Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 45
________________ આ અસંભવિત દેષ્ટાંત પ્રભુની અનંતતા કેટલી અનંત અને અગમ્ય છે, તે સમજાવવા પૂરતું જ છે. સર્વદ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી | તાસ વર્ગથી અનંત ગુણું પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી || શીતલ || ૩ || જગતમાં જીવાદિ દ્રવ્યો (પદાર્થો) અનંતા છે, તેનાથી પ્રદેશો અનંતા છે, પ્રદેશોથી ગુણો અનંતા છે અને ગુણોથી પણ પર્યાયો અનંતા છે, તેનો વર્ગ કરવાથી જે અનંતરાશિ પ્રાપ્ત થાય તે અનંતરાશિથી પણ પ્રભુનું કેવલજ્ઞાન અનંતગણું અધિક-વિશાળ છે. કેવલદર્શન એમ અનંતુ, ગ્રહે સામાન્ય સ્વભાવજી | સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવર ભાવજી || શીતલ | ૪ || કેવલજ્ઞાનગુણની જેમ સર્વ દ્રવ્યોના સામાન્ય સ્વભાવને ગ્રહણ કરનારો કેવલદર્શનગુણ પણ અનંત છે, તેમ જ પ્રભુનો ચારિત્રગુણ પણ અનંતપર્યાયથી યુક્ત હોવાથી અનંત છે. ચારિત્રા એટલે સ્વધર્મ (સ્વભાવ)માં રમણ અને પરધર્મમાં અરમણ અથવા સ્વરૂપમણ અને પરભાવ નિવૃત્તિ એ ચારિત્ર પરિણતિનું સ્વરૂપ છે અને પોતાની જ્ઞાન, દર્શન અને વીયદિ ગુણોની પરિણમન શક્તિને સર્વ પરભાવોથી રોકી, સ્વભાવમાં જ સ્થિર રાખવી એ સંવરભાવરૂપ ચારિત્રની અનંતતા છે. આ રીતે, વીયદિ ગુણની પણ સ્વધર્મ સાપેક્ષ અનંતતા સમજી લેવી. દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી | ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઇ ન લોપે કારજી || શીતલ0 || ૫ || વસ્તુમાં રહેલા અવિભાજ્ય અંશને પ્રદેશ કહેવાય છે. દ્રવ્ય, પ્રદેશ, ગુણ અને પર્યાયની સંખ્યાનો સરવાળો કરતાં જે અનંત-રાશિની સંખ્યા આવે છે તેને તેટલી જ સંખ્યા વડે ગુણાકાર કરવાથી તેનો વર્ગ થયો કહેવાય. ૩. ¥¢¢¢¥¢t thdIS" (ભગવતી સૂત્ર) કેવલીનું જ્ઞાન અમિત હોય છે. છક જ શકશો કે તે પરમતત્ત્વની ઉપાસના * ૫૮ . . . . #j દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ શ્રી વીતરાગ અરિહંત મહારાજાની રાજનીતિ ચાર પ્રકારની છે તેનું ઉલ્લંઘન કોઇ પણ જડ કે ચેતન પદાર્થ કરી શકતો નથી માટે સમસ્ત વિશ્વમાં પ્રભુની અખંડપણે આજ્ઞા પ્રવર્તી રહી છે. જગતમાં રાજાની આજ્ઞાને કોઈ માન્ય કરે, કોઇ માન્ય ન પણ કરે, એમ બની શકે છે, પરંતુ અરિહંત પરમાત્માની આજ્ઞાને સૃષ્ટિના સમગ્ર પદાર્થો માન્ય રાખે છે, જે રીતે પરમાત્માનું જ્ઞાન પરિણમે છે, તે જ રીતે સર્વ પદાર્થો પરિણમે છે. પરમાત્માએ જે રીતે સર્વ પદાર્થોની પ્રરૂપણા કરી છે તે જ રીતે સર્વ દ્રવ્યોની પરિણતિ છે. પ્રભુ ન તો કોઇને ત્રાસ આપે છે કે ન તો કોઇને ભય દેખાડે છે; છતાં સર્વ પદાર્થો પ્રભુની આજ્ઞાનો લોપ કર્યા વિના, પ્રભુની જ્ઞાન પરિણતિ મુજબ જ વર્તે છે. શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી | અવ્યાબાધ અનંતુ પામે, પરમ અમૃત સુખ ધામજી // - શીતલ0 || ૬ || જે સાધક દગ્ધાદિ દોષોને તજી શુદ્ધ આશયથી (મોક્ષ-પ્રાપ્તિના હેતુથી) અરિહંત પરમાત્માના ગુણોમાં જ સ્થિર ઉપયોગ રાખી, પ્રભુનું સ્મરણ, ધ્યાન વગેરે કરે છે, તે અવશ્ય પરમ અમૃત સુખના ભંડારરૂપ અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. આણા ઇશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રૂપજી ! ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, એમ અનંતગુણ ભૂપજી // શીતલ૦ || ૭ || આજ્ઞા, પરમ ઐશ્વર્ય, નિર્ભયતા, નિષ્કામતા, સ્વાધીનતા, અવિનાશિતા આદિ અનંતગુણના સ્વામી શ્રી અરિહંત પરમાત્મા છે. તે આ રીત : આજ્ઞા - રાજા, વાસુદેવ કે ચક્રવર્તીની આજ્ઞા પોતપોતાના રાજયની મર્યાદામાં સ્વાર્થ કે ભયથી લોકો માને છે. પરંતુ અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન તો સમગ્ર વિશ્વમાં સહજપણે થાય છે. પક છીંક શક , પરમતત્વની ઉપાસના * ૫૯ ક. ૪ ક. આ જ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90