, અર્થાતુ સમ્યગદર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થઇ તે શબ્દ નયે પ્રતિમાની નિમિત્તકારણતા છે. પ્રતિમાના આલંબને અનેક પ્રકારે જ્ઞાનાદિ ગુણોની પ્રવૃત્તિ એટલે કે આત્મસ્વભાવ સન્મુખ થવાથી તત્ત્વરમણતા પ્રાપ્ત થાય છે તે સમભિરૂઢ નયની અપેક્ષાએ પ્રતિમાની નિમિત્તકારણતા છે. (૭) પ્રતિમાના નિમિત્તથી આત્મસ્વભાવમાં રમણતા થતાં જ્યારે શુદ્ધ - શુક્લ – ધ્યાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે સંપૂર્ણ નિમિત્તકારણતાના યોગે ઉપાદાનની પૂર્ણ કારણતા પ્રગટે છે, તે પ્રતિમાની એવંભૂત નયે નિમિત્તકારણતા છે. નિમિત્તકારણનો એવો સ્વભાવ છે કે તે અવશ્ય ઉપાદાનકારણતા ઉત્પન્ન કરે છે અને ત્યાર પછી ઉપાદાનકારણ કાર્યરૂપે પરિણમે છે. આ પ્રમાણે જિનપ્રતિમા મોક્ષનું નિમિત્ત કારણ છે. માટે સર્વ યોગોની સિદ્ધિ પ્રતિમાના આલંબનથી થાય છે. “યોગદૃષ્ટિ સમુચ્ચય'માં મિત્રાદિ યોગની જે આઠ દૃષ્ટિઓ બતાવવામાં આવી છે, તેમાંથી મિત્રો, શક , શક કરેલ જs ] પરમતત્ત્વની ઉપાસના * ૯૬ શe , તારા, બલા અને દીપ્રા દૃષ્ટિની પ્રાપ્તિ સુધી યથાયોગ્ય રીતે ૪ જુસૂત્ર નયે જિન પ્રતિમાની નિમિત્તકારણતા ઘટાવી શકાય છે. અર્થાત્ જિન પ્રતિમાના આલંબનથી મિત્રાદેષ્ટિની ભૂમિકા પ્રાપ્ત થાય તો નૈગમ નયની અપેક્ષાએ તેની કારણતા ઘટાવી શકાય. આ રીતે બાકીની દૃષ્ટિઓમાં પણ સમજવું. - જિન પ્રતિમાનાં દર્શનથી સ્થિરા દૃષ્ટિ અર્થાતુ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય તો શબ્દ નયે નિમિત્ત કારણતા જાણવી. આ રીતે દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત દશા રૂપ કાંતા દૃષ્ટિ અને પ્રભા દૃષ્ટિની પ્રાપ્તિ જિન પ્રતિમાના આલંબને થાય તો, સમભિરૂઢ નયની અપેક્ષાએ તેની નિમિત્તકારણતા છે, અને શુદ્ધ-શુક્લ ધ્યાનની પ્રાપ્તિ એટલે કે પરાષ્ટિની પ્રાપ્તિ થાય તો એવંભૂત નયે પ્રતિમાની નિમિત્તકારણતા જાણવી. અહીં પરાભક્તિની પરાકાષ્ઠા હોય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતાયોગની પ્રાપ્તિ પણ જિન પ્રતિમાના આલંબનથી અવશ્ય થાય છે તેમ જ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનો સમાવેશ પણ ઉપર્યુક્ત યોગોમાં થયેલો હોવાથી તેમની પ્રાપ્તિમાં પણ જિન પ્રતિમાની નિમિત્તકારણતા નયભેદે ઘટાવી લેવી. જિને પ્રતિમાનાં દર્શન વંદનથી યોગની ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. “યોગવિશિકા”માં બતાવેલા પાંચે સ્થાનાદિ યોગોમાં “જિન પ્રતિમા’ના આલંબને ચોથા “આલંબન યોગ” તરીકે દર્શાવેલ છે. પ્રતિમાના આલંબનથી “આલંબન” યોગની પણ પ્રાપ્તિ થાય છે, તે સિવાય યોગની સિદ્ધિ થતી નથી. માટે “જિન પ્રતિમા” એ સર્વ યોગોને ઉત્પન્ન કરનાર હોવાથી “યોગ જનની છે. - જિન પ્રતિમાથી ચાર અનુષ્ઠાનોની સિદ્ધિ : જિન પ્રતિમાનાં દર્શનથી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ પ્રગટ થાય છે. તેમ જ તેમના કહેલા ધર્મતત્ત્વને જાણવાની તેમજ તેનું વિધિપૂર્વક પાલન કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે, અને પક છીંક શક , પરમતત્વની ઉપાસના * ૯૭ ક. ૪ ક. આ જ

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90