Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 34
________________ (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવના (હું તુજ આગળ શું કહ્યું કેસરિયા લાલ... એ દેશી) શ્રી પદ્મપ્રભજિન ગુણનિધિ રે લાલ, જગતારક જગદીશ રે વાલેસરો જિન ઉપકાર થકી લહે રે લાલ, ભવિજન સિદ્ધિ જગીશ રે, વાલેસર / તુજ || ૧ // તુજ દરિસણ મુજ વાલ હો રે લાલ, દરિસણ શુદ્ધ પવિત્ત રે વાલેસર ! દરિસણ શબ્દ નયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે વાલેસર / તુજ0 | ૨ ||. શ્રી પદ્મપ્રભ ભગવાન ગુણના ભંડાર છે, ભવ્ય જીવોને ભવસમુદ્રથી તારનારા છે, જગતના ઇશ-સ્વામી છે, પ્રભુની કૃપાથી ભવ્ય જીવો સિદ્ધિસુખની સંપત્તિને મેળવે છે. હે પ્રભુ ! આપનું નિર્મલ દર્શન મને અત્યંત વલ્લભ - પ્રિય લાગે છે. ખરેખર ! આપનું દર્શન (મૂર્તિદર્શન કે જિનેશ્વરનું શાસન અથવા સમ્યગુદર્શન - સમ્યકત્વ, દર્શન શબ્દના આ ત્રણ અર્થ છે.) પરમ શુદ્ધ છે. પવિત્ર છે, કારણ કે તેના દ્વારા આત્મા કર્મમલથી રહિત બને છે, નયની અપેક્ષાએ આ જ વાતનું સ્પષ્ટીકરણ કરે છે કે જે ભવ્યાત્મા પરમાત્માનું દર્શન ‘શબ્દનયથી કરે છે, તેની સંગ્રહાયે શુદ્ધ એવી સત્તા એવંભૂતનયે પૂર્ણ શુદ્ધતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ “સંગ્રહ’ એવંભૂતરૂપે પરિણમે છે. બીજે વૃક્ષ અનંતતા રે લાલ, પસરે ભુજલ યોગ રે વાલેસર ! તિમ મુજ આતમ સંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંયોગ રે વાલેસર // તુજ0 / ૩ // બીજમાં અનંત વૃક્ષો ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે, છતાં પણ તેને માટી અને પાણીનો સંયોગ મળે તો જ વૃક્ષ ઊગે છે, તેમ મારા આત્મામાં સત્તાએ અનંત જ્ઞાનાદિ સંપત્તિ રહેલી છે; પરંતુ તેનું પ્રગટીકરણ શ્રી અરિહંત પરમાત્માનાં દર્શનના સંયોગથી જ થાય છે. જગત જંતુ કારજ રુચિ રે લાલ, સાધે ઉદયે ભાણ રે વાલેસર ! ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે, વાલેસર // તુજ0 | ૪ || જેમ જગતના સર્વ જીવો સ્વકાર્ય કરવાની રુચિવાળા હોય છે, પરંતુ સૂર્યોદયનું નિમિત્ત મળવાથી તે કાર્ય સિદ્ધ થાય છે, તેવી રીતે શ્રી જિનેશ્વર ભગવાનના ધ્યાનથી જ ચિદાનંદ – જ્ઞાનાનંદનો વિલાસ વૃદ્ધિ પામે છે. લબ્ધિ-સિદ્ધિ મંત્રાક્ષરે રે લાલ, ઊપજે સાધક સંગ રે વાલેસર ! સહજ-અધ્યાતમ તત્ત્વતા રે લાલ, પ્રગટે તત્ત્વી રંગ રે, વાલેસર /તુજO || ૫ / જેમ અમુક મંત્રાક્ષરમાં અમુક વિદ્યાસિદ્ધિની શક્તિ રહેલી હોય છે, પરંતુ ઉત્તમ ઉત્તરસાધકના યોગથી જ તે વિદ્યા સિદ્ધ થાય છે, તેવી રીતે સહજ અધ્યાતમ-અનંતજ્ઞાનાદિ શક્તિઓ આત્મામાં રહેલી છે, પણ તે ઉત્તમોત્તમ ઉત્તર સાધક જેવા તત્ત્વરંગી પરમાત્માના નિર્મલ ધ્યાનાદિના યોગથી જ પ્રગટે છે. લોહ ધાતુ કાંચન હુવે રે લાલ, પારસ ફરસન પામી રે વાલેસર ! પ્રગટે અધ્યાતમ દશા રે લાલ, વ્યક્ત ગુણી ગુણગ્રામ રે, વાલેસર / તુજO | ૬ | જેમ પારસના સ્પર્શમાત્રથી લોટું સ્વર્ણમય બની જાય છે, તેમ પૂર્ણગુણી શ્રી અરિહંત પરમાત્માના ગુણગ્રામથી – ગુણસ્મરણ, ધ્યાન વગેરે કરવાથી શુદ્ધ આત્મિક દશા પૂર્ણપણે પ્રગટે છે. કn sle, se be be પરમતત્ત્વની ઉપાસના * ૩૭ શl eleble eleblo.pl એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * ૩૬ ક. ૪, +

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90