Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 42
________________ [ (૯) શ્રી સુવિધિ જિન સ્તવન (થારા મહેલા ઉપર... એ દેશી) દીઠો સુવિધિ નિણંદ, સમાધિરસે ભર્યો, હો લાલ // સ0 || ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વીસર્યો, હો લાલ | અO || સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો, હો લાલ // થ0 || સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો,હો લાલ // ભણી || ૧ || સાધક આત્મા મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલાં વીતરાગ પ્રભુનાં દર્શનથી અત્યંત હર્ષિત બની તેમની પ્રભુતાની સ્તુતિ કરતાં કહે છે : સમાધિ-સમતારસના ભંડાર શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રશાંત મુદ્રા જોવાથી અનાદિકાલથી ભુલાયેલા મારા આત્મસ્વરૂપની મને ઓળખાણ થઇ, સર્વ પ્રકારના રાગદ્વેષાદિ વિભાવ તથા બાહ્ય (ધનધાન્યાદિ) ઉપાધિથી મને નિવૃત્ત થયું અને આત્મસત્તાની સાધનાના માર્ગરૂપ સમ્યગદર્શન, સમ્યગૃજ્ઞાન, સમ્યક્ઝારિત્રમાં પ્રવૃત્ત થયું. ખરે ખર ! પરમાત્માની પ્રશાંત મુખમુદ્રાનાં દર્શનથી પરમાત્માના યથાર્થ સ્વરૂપની ઓળખાણ થાય છે અને તે દ્વારા આત્મસ્વરૂપની પણ ઓળખાણ થાય છે. તુમ પ્રભુ જાણગ રીતિ, સર્વ જગ દેખતા હો લાલ | સ0 || નિજ સત્તાએ શુદ્ધ, સહુને લેખતા હો લાલ || સ0 | પરપરિણતિ અષ-પણે ઉવેખતા, હો લાલ // ૫૦ || ભોગ્યપણે નિજ શક્તિ, અનંત ગવેખતા, હો લાલ // અOા // હે પ્રભુ ! આપ જ્ઞાતૃત્વશક્તિથી સર્વ જગતના યથાર્થ સ્વરૂપને જાણો છો. પણ વીતરાગ હોવાથી રાગદ્વેષ કરતા નથી. તથા સર્વ જીવાદિ દ્રવ્યો – પદાર્થો જે પોતાની સત્તાએ શુદ્ધ-નિસંગ છે. (કેમકે કોઇ પણ જીવ કે પુદ્ગલનું મૂલ સ્વરૂપ પરસ્પર મળી જઇને અશુદ્ધ થતું નથી. એમ, આપ સત્તા ધર્મે સહુને શુદ્ધ રૂપે જુઓ છો, એથી સંસારી જીવમાં રહેલી પરંપરિણતિ (રાગદ્વેષાદિ ભાવ અશુદ્ધિ)ની અદ્વેષપણે ઉપેક્ષા કરો છો, તેમ જ આપ આત્માની અનંત ગુણ પર્યાયરૂપ શક્તિને ભોગ્યરૂપે ગણી તેને જ ભોગવો છો. દાનાદિક નિજ ભાવ, હતા જે પરવશા, હો લાલ // હo || તે નિજ સન્મુખ ભાવ, ગ્રહી લહી તુજ દશા, હો લાલ // ગ્રી II પ્રભુનો અદ્ભુત યોગ, સરૂપતણી રસા હો લાલ | સ0 || ભાસે વાસ તાસ, જાસ ગુણ તુજ જિસા, હો લાલ // જાવ || ૩ || દાનાદિક (ક્ષાયોપથમિક ધર્મો) ગુણો પરાધીનપણે અનાદિથી પુદ્ગલ અનુયાયી બની પ્રવૃત્તિ કરતા હતા, તે આપની પ્રભુતા-વીતરાગદેશોનું આલંબન પામી આત્મસન્મુખ થાય છે એટલે કે નિમિત્તાલંબી થયેલા દાનાદિગુણો સ્વરૂપાલંબી બને છે. ખરેખર ! અરિહંત પરમાત્માના યોગની એટલે સંપૂર્ણ રત્નત્રયીના સ્વરૂપની રસા - ભૂમિકા અદ્ભુત છે, તેની યથાર્થ ઓળખાણ અને પ્રતીતિ તેને જ થઇ શકે છે કે જેનામાં પ્રભુના જેવા ગુણો પ્રગટ્યા છે; અર્થાત્ સર્વજ્ઞ આત્મા જ પ્રભુના સર્વ ગુણોને જાણી શકે છે અને સર્વજ્ઞતાની પ્રાપ્તિનો ક્રમ બતાવી શકે છે. મોહાદિકની ઘૂમી, અનાદિની ઊતરે, હો લાલ | અo | અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે, હો લાલ | સ્વO ||. તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે, હો લાલ // ભO || તે સમતારસધામ, સ્વામી મુદ્રા વરે, હો લાલ // સ્વાવ | ૪ હે પ્રભુ ! અનાદિ કાળથી વળગેલી મોહાદિની મૂછ ઊતરે છે એટલે કે અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વ દૂર થાય છે ત્યારે નિર્મલ, અખંડ અને કર્મથી અલિપ્ત એવા આત્મસ્વભાવની ઓળખ થાય છે. શ્રી અરિહંત પ્રભુના પવિત્ર - પ્રશસ્ત ધ્યાન વડે જે સાધક આત્મતત્ત્વમાં મુક કક જ . જો પરમતત્ત્વની ઉપાસના * ૫૩ કિ જોર થી. જો કે ક.દક, જો આ પરમતત્વની ઉપાસના * ૫૨ શાક, છક થઈ છjapl

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90