Book Title: Param Tattvani Upasana Author(s): Kalapurnsuri Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra View full book textPage 8
________________ સંગ્રહનયે સર્વ જીવો સિદ્ધ સમાન છે. જ્યારે આત્મા પોતાના સમસ્ત કર્મમલને દૂર કરીને સિદ્ધપણું પ્રાપ્ત કરે છે, ત્યારે તે એવંભૂતનયે સિદ્ધ કહેવાય છે. આવું સિદ્ધ સ્વરૂપ જ્યારે આત્મા શબ્દનયે એટલે કે સિદ્ધ સમાન પોતાના આત્મસ્વરૂપને ઓળખી તેને પ્રગટાવવાની તીવ્ર ઝંખના સાથે પરમાત્માનું દર્શન અને જિનશાસનની આરાધના કરે છે, ત્યારે પ્રગટે છે. પરપુદગલાદિ અશુભ નિમિત્તોની અસર અરિહંત પરમાત્માના અને તેમનાં નામાદિના આલંબન વિના દૂર થતી નથી. આ બાબતને માટી, જલ, સૂર્ય, ઉત્તરસાધક અને પારસમણિનાં દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ કરીને અને જિનેશ્વરનાં નામાદિ એ મોક્ષના નિર્ધામક-પુષ્ટ હેતુ છે, એમ સિદ્ધ કર્યું છે. (૭) સાતમાં સ્તવનમાં સિદ્ધ પરમાત્માઓ જે અનંત ગુણના આનંદને અનુભવે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આત્માના ગુણ અનંતા છે, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, અવ્યાબાધ સુખ વગેરે ગુણો મુખ્ય છે. સિદ્ધ અવસ્થામાં આત્મા પ્રત્યેક સમયે અનંત ગુણના ભિન્ન ભિન્ન આનંદનો અનુભવ કરતો હોય છે, તેનાં સ્વરૂપનું શ્રવણ, ચિંતન, મનન અને ધ્યાન કરવાથી સાધકને પણ તેવા આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની રુચિ જાગે છે અને તેના ઉપાયરૂપ રત્નત્રયીની આરાધનામાં તત્પર બનવાની પ્રેરણા મળે છે. (૮) આઠમા સ્તવનમાં પરમાત્માની સેવાનાં વિવિધ સ્વરૂપો અને તેના પ્રકારો બતાવી જિનભક્તિની વિશાળતા દર્શાવી છે. સેવાના મુખ્ય બે પ્રકાર છે. પરમાત્માનાં દર્શન, વંદન, પૂજન અને કીર્તનની ક્રિયા એ ‘દ્રવ્યસેવા’ છે, તેના દ્વારા ઉત્પન્ન થતા શુભ ભાવ એ ભાવસેવા છે; પરમાત્મગુણોના આલંબને થતું ધ્યાન એ “અપવાદ-ભાવસેવા’ છે અને તેના દ્વારા પ્રગટતી આત્મવિશુદ્ધિ એ ‘ઉત્સર્ગ-ભાવસેવા’ છે : અપવાદ કારણ છે, ઉત્સર્ગ તેનું કાર્ય છે. | ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધિને અહીં ચૌદ ગુણસ્થાનકોની જેમ સાત પ્રકારની અપવાદ-ભાવસેવા અને સાત પ્રકારની ઉત્સર્ગ. et la , પરમતત્ત્વની ઉપાસના * 14 કે દરેક છ , best, ભાવસેવાઓના ક્રમથી વર્ણવી છે, જે સાધકની સાધનાનો માપદંડ છે. અપુનબંધકની ભૂમિકાથી પ્રારંભી યાવતુ અયોગી અવસ્થા સુધીની ભૂમિકાનું પૃથક્કરણ આમાં થયેલું છે. સાચો સાધક જયાં સુધી સિદ્ધ ન બને ત્યાં સુધી તે સિદ્ધ પરમાત્માની સેવામાં સેવકભાવે સદા તત્પર રહે છે. (૯) શ્રી સુવિધિનાથ ભગવાનના નવમા સ્તવનમાં સાધકને પરમાત્મદર્શનના ફળરૂપે આત્મદર્શન શી રીતે થાય છે, તેનું અત્યંત રહસ્યમય રીતે ભાવભરપૂર શબ્દોમાં વર્ણન થયેલું છે. સમાધિરસથી પરિપૂર્ણ પ્રભુમુદ્રા એ નિર્મળ અરીસા જેવી છે. ભક્તદ્રાને પ્રભુ મુદ્રામાં પ્રતિબિંબિત થતું પોતાનું આત્મ-સ્વરૂપ જ્યારે પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે તે રાગ-દ્વેષાદિ વિભાવોથી નિવૃત્ત બનીને આત્મસ્વભાવરૂપ સામાયિકની સાધનામાં પ્રવૃત્ત થાય છે. વિભાવરૂપે કામ કરતી તે ભક્તદ્રષ્ટાની દાનાદિક સર્વ આત્મશક્તિઓ સ્વભાવની સન્મુખ બને છે, અને તેથી અનુક્રમે અવિદ્યાનો-મોહનો અંધકાર ભેદાઇ જતાં અને આત્માના નિર્મળ, અખંડ, અલિપ્ત સ્વભાવની ઓળખાણ થતાં તેની આત્મસ્વરૂપમાં સહજ રમણતા થાય છે. ભક્ત સાધક પ્રભુ પાસે તેમનો એક અદનો સેવક બનીને સદા માટે આ જ પ્રાર્થના કરતો રહે છે કે હે પ્રભુ ! આપની અચિંત્ય શક્તિના પ્રભાવે મને આત્મસ્વરૂપની શ્રધ્ધા, ઓળખાણ અને રમણતા પ્રાપ્ત થાઓ ! આ રીતે પ્રભુ-પ્રાર્થના અને પ્રભુ-મુદ્રાના યોગે, જયારે સાધકઆત્માના ક્ષાયોપથમિક ભાવના ગુણો, પરમાત્માના ક્ષાયિકભાવના કેવળજ્ઞાનાદિ ગુણોની સાથે, ધ્યાન દ્વારા એકરૂપ-તન્મય બને છે, ત્યારે તે સાધકમાં પોતાના આત્મસ્વભાવને પ્રગટાવવાની પ્રબળ ઇચ્છાશક્તિ પેદા થાય છે. સ્તવનકાર મહર્ષિને પ્રભુના ગુણોત્કીર્તન સાથે તેમના ધ્યાન વડે પોતાને જે જે દિવ્ય અનુભવ થયા છે, તેને મધુર અને ભાવવાહી શૈલીમાં રજૂ કરે છે, તેથી આ સ્તવનોનું વારંવાર ગાન, અર્થચિંતન અને તેના દ્વારા પ્રભુનું ધ્યાન કરવાથી સાધકને પણ તેવા અનુભવોની પ્રતીતિ થાય છે. મુક કક જ . જો , પરમતત્ત્વની ઉપાસના * 15 કિશોર કે. જો કે જોPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90