Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 38
________________ (૮) શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન (શ્રી શ્રેયાંસજિન અંતરજામી... એ દેશી) શ્રી ચન્દ્રપ્રભ જિનપદ સેવા, હેવાયે જે હલિયાજી | આતમગુણ અનુભવથી મલિયા, તે ભવ ભયથી ટલિયાજી || શ્રી૦ | ૧ || જે ભાગ્યવાન સાધકોને શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવાનના ચરણની વિધિપૂર્વક સેવા કરવાની હેવા-ટેવ પડી ગઇ છે, એટલે કે પ્રભુસેવા જ જેમનું જીવન છે, તેમને આત્માના જ્ઞાનાદિ ગુણોનો અવશ્ય અનુભવ થાય છે અને તેમનો ભવભ્રમણનો ભય ટળી જાય છે. દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વલી ગુણ ગ્રામોજી । ભાવ અભેદ થાવાની ઇહા, પરભાવે નિષ્કામોજી | શ્રી૦ | ૨ | પ્રભુને વંદન, નમન, પૂજન કરવું, તેમના ગુણોનું કીર્તન-સ્તવન કરવું, એ દ્રવ્યસેવા-પૂજા છે, અને બાહ્ય સુખની આશંસા વિના શ્રી અરિહંત પરમાત્મા સાથે અભેદભાવે એકત્વપણે તન્મય થવાની ઇચ્છાપૂર્વક કરાતી દ્રવ્યસેવા એ ભાવસેવા છે. દ્રવ્યસેવા ભાવસેવાનું કારણ હોવાથી આદરણીય છે, સાધ્યરુચિ વિનાની દ્રવ્યપૂજા આત્મહિત સાધક ન હોવાથી નિષ્ફળ છે. સેવાના ચાર પ્રકાર છે : નામસેવા, સ્થાપનાસેવા, દ્રવ્યસેવા અને ભાવસેવા. તેમાં પ્રથમની બે સેવાનો અર્થ સુગમ હોવાથી તેનો ઉલ્લેખ અહીં નથી કર્યો. દ્રવ્યસેવાની વ્યાખ્યા બીજી ગાથામાં બતાવી છે. હવે ભાવસેવાના બે મુખ્ય પ્રકાર અને તેના પેટા ભેદોનું વર્ણન કરે છે. પરમતત્ત્વની ઉપાસના * ૪૪ ભાવસેવા અપવાદે નૈગમ, પ્રભુ ગુણને સંકલ્પેજી । સંગ્રહ સત્તા તુલ્યારોપે, ભેદાભેદ વિકલ્પેજી ॥ શ્રી૦ || ૩ || ભાવસેવાના બે પ્રકાર છે : (૧) અપવાદ ભાવસેવા અને (૨) ઉત્સર્ગ ભાવસેવા. તેમાં પ્રથમ અપવાદ ભાવસેવા સાત નયની અપેક્ષાએ સાત પ્રકારની છે, તે અહીં બતાવે છે. (૧) શ્રી અરિહંત પરમાત્માના ગુણોનો ચિંતનાત્મક સંકલ્પ કરવો, તે નૈગમનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે. સંસારરસિક જીવનો પરિણામ અનાદિ કાળથી બાહ્ય વિષયાદિનો જ હોય છે, જ્યાં સુધી પ્રભુના અપૂર્વ ગુણોનું સ્વરૂપ તેના જાણવામાં નથી આવતું ત્યાં સુધી અશુભ સંકલ્પોનું નિવારણ થતું નથી. પરંતુ પુણ્યોદય જાગ્રત થતાં જ્યારે જીવને પ્રભુના ગુણોનું સ્વરૂપ જાણવાસમજવા મળે છે, ત્યારે તે વિષયાદિકના સંકલ્પ-વિકલ્પનું નિવારણ કરી પ્રભુના ગુણોનું ચિંતન કરે છે. પ્રભુગુણનો સંકલ્પ એ સાધકનો અંતરંગ આત્મ પરિણામરૂપ હોવાથી તે ભાવસેવા છે. (૨) શ્રી અરિહંત પરમાત્માની પૂર્ણપણે પ્રગટેલી આત્મસંપત્તિનું ચિંતન કરી, પોતાની આત્મસત્તા પણ શુદ્ધ સંગ્રહનયની દૃષ્ટિએ તેવી જ છે એમ વિચારી, બંનેની તુલ્યતાનું વારંવાર ભાવન કરવું તથા પોતાની શુદ્ધ સત્તા જે અત્યાર સુધી અપ્રગટ છે, તે બદલ હૃદયમાં ખેદ – પશ્ચાત્તાપ કરવા સાથે પ્રભુની પ્રગટ શુદ્ધ સત્તા પ્રત્યે અપાર આદરબહુમાન ભાવ કેળવવો. તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ પરમાત્મા અને સ્વઆત્માનો ભેદ અને સત્તાના સાધર્મ્સથી અભેદ વિચારી પોતાની અપ્રગટ સત્તાને પ્રગટાવવાની રુચિ સાથે એકાગ્ર બની ચિંતન કરવું એ સંગ્રહનયની અપેક્ષાએ અપવાદ ભાવસેવા છે. વ્યવહારે બહુમાન જ્ઞાનનિજ, ચરણે જિનગુણ ૨મણાજી | પ્રભુગુણ આલંબી પરિણામે, ઋજુપદ ધ્યાન સ્મરણાજી ॥ શ્રી૦ || ૪ || પરમતત્ત્વની ઉપાસના * ૪૫

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90