Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 27
________________ (૪) શ્રી અભિનંદન જિન સ્તવન (બ્રહ્મચર્ય પદ પૂજીએ... એ દેશી) કયું જાણું કયું બની આવશે, અભિનંદન ! રસરીતિ હો મિત્તા પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત // કયું || ૧ // હે મિત્ર ! કોણ જાણે શ્રી અભિનંદન પ્રભુ સાથે રસભરી પ્રીતિ, ભક્તિ, એકતા-મિલનરૂપ તન્મયતા કઇ રીતે થઇ શકે ? સાધક જયારે અંતરાત્મા સાથે આમ વાત કરે છે ત્યારે એને સ્વયંસ્કુરણા થાય છે કે પુદ્ગલના વર્ણ-ગંધ-રસ-સ્પશદિના ભોગોનો ત્યાગ કરવાથી પ્રભુ સાથે રસીલી પ્રીતિનો અનુભવ થઇ શકે છે. પરમાતમ પરમેસરૂ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત | દ્રવ્ય દ્રવ્ય મલે નહિ, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત . કર્યુo | ૨ / શ્રી અભિનંદન પ્રભુ તો કર્મથી રહિત હોવાથી પરમાત્મા છે, સંપૂર્ણ રીતે સ્વાધીન હોવાથી પરમેશ્વર છે, વસ્તુતઃ સ્વભાવથી અલિપ્ત છે. નિશ્ચયનયથી કોઇ પણ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે મળતું નથી, તેમ જ અન્યનો ભાવ પણ અન્યમાં વ્યાપી શકતો નથી. એથી પ્રભુ, દ્રવ્યથી બીજા દ્રવ્ય સાથે અલિપ્ત છે અને ભાવથી પણ તે પ્રભુ અવ્યાપ્ત છે. શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલજે નિસંગ હો મિત્તા આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત / કયું | ૩ ll હે મિત્ર ! પ્રભુ તો શુદ્ધ સ્વરૂપી છે, સનાતન છે, નિર્મલ (કર્મમલથી રહિત) છે અને નિઃસંગ (સંગરહિત) છે. તેમજ પ્રભુ આત્મવિભૂતિને વરેલ હોવાથી તેઓ કદાપિ પરનો સંગ કરતા નથી, તો આવા પ્રભુથી કઇ રીતે મળી શકાય ? કઇ રીતે તન્મય થઇ શકાય ? પણ જાણું આગમ બલે, મિલવું તુમ પ્રભુ સાથ હો મિત્તા પ્રભુ તો સ્વસંપત્તિમય, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત | કયું૦ || ૪ || પ્રભુ જ્ઞાનાદિ સ્વસંપત્તિ અને પોતાના શુદ્ધ સ્વરૂપના નાથ છે, તેથી તે કોઇની સાથે મળતા નથી પણ તેની સાથે મળવાનો (તન્મય થવાનો) ઉપાય આગમથી – શાસ્ત્રાભ્યાસથી આ પ્રમાણે જાણવામાં આવ્યો છે. પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલયોગ હો મિત્તા જડચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત || કયું૦ |૫ || હે જીવ ! પુગલના યોગથી તું જે પરપદાર્થોમાં પરિણમન કરે છે તે દોષ છે. હે મિત્ર ! આ પુદ્ગલોનો ભોગ તને ઘટતો નથી, એ જડ પદાર્થો તો ચંચલ અને નાશવંત છે, અને સર્વ જીવોએ તેનો અનેક વાર ભોગ કર્યો હોવાથી એ જગતની એંઠ છે. આ રીતે સૌ પ્રથમ આત્માને વૈરાગ્યથી ભાવિત બનાવવો. શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત્તી આત્માલંબી ગુણલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત . કયું | ૬ || પરભૌતિક પદાર્થો અશુદ્ધ હોવાથી તેનો ત્યાગ કરીને આત્મામાં જ રમણતા કરનાર - સ્વગુણાવલંબી અને સર્વ સાધકોના ધ્યેય રૂપ - આરાધ્યરૂપ શુદ્ધ નિમિત્તી એવા શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લેવું જોઇએ... જિમ જિનવર આલંબને, વધે સધે એકતાન હો મિત્તા તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત || | ૭ | ક, છજ, ઝ, છીંક, પરમતત્ત્વની ઉપાસના * ૨૩ .૪ .૧ ૧. ble, ક.દક, જો આ પરમતત્વની ઉપાસના * ૨૨ જ શાક, છક થઈ છjapl

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90