Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 25
________________ પોતાની પ્રભુતા પ્રગટાવવારૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે જે સાધક પ્રભુને વંદન (નમસ્કાર) કરે છે, તે ધન્ય છે. જન્મ કતારથ તેહનો રે, દિવસ સફળ પણ તાસ જિનOT જગત શરણ જિન ચરણને રે, વંદે ધરીય ઉલ્લાસ... જિના ૭ II. સર્વ જગતના શરણભૂત એવા શ્રી જિનેશ્વર પરમાત્માના ચરણોને જે ઉલ્લાસપૂર્વક વંદન કરે છે, તેનું જીવન કૃતાર્થ બને છે અને તેનો તે દિવસ પણ સફળ બને છે. નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું ઠાણ જિન | “દેવચંદ્ર” જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ... જિન| ૮ || શ્રી જિનેશ્વર પરમાત્માની અનંતગુણપર્યાયરૂપ સ્વસત્તા નિજભાવથી જ સ્વભાવસ્થ બની છે; એટલે કે શુદ્ધ સ્વભાવને પામી છે; તેમ જ દેવોમાં ચંદ્ર સમાન જિનેશ્વર પ્રભુ અનંતગુણના અને શુદ્ધ અવ્યાબાધ સુખના ભંડાર છે. જ ત્રીજા સ્તવનનો સાર : શ્રી અરિહંત પરમાત્માનાં દર્શનમાત્રથી તત્ત્વશ્રદ્ધા, તત્ત્વજ્ઞાન ઇત્યાદિ ગુણોની પ્રાપ્તિ થતાં મુમુક્ષુ આત્મા તે તે ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવા પરમાત્માની પૂજા, સેવા અને આજ્ઞાપાલન કરવા તત્પર બને છે. પુગલના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ એ સાચું સુખ નથી, પણ એ તો માત્ર કાલ્પનિક સુખ છે; માટે તે વાસ્તવિક આનંદ કે વાસ્તવિક શાંતિ આપવામાં સમર્થ બની શકતું નથી. જયારે આત્માનું સહજ અવિનાશી, અવ્યાબાધ સુખ એ જ વાસ્તવિક સુખ છે. એ જ વાસ્તવિક શાંતિ છે, એ જ વાસ્તવિક પરમાનંદ છે. એવા પરમાનંદની પ્રાપ્તિ, પરમાનંદમય શ્રી અરિહંત પરમાત્માની પૂજા-ભક્તિ દ્વારા જ થઇ શકે છે, માટે શ્રી અરિહંત પરમાત્મા એ જ પ્રત્યેક જીવના મોક્ષ (પૂર્ણ આત્મિક સુખ) રૂપ કાર્યના “પ્રધાન નિમિત્ત” છે. જે કોઇ ભવ્યાત્મા પોતાના શુદ્ધ સિદ્ધતારૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે શ્રી અરિહંત પરમાત્માનાં પૂજન, સ્મરણ, ધ્યાનાદિ વિધિ અને બહુમાનપૂર્વક કરે છે, તે અવશ્ય સ્વસાધ્યને સિદ્ધ કરે છે. ક.we le le ja.pક પરમતત્ત્વની ઉપાસના * ૧૮ ક. ek ja #l #ક #l, પોતાની લઘુતા, ગુણહીનતા અને નિરાધારતાનો વિચાર કરવાથી શ્રી અરિહંત પરમાત્માની પ્રભુતા પ્રત્યે વાસ્તવિક સત્ય બહુમાન પ્રગટે છે. હે નાથ ! હું તો મહામોહાધીન થઇને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયોની કારમી જાળમાં સપડાઇ ગયો છું. મારી પૌગલિક સુખોની તૃષ્ણા કેમે છીપતી નથી ? હે વિશ્વોપકારી વિભુ ! આપનાં વિના મારો કોણ ઉદ્ધાર કરશે ? આપ વિના મારી જીવનનૈયાને સંસાર સમુદ્રને પેલે પાર કોણ પહોંચાડશે ? અશરણ, નિરાધાર અને અનાથ બનેલા મારા જેવા દીન દુ:ખીને આજે પરમોપકારી કરુણાસિંધુ, ત્રિલોકનાથ, વિશ્વવત્સલ શ્રી અરિહંત પરમાત્માનો સુંદર યોગ મળ્યો છે. એથી ખરેખર ! મારો જન્મ કૃતાર્થ થયો છે. મારો આજનો આ દિવસ સફળ થયો છે. અહો ! ધન્ય છે ! આપના આવા અદ્ભુત રૂપને...! જે અષ્ટ પ્રતિહાર્યો અને ચોત્રીસ અતિશયોથી દેદીપ્યમાન છે, મનમોહક છે. આપની ગંભીર અને મધુર વાણી પણ પાંત્રીસ અતિશયોથી યુક્ત છે, સાંભળતાં મહાન વિદ્ધવરોનાં મન પણ મંત્રમુગ્ધ બની જાય છે. આપનાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આદિ ક્ષાયિક ભાવે પ્રગટેલાં ગુણોનું સ્વરૂપ જાણી ભવ્યાત્માઓનાં મસ્તક આદર અને બહુમાનપૂર્વક ભાવથી નમી પડે છે, હૃદય હર્ષોલ્લાસથી પુલકિત થઇ જાય છે. આ રીતે અંતરના ઉમળકાથી કરેલી આદર-બહુમાનપૂર્વકની પ્રભુસેવા શિવસુખને પ્રાપ્ત કરાવે છે. તેથી જ શાસ્ત્રોમાં ઉપાદાન કારણ કરતાં પણ | નિમિત્ત કારણની (અપેક્ષાએ) પ્રધાનતા બતાવેલી છે. કારણ કે ઉપાદાનમાં વિશેષનું આધાન નિમિત્તના યોગે જ થાય છે, એવો નિયમ છે. સર્વ આત્માઓની સત્તા, સિદ્ધ સમાન હોવા છતાં શ્રી અરિહંતની સેવાનું નિમિત્ત મળ્યા વિના ભવ્યજીવની પણ સિદ્ધતા પ્રગટતી નથી. ઉપાદાનને તૈયાર કરનાર નિમિત્ત છે, એમ જો માનવામાં ન આવે, તો નિગોદના જીવોમાં પણ મોક્ષની ઉપાદાનતા હોવા છતાં તેમનો મોક્ષ કેમ થતો નથી ? તેનું સમાધાન એ છે કે તેઓ પોતાના મોક્ષના ઉપાદાન જિક, શક, કઈક કa e Bક પરમતત્વની ઉપાસના * ૧૯ ક.ક. જો ,

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90