Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 29
________________ જે ભોગોને જગતના સર્વ જીવોએ અનંત વાર ભોગવ્યા છે. આ સર્વ પુદ્ગલરાશિ એ જગતના જીવોની એંઠ સમાન છે, અને એ પુદ્ગલરાશિ વિનાશી સ્વભાવની છે, માટે આ જડ પદાર્થો ભોગવવા યોગ્ય નથી. હંસ જેવું પ્રાણી પણ વિષ્ટાદિ મલિન પદાર્થોમાં કદી પોતાની ચાંચ નાંખતું નથી. તો હે ચેતન ! તને આ અશુભ – મલિન પુદ્ગલોનો ભોગ કરવો કેમ ઘટે ? માટે આ સર્વ પરભાવનો ત્યાગ કરી અને આત્માનંદી ગુણલયી અને સર્વ સાધકોના પરમ ધ્યેયરૂપ શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લઇ, તેમના ધ્યાનમાં તન્મય બની જા ! એકતાન બની જા ! દાન, લાભ, ભોગ વગેરે આત્માની જ શક્તિઓ છે. આત્મા પ્રત્યેક ક્ષણ કંઇક ને કંઇક ભોગવે જ છે. પણ સ્વરૂપનો લાભ થયો ન હોવાથી એ વિનાશી પુદ્ગલોના ધર્મોનો (શબ્દાદિ વિષયોનો) ભોગી બન્યો છે. અને આ પરભોગ જયાં સુધી ચાલુ રહે છે, ત્યાં સુધી તેને પોતાની પ્રભુતા પ્રાપ્ત થતી નથી; સ્વપ્રભુતાને પ્રગટ કરવા સંપૂર્ણ પ્રભુતામય અરિહંત પરમાત્માનું આલંબન લેવું જ પડે છે. જડના સંગને છોડી આત્મા જેમ જેમ જિનેશ્વર પ્રભુના ધ્યાનમાં વધુ એકાગ્ર બને છે, અર્થાતુ પોતાની ક્ષયોપશમભાવની ચેતના અને વીર્યશક્તિ દ્વારા જેમ જેમ અરિહંતની શુદ્ધતામાં તન્મયતા-રમણતા સધાય છે, તેમ તેમ સાધકને પોતાના શુદ્ધ સ્વરૂપનાં સ્મરણ, ચિંતન અને ધ્યાન સિદ્ધ થતાં જાય છે. શુદ્ધ નિમિત્તના આલંબનથી ઉપાદાન શક્તિ જાગ્રત થયા પછી આત્મા, પોતાના શુદ્ધ સ્વરૂપમાં શ્રદ્ધા અને જ્ઞાનસહિત રમણતા કરી, તેમાં તન્મય બને છે, ત્યારે સંપૂર્ણ સ્વાધીન, અનંત, અક્ષય, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અવ્યાબાધ સુખ (આનંદ) પ્રગટે છે. પછી આત્મા સાદિ અનંતકાલ સુધી પૂર્ણપણે પ્રગટેલા એ ગુણરાશિમાં જ રમણતા કરતો તેનો જ ભોગ કરે છે. આ પ્રમાણે, પ્રભુ સાથે આત્માનુભવના અભ્યાસપૂર્વક તન્મયતા થવાથી પ્રભુનું એ કાન્તિક - આત્યંતિક મિલન થઇ શકે છે. જ્ઞાનાદિ સ્વપ્રભુતાની પ્રાપ્તિ જ પ્રભુ સાથેનું મિલન છે. શક. કોક કોક કa.pક પરમતત્ત્વની ઉપાસના * ૨૬ ક. શle a #le #ક #, આ સ્તવનમાં બતાવેલી રસીલી ભક્તિ એ પ્રભુમિલનનો પ્રધાન ઉપાય છે. કારણ કે તે આત્માર્પણ, સમાપત્તિ - (ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા), અનુભવદશા, પરાભક્તિ કે અભેદ પ્રણિધાન સ્વરૂપ છે. આત્માર્પણ આદિના સ્વરૂપને જાણનાર, સાધક આ રહસ્યને સરળતાથી સમજી શકે છે. પ્રભુની એકતમિલન રૂપ રસીલી ભક્તિ એ જ સર્વ આગમોનું, અધ્યાત્મશાસ્ત્રોનું કે યોગશાસ્ત્રોનું રહસ્ય છે. તેના દ્વારા આત્મઅનુભવની પ્રાપ્તિ ખૂબ જ સરળ અને શીધ્ર બને છે. અસંખ્ય યોગોમાં ‘નવપદ' મુખ્ય યોગ છે. એના આલંબનથી આત્મધ્યાન સહજ રીતે પ્રગટે છે. નવપદોમાં પણ અરિહંતપદ મુખ્ય છે, અરિહંતના ધ્યાનથી નવ પદોનું ધ્યાન સિદ્ધ થાય છે, માટે અરિહંત પ્રભુની પરાભક્તિ એ જ સર્વ યોગોનો સાર છે. - શ્રી અરિહંત પરમાત્મા પરમ ઐશ્વર્યયુક્ત હોવાથી પરમેશ્વર છે, પોતાના જ પૂર્ણશુદ્ધ સ્વરૂપના કર્તા-ભોક્તા છે, રાગાદિ દોષોથી રહિત હોવાથી અલિપ્ત છે, કોઇની સાથે તેઓ ભળતા નથી, તેમના ધ્યાનમાં તન્મય - તદ્રુપ બનનારનું તેમના જેવું જ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. આ ચાર મુદ્દાઓ દ્વારા જૈન દર્શનમાન્ય, પરમાત્મતત્ત્વનું મહાન રહસ્યમય સ્વરૂપ સ્વાવાદ શૈલીથી અહીં બતાવેલ છે તેને સંક્ષેપથી વિચારીએ : નિશ્ચયનયની અપેક્ષાએ અરિહંત પરમાત્મા અન્ય જીવોના મોક્ષના કર્તા નથી, પરંતુ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપના કર્તા છે. પોતાની જેમ અન્ય જીવોનો મોક્ષ પણ સાધી શકાતો હોત તો પરમ ભાવ કરુણાના ભંડાર અને ‘સવી જીવ કરુ શાસન રસી'ની ઉત્કૃષ્ટ ભાવનાવાળા તેઓ એક પણ જીવને મોક્ષસુખથી વંચિત રહેવા દેત નહિ ! પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે દરેક ભવ્યજીવને મોક્ષ મેળવવા માટે જાતે પુરુષાર્થ કરવો પડે છે. તેમાં પરમાત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ સર્વ ભવ્યજીવોને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના પ્રબળ પુરુષાર્થમાં મહાન પ્રેરક બને છે. શકે છે , શક, , છ, પરમતત્વની ઉપાસના * ૨૭ શોક કોક કોક #le whops

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90