Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 60
________________ જે મુમુક્ષુ આત્મા પોતાના મનમંદિરમાં સદા ધર્મનાથ પ્રભુનું ધ્યાન કરે છે તે દેવોમાં ચંદ્ર સમાન નિર્મલ નિજ સિદ્ધિસુખને પામે છે. પંદરમા સ્તવનનો સાર : આ સ્તવનમાં સામાન્ય સ્વભાવનાં અને વિશેષ સ્વભાવનાં લક્ષણો બતાવી અધ્યાત્મ સાધનામાં તેનો ઉપયોગ કરવાની ચાવી - રીત બતાવવામાં આવી છે. (૧) સામાન્ય સ્વભાવ - સામાન્ય સ્વભાવ એ પદાર્થ-દ્રવ્યનો મૂલ ધર્મ છે. તે સદા નિરાવરણ હોય છે. તેને કદી કર્મ સ્પર્શતાં નથી. સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યોમાં હોય છે, તેનું લક્ષણ છે : “નિત્ય, નિરવયવ, એક, અક્રિય અને સર્વગત.” દા.ત. નિત્યતા એ ‘સામાન્ય સ્વભાવ’ છે, કારણ કે તે નિત્યપણું સદા હોય છે, તે એક જ છે, તેને પ્રદેશરૂપ અવયવ નથી, તે જાણવા વગેરેની ક્રિયા કરતું નથી અને તે નિત્યપણું સર્વ દ્રવ્યમાં, પ્રદેશમાં, ગુણમાં, પર્યાયમાં વ્યાપક હોય છે. માટે તેને ‘સામાન્ય સ્વભાવ’ કહે છે. એ જ રીતે અસ્તિતા સદા હોય છે, તે એક જ છે, તેને અવયવો નથી, તેમ જ સર્વમાં વ્યાપક છે. તેથી ‘અસ્તિતા’ એ ‘સામાન્ય સ્વભાવ' છે. (૨) વિશેષ સ્વભાવ - જે અનિત્ય, સાવયવ, અનેક, સક્રિય અને સર્વગત ન હોય તે ‘વિશેષ સ્વભાવ’ છે. દા.ત. જ્ઞાનાદિ ગુણો. સામાન્ય વિશેષ સ્વભાવમય સર્વ પદાર્થ હોય છે. દ્રવ્યમાં સામાન્ય સ્વભાવ વિના વસ્તુની સત્તા ન ઘટે, અને તેમાં વિશેષ સ્વભાવ વિના કાર્ય ન થાય – પર્યાયની પ્રવૃત્તિ ન થાય. માટે સામાન્ય સ્વભાવ વિના વિશેષ સ્વભાવ રહી શકતો નથી અને વિશેષ સ્વભાવ વિના સામાન્ય સ્વભાવ રહી શકતો નથી, તેથી આત્મસાધનામાં પણ તે બંનેની સમાન ઉપયોગિતા છે. નયભેદે તેનો વિવેક અને ભૂમિકા અનુસાર તેનો પ્રયોગ કરવામાં આવે તો તે મહાન લાભદાયક બને છે. ધ્યાનદશામાં સામાન્ય સ્વભાવનો પ્રયોગ : ૧. સાધક પોતાના કેવલજ્ઞાનાદિ વિશેષ ગુણો, જે કર્મથી આવૃત છે, »xa# çYÜ çYl+2}¢ exae TM * 'ō (વિશેષાવશ્યક) પરમતત્ત્વની ઉપાસના * ૮૮ તેને નિરાવરણ - પ્રગટ કરવા પૂર્ણશુદ્ધગુણી પરમાત્માની સ્તુતિ, ભક્તિ અને રૂપસ્થ ધ્યાનાદિ વડે તેમનાં સ્વરૂપમાં એકાગ્ર – તન્મય બનીને પોતાની આત્મસત્તા પણ ‘પૂર્ણશુદ્ધ ગુણપર્યાયમયી છે’ એવી ભાવના ભાવે છે. જેવો 'પરમાત્માનો શુદ્ધ સ્વભાવ છે તેવો જ મારા આત્માનો સ્વભાવ છે, કારણ કે દરેક જીવની જીવત્વજાતિ એક જ છે, તેની અપેક્ષાએ જીવ એક જ છે. સિદ્ધતા એ જ જીવનું પોતાનું સ્વરૂપ છે, જીવત્વજાતિ કદી પણ પલટાતી નથી, જ્ઞાનાદિ વિશેષ સ્વભાવ કર્મથી આવૃત્ત હોવા છતાં સામાન્ય સ્વભાવ શુદ્ધ આત્મસત્તા સ્ફટિકરત્નની જેમ નિરાવરણ છે. આવી શુદ્ધ ભાવનાથી ભાવિત થયેલો આત્મા જ્યારે પોતાના આત્મસ્વરૂપનું વારંવાર સ્મરણ કરે છે, ધ્યાન કરે છે, ત્યારે તેને સ્વરૂપ-રમણતા પ્રાપ્ત થાય છે, અને આત્માનુભવના અમૃતનો આસ્વાદ કરતો આત્મા સ્વરૂપમાં મગ્ન બને છે. વ્યવહાર ભૂમિકામાં વિશેષ સ્વભાવનો પ્રયોગ : સાધકે વ્યવહારદશામાં પરપુદ્ગલના યોગે રાગદ્વેષ કે વિષયકષાયથી પોતાના આત્માને લિપ્ત થયેલો જાણી અશુદ્ધ માનવો જોઇએ. હું પુદ્ગલનો ભોગી બની તેમાં જ આસક્ત બનું છું, જડ પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટ કલ્પના કરી રાગદ્વેષ કરું છું, સર્વ પરપદાર્થોને મારા માનું છું, તે સર્વમાં કર્તૃત્વનું અભિમાન સેવું છું. આ રીતે હું પરપદાર્થોમાં મોહિત બની, નવાં નવાં અશુભ કર્મો બાંધી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું. - પરપુદ્ગલ પદાર્થોની આસક્તિથી મારા આત્મામાં રાગ-દ્વેષની પરિણતિ ઘડાઇ રહી છે. જેમ સ્ફટિકરત્નની પાછળ મૂકેલા નીલા કે લાલ વસ્ત્રના યોગે સ્ફટિક પણ નીલો કે લાલ દેખાય છે. પરંતુ તે વસ્ત્રને ખસેડી લેવાથી પુનઃ સ્ફટિકનું મૂળ શ્વેત - ઉજ્જવળ સ્વરૂપ જોઇ શકાય છે, તેવી રીતે ......ch "ami, ma a "...étJ (સિદ્ધપ્રાભૂત) ૧. ૨. »xr YÉæ J (સુયગડાંગ) ૩. ... .#Sfæ Çäh: J પરમતત્ત્વની ઉપાસના * ૮૯

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90