Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 7
________________ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યાદિ સર્વ ગુણો પણ આત્મસત્તાના રસિક બને છે. આ રીતે અરિહંત પરમાત્મા સર્વ ભવ્ય જીવોના મોક્ષનાં પુષ્ટ નિમિત્ત કારણ હોવાથી કારણપદને કર્તાપણે સ્વીકારી તેમની સ્તુતિ, ભક્તિ, સેવા, આદરપૂર્વક, બહુમાનપૂર્વક કરવી એ જ સર્વ મુમુક્ષુ સાધકોનું પરમ કર્તવ્ય છે, એમ ભારપૂર્વક આ બીજા સ્તવનમાં કહેવામાં આવ્યું છે. (૩) ત્રીજા સ્તવનમાં ઉપાદાન-કારણથી પણ નિમિત્ત કારણની અધિક પ્રધાનતા અને જિનવંદનનું - જિનપૂજનનું પ્રકૃષ્ટ ફળ મોક્ષપ્રાપ્તિ છે, તે બતાવ્યું છે. મોક્ષનું ઉપાદાન-કારણ આત્મા પોતે જ છે, પરંતુ મોક્ષનું પુષ્ટ આલંબન પરમાત્મા છે, એ પરમાત્માની સેવા વિના ઉપાદાન-આત્મામાં મોક્ષરૂપ કાર્ય કરવાની શક્તિ પેદા થતી જ નથી, તેમાં દૃષ્ટાંતરૂપે નિગોદના કે અભવ્ય જીવો છે. આ આત્મામાં મોક્ષરૂપ કાર્ય કરવાની શક્તિ પ્રગટાવવામાં, પરમાત્મા જ પુષ્ટ આલંબન છે. એ જ મુખ્ય હેતુ છે, શેષ સર્વસામગ્રી ગૌણપણે જ ઉપકારક બને છે. પ્રભુના પરમ શુદ્ધ સ્વરૂપને ઓળખી, સ્વ-આત્માનું પણ તેવું શુદ્ધ સ્વરૂપ પ્રગટે, એ હેતુથી પ્રભુને વંદન કરનાર ભક્તાત્મા ધ્યાનના અભ્યાસ દ્વારા અનુક્રમે અભેદ પ્રણિધાનરૂપે પરમાત્માની સાથે તન્મયતદ્રુપ બની શકે છે. જિન સ્વરૂપ થઇને જિનનું ધ્યાન કરવું એ જ ઉત્કૃષ્ટ વંદન છે, એ સામર્થ્યયોગનો નમસ્કાર છે, તેને ‘પરાભક્તિ’ કે ‘રસીલિપ્રીતિ' પણ કહી શકાય છે. (૪) ચોથા સ્તવનમાં પૂર્વોક્ત રસીલી-પ્રીતિ અને પરાભક્તિની ભૂમિકા પ્રાપ્ત કરવાના ઉપાયો બતાવ્યા છે. તેમાં સૌ પ્રથમ પૌદ્ગલિક - વર્ણ, ગંધ, રસ, રૂપ અને સ્પર્શના ભોગના અને ઉપભોગના ત્યાગની વાત કહી છે. અનુકૂળ વિષયો પણ જડ, ચલ અને જગતના સર્વ જીવોના ભોગમાં અને ઉપભોગમાં આવેલા હોવાથી એંઠ તુલ્ય છે, તેથી તેનો ત્યાગ કરવો એ મુમુક્ષુજનો માટે જરૂરી છે. પરમતત્ત્વની ઉપાસના * 12 શુદ્ધ નિમિત્તરૂપ અરિહંત પરમાત્માના અને સિદ્ધ પરમાત્માના આલંબન ધ્યાનમાં પ્રવેશ કરતાં પહેલાં અશુભ અને અશુદ્ધ નિમિત્તોનો પરિહાર કરવો જરૂરી છે. ધ્યાનમાં એકાગ્રતા - તન્મયતા સિદ્ધ કરવા માટે આલંબનના સતત અભ્યાસ દ્વારા પરમાત્માની સાથે અભેદ ધ્યાન કરવાનું હોય છે. તેમાં સત્તાએ પરમાત્માથી અભિન્ન એવા સ્વ-આત્માના સ્વરૂપનું નિઃશંકપણે ચિંતન કરવું જોઇએ. આ રીતે પરમાત્માનાં વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનરૂપ આલંબન અને નિરાલંબન ધ્યાનના સતત અભ્યાસથી સ્વ-સ્વરૂપમાં તન્મયતા સિદ્ધ થાય છે, જેને પરાભક્તિ, પ્રશાંતવાહિતા, સમાપત્તિ કે અનુભવદશા પણ કહે છે. પરમાત્મમિલનની સુખદ પળો માટે તલસતો ભક્ત સાધક પ્રશાંત વાહિતાના અસ્ખલિત પ્રવાહમાં તરબોળ બનીને પરમાત્મ-મિલનનો પરમ અલૌકિક આનંદ અનુભવે છે. (૫) પાંચમા સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજે પરમાત્માની સ્યાદ્વાદમયી સ્વભાવદશાનું વર્ણન કર્યું છે અને અસંગ-અનુષ્ઠાનવાળો યોગી જે રીતે પરમાત્માના શુદ્ઘ દ્રવ્ય-ગુણ પર્યાયના ચિંતન દ્વારા પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ પર્યાયમાં લીન બને છે, તે પણ ટૂંકમાં સમજાવ્યું છે. નિત્યત્વ, અનિત્યત્વ આદિ પરસ્પર વિરોધી અનેક ધર્મો એક જ આત્મામાં એકી સાથે રહેલા છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણવાથી સાધકને પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની અદ્ભુતતા સમજાય છે, તેને પ્રગટાવવાની રુચિ જાગે છે અને રુચિના પ્રમાણમાં તત્ત્વ-રમણતા પ્રાપ્ત થાય છે, અનુક્રમે શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. (૬) છઠ્ઠા સ્તવનમાં નિમિત્તકારણની યથાર્થતા બતાવી છે અને સાતે નયની અપેક્ષાએ પ્રભુદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. જ્યારે સાધક શબ્દનયની અપેક્ષાએ પ્રભુનું દર્શન કરેછે, ત્યારે સંગ્રહનયે તેનો શુદ્ધ સ્વભાવ જે સત્તામાં રહેલો છે એ એવંભૂતનયે પ્રગટ થાય છે. પરમતત્ત્વની ઉપાસના * 13

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90