Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 54
________________ પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે સ્થિરમન સેવ । દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ । વિ∞ || ૭ || આ પ્રમાણે જે કોઇ મુમુક્ષુ પરમાત્માની વિમલતાને ઓળખીને સ્થિર મનથી પ્રભુની સેવા-ભક્તિ કરે છે તે (સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ પામી) અનુક્રમે સર્વ કર્મ-ઉપાધિનો ક્ષય કરી ચંદ્ર સમાન ઉજ્જવલપદને એટલે કે નિર્મલ આનંદને સ્વયં પ્રાપ્ત કરે છે. તેરમા સ્તવનનો સાર : પરમાત્માની વિમલતા અનંત છે. એક એક પ્રદેશમાં અનંતાગુણો અને અનંતા પર્યાયો છે. સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તે સર્વે ગુણપર્યાયોની અસ્તિતા છે પણ પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી નાસ્તિતા છે. નાસ્તિ પર્યાય પણ દ્રવ્ય પ્રતિષ્ઠિત છે. એટલે પર-પદાર્થની કે પરગુણપર્યાયની નાસ્તિતા એ પણ આત્મામાં અસ્તિત્વરૂપે રહેલી છે. જો પરપદાર્થનું નાસ્તિપણું આત્મામાં ન હોય તો આત્મા પરરૂપે બની જાય ! પરંતુ એમ સંભવતું નથી, માટે સિદ્ધ થાય છે કે પરની નાસ્તિતા પણ અસ્તિત્વરૂપે પ્રત્યેક પદાર્થમાં રહેલી હોય છે. સિદ્ધ પરમાત્મામાં કે અરિહંત પરમાત્મામાં કેવલજ્ઞાનાદિ અનંત ગુણોની અસ્તિતાનું વર્ણન પૂર્વે થયેલું છે, એટલે અહીં નાસ્તિતારૂપ અનંતતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અસ્તિપર્યાય કરતાં નાસ્તિપર્યાયની અનંતતા અનંતગુણી અધિક છે. જેમ સિદ્ધજીવોમાં સિદ્ધત્વ, કેવલજ્ઞાન અસ્તિપણે છે અને પુદ્ગલાદિ દ્રવ્યોનો અભાવ તથા તેના ગુણ-પર્યાયોનો (વર્ણ, ગંધ, રસાદિનો) અભાવ નાસ્તિપણે રહેલો છે, તેમજ કેવલજ્ઞાનગુણમાં અમૂર્તત્વ, ચેતનત્વ, સર્વનેતૃત્વ, અપ્રતિપાતિત્વ અને નિરાવરણત્વાદિ સ્વપર્યાયોનું અસ્તિત્વ રહેલું છે. તેમ કેવલદર્શનાદિ અનંતાગુણોના સર્વદર્શિત્વાદિ પર્યાયોનો અભાવ હોવાથી તેમનું નાસ્તિત્વ પણ રહેલું છે. આ પ્રમાણે સર્વ ગુણોના સ્વપર પર્યાયની અપેક્ષાએ અસ્તિતા અને નાસ્તિતા પરમાત્મામાં રહેલી છે. [10] પરમતત્ત્વની ઉપાસના * ૭૬ પરમાત્માની અદ્ભુત અનંત નિર્મળતાનાં જે આદર અને બહુમાનપૂર્વક ચિંતન, મનન અને ધ્યાન કરે છે અને તેમાં જ એકાકાર બની જાય છે તે તેવા જ પ્રકારની વિમલતાને પ્રાપ્ત કરે છે. કેટલી અદ્ભુત અને આશ્ચર્યકારી આ ઘટના છે ! “જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.” જિનેશ્વર પરમાત્માના સ્વરૂપમાં તન્મય બનીને, પોતાના આત્માને જિનેશ્વરથી અભિન્ન માનીને જે જિનેશ્વરનું ધ્યાન કરે છે તે અવશ્ય જિનેશ્વર બને છે. ◊ ◊ આત્મ-શક્તિ એક સમર્થ મહાપુરૂષમાં જેટલી શક્તિ પ્રગટ થઈ છે, તેટલી શક્તિ સામાન્ય મનુષ્યમાં પણ હોય છે. પરંતુ એ સમર્થ પુરૂષોએ ભૌતિક જગતના પ્રલોભનોમાં વેડફાઈ જતી શક્તિઓને અટકાવી આત્મ-સ્ફુરણા વડે પરમતત્ત્વમાં જોડી અને તેને પ્રગટ કરી. જ્યારે સામાન્ય મનુષ્યની શક્તિઓ જમીનમાં બીજ રોપ્યા પછી જળ સિંચન કે ખાતર નહિ આપેલા અનંકુરિત બીજ જેવી થઈ જાય છે. હોય કે પરમતત્ત્વની ઉપાસના * ૭૭

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90