Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 13
________________ પ્રત્યેના અનહદ આદર અને બહુમાનભાવથી છલોછલ ભરાઇ જઇને આનંદથી પુલકિત બની રહે છે. ગ્રંથકાર મહાત્મા શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજના જીવનમાં વિપુલ શાસ્ત્રજ્ઞાન, ઊંડી તત્ત્વદેષ્ટિ, અથાગ શાસ્ત્રપ્રેમ, નિર્મળ સંયમ-સાધના, અવિહડ પ્રભુભક્તિ, ગુરુપરતંત્ર્ય, ગુણાનુરાગ, પરાર્થકરણ અને ઊંચી આધ્યાત્મિક ભૂમિકા વગેરે જે ગુણરત્નો ઝળહળી રહ્યાં હતાં, તેનું દર્શન તેઓશ્રીના ગ્રંથોથી આજે પણ આપણને થાય છે એ આપણું પરમ સૌભાગ્ય છે. પરમ આદર્શરૂપ તેઓશ્રીને અને તેમના આપેલા તત્ત્વજ્ઞાનને અનુસરવા આપણે કટિબદ્ધ બનીએ તો તેવા પ્રકારના ઉત્તમ જીવનને પામવાના આપણા મનોરથો પૂર્ણ થયા વિના ન રહે. ગ્રંથકારશ્રીએ આ ચોવીસ જિનસ્તવનોની રચના દ્વારા પણ આપણને પરમતત્ત્વની ઉપાસનાનું સરળ સચોટ અને શાસ્ત્ર સાપેક્ષ માર્ગદર્શન કરાવ્યું છે. પ્રાથમિક કક્ષાથી પ્રારંભી ટોચ સુધીની ભક્તિની ભૂમિકાઓનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ ભક્તિયોગની સાથે જ્ઞાનયોગ અને ધ્યાનયોગનું પણ ઉપયોગી નિરૂપણ કર્યું છે. - ભક્તિ પ્રત્યેક શુભયોગોમાં પૂરક, પ્રેરક અને વ્યાપક છે. જીવનમાં ભક્તિની સાથે તત્ત્વજ્ઞાન ભળે છે, વધે છે, તેમ તેમ ભક્તિમાં ઊંડાણ આવે છે. તાત્ત્વિક ભક્તિની ભૂમિકામાં આગળ વધવા માટે શાસ્ત્ર જ્ઞાન પણ અનિવાર્ય છે. પરમાત્માની સેવા-ભક્તિપૂજા કરવાથી ચિત્ત નિર્મળ બને છે, સ્થિર બને છે. નિર્મળ-નિશ્ચળ ચિત્ત ધ્યાનયોગમાં સહેલાઇથી પ્રવેશ પામી પ્રગતિ સાધી શકે છે. અરિહંત પરમાત્માના સતત ધ્યાનાભાસથી પરમતત્ત્વનું ધ્યાન થાય છે અથવા જિનેશ્વરનું ધ્યાન એ વસ્તુતઃ પરમતત્ત્વનું જ ધ્યાન છે. પરમાત્માની ઉપાસના એ હકીકતમાં પરમતત્ત્વની જ ઉપાસના છે. પરમાત્મા અને પરમતત્ત્વ એ બંને તત્ત્વતઃ એક જ છે. એક છોક કોક , કોઈક પરમતત્વની ઉપાસના * 24 #ક # # #j પરમાત્માની સ્તવના અને સેવા દ્વારા સાધક ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગની સાધના કરીને ક્રમે ક્રમે પરમતત્ત્વની અનુભૂતિ સુધી પહોંચી શકે છે. આ સ્તવનસંગ્રહ મુમુક્ષુ આત્માઓને પરમતત્ત્વની ઉપાસનામાં અત્યંત પ્રેરક અને ઉપકારક બનશે, એવી ભાવનાથી પ્રેરાઇને જ મૂળ ગ્રંથને અને તેની ઉપરના ગ્રંથકાર મહાત્માએ જાતે કરેલા ગુજરાતી વિવેચનને સામે રાખી, તેના સારભૂત પદાર્થોને સરળ ભાષામાં રજૂ કરવા આ સ્વલ્પ પ્રયાસ કર્યો છે. પૂ. પરમોપકારી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ. તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મ. અને અન્ય પૂજય મુનિવરોએ પણ આ લખાણને સાદ્યન્ત વાંચી તેમાં ઉપયોગી સૂચનો કર્યા છે. તે બધાયનો કૃતજ્ઞભાવે હું ઉપકાર માનું છું. મતિમંદતા યા અજ્ઞાનતાદિ કારણે પ્રસ્તુત લખાણમાં કોઇ પણ ક્ષતિઓ રહી જવા પામી હોય કે શાસ્ત્રવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તે બદલ મિચ્છામિ દુક્કડમ્ આપું છું અને ગીતાર્થ પુરુષો તેની શુદ્ધિ કરશે એવી આશા રાખું છું. આ ગ્રંથના અધ્યયન, મનન, ચિંતન અને પરિશીલન કરવા દ્વારા ભક્તિપ્રેમી તત્ત્વજિજ્ઞાસુ આત્માઓ પરમાત્મભક્તિમાં વધુને વધુ ઉદ્યત બની પરમાનંદમય પરમતત્ત્વની અનુભૂતિને પામો એ જ એક શુભાભિલાષા ! શાક થક, શાક, , . પરમતત્વની ઉપાસના * 25 શો જો જોક કક.ક.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90