Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 24
________________ [(૩) શ્રી સંભવ જિન સ્તવન (ધણરા ઢોલા... એ દેશી) શ્રી સંભવ જિનરાજજી રે, તાહરું અકલ સ્વરુપ | સ્વપર પ્રકાશક દિનમણિ રે, સમતા રસનો ભૂપ / જિનવર પૂજો રે, પૂજો પૂજો રે ભવિકજન ! પૂજો રે, પ્રભુ પૂજય પરમાનંદ... જિનવર / ૧ / હે સંભવનાથ જિનરાજ ! આપનું સ્વરૂપ અકલ છે, કોઇ છદ્મસ્થથી તે જાણી શકાય તેવું નથી. અને આપ સ્વ-પર (આત્મા અને ધર્માસ્તિકાયાદિ) પદાર્થોના ધર્મને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન છો, તેમ જ સમતારસના રાજા-ભંડાર છો. હે ભવ્યજનો ! આવા ભગવંતની સદા ભાવપૂર્વક પૂજા કરો, કારણ કે પ્રભુનું ભાવપૂર્વક પૂજન કરવાથી અવશ્ય પરમાનંદની પ્રાપ્તિ થાય છે એટલે કે સહેજ અવિનાશી એવું આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. અવિસંવાદ નિમિત્ત છો રે, જગત જંતુ સુખકાજ જિન. હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યા શિવરાજ... જિન) || ૨ | હે પ્રભુ ! જગતના જીવોના આત્મિક સુખરૂપ કાર્યને ઉત્પન્ન કરવા માટે આપ એકપ્રધાન-અવિસંવાદ (અવશ્ય કાર્ય સિદ્ધ કરનાર) નિમિત્ત છો, આપ જ મોક્ષના સાચા હેતુ છો, કારણ કે આપના સર્વ ગુણોના શક. કોક કોક કોક છે. છોક પરમતત્ત્વની ઉપાસના ૪ ૧૬ ક. ek ja #l #ક #l, બહુમાનપૂર્વક જે આપની નિરાશસભાવે સેવા-ભક્તિ કરે છે, તે નિયમો શિવરાજ-મોક્ષપદને મેળવે છે. ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ જિનOT. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ... જિન) || ૩ | સર્વ આત્માઓ પોતપોતાની સિદ્ધતા (ગુણ પ્રાગુભાવ) રૂપ કાર્યનાં ઉપાદાન જરૂર છે. પરંતુ એ ઉપાદાનને પ્રગટ કરવામાં શ્રી અરિહંતપરમાત્મા પુષ્ટ આલંબન છે. જો કે આત્મામાં ઉપાદાનપણું અનાદિ કાળથી રહેલું છે, પણ ઉપાદાનકારણતાનું પ્રગટીકરણ પ્રભુની સેવાના નિમિત્તથી જ થાય છે. કાર્ય ગુણ કારણપણે રે, કારણ કાર્ય અનૂપ જિનવા સકલ સિદ્ધતા તાહરી રે, મારે સાધન રૂપ... જિન|| ૪ || હે પ્રભુ ! આપનું શુદ્ધ સ્વરૂપ એ આપનો કાર્ય-ગુણ છે, અને તે જ સાધકને અનુપમ કારણરૂપે પરિણમે છે, તેમ જ સાધકના સમ્યગુદર્શનાદિરૂપ ઉપાદાનકારણ એ જ પ્રભુના આલંબને મોક્ષકાર્યરૂપે પરિણમે છે. હે પ્રભુ ! આપની સંપૂર્ણસિદ્ધતા એ મારી સિદ્ધતા પ્રગટાવવાનું પ્રધાન સાધન છે. એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય જિના કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય... જિન) | ૫ / શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એક વાર પણ જો શ્રી અરિહંત પરમાત્માને વંદન (નમસ્કાર) થઇ જાય, તો કારણની સત્યતા એટલે કે પરમ પુષ્ટ હેતુની હાજરીથી મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ અવશ્ય થઇ જાય છે. ઉપાદાન અને નિમિત્ત બંને સત્ય હોય ત્યારે કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે, એવી શ્રદ્ધા કરી શકાય છે. પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણગેહ જિના સાધ્યદૃષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ...જિન) | ૬ || શ્રી અરિહંત દેવ, અમલ – સર્વ કર્મમલથી રહિત છે અને વિમલ – ઉજ્વળ ગુણોના ભંડાર છે. આ પ્રમાણે તેમની પ્રભુતાનું સ્વરૂપ જાણી, મુક કક જ . જો , પરમતત્વની ઉપાસના * ૧૭ : શોર, કક. જો કે જો

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90