Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 36
________________ | (૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન (હો સુંદર તપ સરખું. એ દેશી) શ્રી સુપાસ આનંદમેં..., ગુણ અનંતનો કંદ હો, જિનજી ! જ્ઞાનાનંદે પૂરણો, પવિત્ર ચારિત્રાનંદ હો, જિનજી || શ્રી || ૧ || શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ શુદ્ધ આનંદમય છે, જ્ઞાનાદિક અનંત ગુણના કંદ-મૂળ છે. તેમના કેટલાક ગુણોનો આનંદ કેવા પ્રકારનો છે, તે સ્તવનકાર મહાત્મા વર્ણવે છે. કેવલજ્ઞાન એ સમગ્ર વિશ્વના ત્રણે કાળના સર્વ પદાર્થોને જ્ઞાપક હોવાથી પ્રભુ તેના આનંદથી પૂર્ણ છે અને સ્વરૂપરમણતા રૂપ ચારિત્રના પવિત્ર આનંદથી પણ પરિપૂર્ણ છે. સંરક્ષણ વિણ નાથ છો, દ્રવ્ય વિના ધનવંત હો, જિનજીને કર્તાપદ કિરિયા વિણા, સંત અજેય અનંત હો, જિનજી ! શ્રી || ૨ | પ્રભુના અદ્ભુત ગુણો કેવા આશ્ચર્યજનક છે, તે બતાવે છે : હે પ્રભુ ! આપ બાહ્ય દૃષ્ટિએ કોઇનું સંરક્ષણ કરતા નથી છતાં સર્વ જીવોના ત્રાણ - શરણરૂપ હોવાથી નાથ છો. દ્રવ્ય-ધન-ધાન્ય કંચનાદિ રહિત છો, છતાં જ્ઞાનાદિ સંપત્તિમય હોવાથી આપ ધનવંત છો. ગમનક્રિયા રહિત હોવા છતાં આપ આત્મસ્વભાવના કર્તા છો. આ રીતે ક્રિયા વિના પણ કર્તાપણું એ આશ્ચર્ય છે ! તેમજ, હે પ્રભુ ! આપ જ સંત છો - શાંત છો, અથવા ઉત્તમ સંતપુરુષ છો, આપ વિષય-કષાયથી અજેય છો અને કોઇ કાળે પણ નાશ પામતા નથી. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના ૪૦ + જ = ક જj અગમ અગોચર અમર તું, અન્વયે રિદ્ધિ સમૂહ હો, જિનજી . વણે ગંધ રસ ફેરસ વિણું, નિજ ભોક્તા ગુણ વ્યુહ હો, જિનજી || શ્રી | ૩ || હે પ્રભુ ! આપનું સ્વરૂપ અગમ-અગોચર છે, અલ્પજ્ઞાની કે ઇન્દ્રિયોથી જાણી શકાય તેવું નથી. તથા આપ અમર છો - મરણરહિત છો, અન્વય-સહજ વ્યાપકપણે રહેલા અનંત જ્ઞાનાદિ રિદ્ધિના આપ સમૂહ છો. તથા આપ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છો, તેમ જ આપ શુદ્ધ સ્વરૂપના ભોક્તા અને ગુણના પુંજ છો. અક્ષયદાન, અચિંતના, લાભ અયત્ન ભોગ હો, જિનજી | વીર્યશક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભોગ હો, જિનજી || શ્રી. | ૪ || હે પ્રભુ ! આપના અનંત ગુણો પરસ્પર સહકારરૂપ અક્ષયદાન કરે છે, આપને ચિંતન કર્યા વિના પણ અનંત ગુણોની સહાયની પ્રાપ્તિરૂપ અનંત લાભ થાય છે. આપ પ્રતિ સમયે પ્રયત્ન વિના પણ અનંત પર્યાયને ભોગવો છો, તથા સર્વ ગુણોની પ્રવૃત્તિ કરવામાં સહાય કરનાર આપની વીર્યશક્તિ બાહ્ય પ્રયાસ વિના પણ ફુરિત થાય છે. ઉલ્લસિત બને છે, અને આપ શુદ્ધ ગુણોનો જ સંદા ઉપભોગ કરો છો. એકાંતિક આત્યંતિકો, સહજ અકૃત સ્વાધીન હો, જિનજી | નિરુપચરિત નિર્લેન્દ્ર સુખ, અન્ય અહેતુક પીન હો, જિનજી || શ્રી | ૫ | પરમાત્મા ! આપને જે આત્મિક સુખ-આનંદ પ્રાપ્ત થયો છે તે એકાંતિક - લેશ પણ દુ:ખ વિનાનો એકાંતે – સુખમય છે, આત્યંતિક – જેનાથી ચડિયાતું બીજું સુખ કોઇ નથી એવું છે, સહજ - સ્વાભાવિક છે, અકૃત છે – કોઇનાથી કરેલું નથી, સ્વાધીન – બીજાની અપેક્ષા વિનાનું છે, નિરુપચરિત - જેમાં કોઇ ઉપચાર નથી તેવું – અકાલ્પનિક છે, નિર્લેન્દ્ર પરદ્રવ્યના મિશ્રણ - ભેળસેળ વગરનું છે, જે અન્ય કોઇ પદાર્થના સંયોગથી જન્ય નથી, અને પીન - પ્રબળ - પુષ્ટ એવું અસાધારણ કોટિનું સુખ પ્રભુને હોય છે. મુક કક જ . જો પરમતત્ત્વની ઉપાસના * ૪૧ કિ જોર થી. કે

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90