Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 48
________________ (૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન (પ્રાણી વાણી જિન તણી, તુમે ધારો ચિત્ત મઝાર રે... એ દેશી) શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદ રે ! ગુણ એક વિધ ત્રિક પરિણમ્યો, એમ ગુણ અનંતનો છંદ રે || મુનિચંદ જિણંદ અમંદ દિગંદ પરે, નિત્ય દીપતો સુખકંદરે / ૧ // શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું સહજાનંદ સ્વરૂપ અત્યંત આશ્ચર્યજનક છે, પ્રભુનો એક એક ગુણ ત્રણ પ્રકારે પરિણમે છે. પ્રભુ એવા અનંત ગુણના ભંડાર છે, મુનિઓમાં ચંદ્ર સમાન ઉવલ, દેદીપ્યમાન, સૂર્ય પરે નિત્ય દીપતા અને સુખના કંદ એવા પ્રભુ સદા પોતાનું સ્વગુણ-પર્યાય પરિણમનરૂપ કાર્ય વ્યક્તરૂપે પ્રગટ રીતે કરી રહ્યા છે. નિજ જ્ઞાને કરી શેયનો, જ્ઞાયક જ્ઞાતાપદ ઇશ રે ! દેખે નિદર્શન કરી, નિજ દેશ્ય સામાન્ય જગીશ રે || | મુનિ || ૨ //. પરમાત્મા પોતાના કેવલજ્ઞાન ગુણથી સર્વ જ્ઞેય પદાર્થોના જ્ઞાયક છે, તેથી તે જ્ઞાતાપદના સ્વામી છે. કેવલજ્ઞાન એ કારણ છે, સર્વ શેયને જાણવું એ કાર્ય છે. કેવલજ્ઞાનની પ્રવૃત્તિ એ ક્રિયા છે અને તેના કર્તા પરમાત્મા છે. દર્શન ગુણની ત્રિવિધ પરિણતિ પણ આ પ્રમાણે જ સમજવી. નિજદર્શન-કેવલદર્શન ગુણ દ્વારા જેવા યોગ્ય પોતાની સર્વસામાન્ય સંપદા - અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયતાદિને જુએ છે. ઉપલક્ષણથી સર્વ દ્રવ્યોમાં રહેલા સામાન્ય સ્વભાવને પણ દેખે છે. કર્તા), lal(કરણ), la|ated&(કાર્યસાધ્ય), laë Úuit, (ક્રિયા). એક છોક શો , છોક પરમતત્ત્વની ઉપાસના * ૬૪ . દરેક toples.es જીવદ્રવ્યની ગુણપરિણતિ સિદ્ધ અવસ્થામાં ત્રણ પ્રકારે પરિણમે છે, અર્થાતુ કરણ, કાર્ય અને ક્રિયારૂપે જ્ઞાનાદિ ગુણોનું પરિણમન થાય છે. અહીં ઉપાદાન રૂપે પ્રકૃષ્ટ કારણ તે ‘કરણ’ છે, તે કરણનું સાધ્ય ફળ એ કાર્ય છે, તથા કરવાની પ્રવૃત્તિ તે ક્રિયા છે, જેમકે, કેવલજ્ઞાન ગુણ તે ‘કરણ’ છે અને તેનાથી સર્વ જ્ઞેય પદાર્થોનો બોધ થાય તે સાધ્ય ફળરૂપ કાર્ય છે, અને જાણવા માટે જે વીર્યના સહકારથી જ્ઞાનની ફુરણા થાય તે પ્રવૃત્તિરૂપ ‘ક્રિયા’ છે. નિજ રમ્ય રમણ કરો, પ્રભુ ચારિત્રે રમતા રામ રે ભોગ્ય અનંતને ભોગવો, ભોગે તેણે ભોક્તા સ્વામ રે II | મુનિ || ૩ || ચારિત્રગુણ વડે નિજ (રમ્ય) શુદ્ધાત્મ પરિણતિમાં નિરંતર રમણતા કરનારા હોવાથી પરમાત્મા રમતા રામ છે. અહીં ચારિત્રગુણ ‘કરણ” છે, સ્વાત્મામાં રમણ તે કાર્ય છે અને રમણતા તે ‘ક્રિયા’ છે; તેમ જ પ્રભુ ભોગગુણ વડે ભોગ્યરૂપ જે આત્મસ્વરૂપ - અનંત જ્ઞાનાદિ ગુણો તેને ભોગવે છે, માટે ભોક્તા છે. [ભોગ્યગુણ એ ‘કરણ’, ભોગવવું કાર્ય છે અને ભોગવવાની પ્રવૃત્તિ તે ‘ક્રિયા’ છે.] દય દાન નિત દીજતે, અતિદાતા પ્રભુ સ્વયમેવ રે ! પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે ! મુનિ || ૪ | દાનગુણ વડે સર્વ ગુણોને સ્વપ્રવૃત્તિમાં વીર્યનું સહકારરૂપ દાન સદા આપો છો, માટે હે પ્રભુ ! આપ જ સ્વયં દેય, દાન અને દાતા છો, તથા જે ગુણને સહકાર મળ્યો છે, તેને લાભની પ્રાપ્તિ થઇ છે. તેમજ હે દેવ ! આપ નિજ આત્મશક્તિના પાત્ર-આધાર છો, તથા તે આત્મશક્તિના જ ગ્રાહક અને તેમાં વ્યાપક છો. પરિણામી કારજ તણો, કર્તા ગુણ કરણે નાથ રે.. અક્રિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથ રે // મુનિ || ૫ || ક, છજ, ઝ, છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૬૫ ક... ble,

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90