Book Title: Param Tattvani Upasana Author(s): Kalapurnsuri Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra View full book textPage 6
________________ મિથ્યાત્વાદિ પાપોનો પ્રતિઘાત-નાશ અને સમ્યગ્ દર્શનાદિ ગુણોનું બીજાધાન થાય છે. એકાંતે શરણ કરવાયોગ્ય પરમાત્માની શરણાગતિ એ ભક્તિનું બીજ છે અને ભક્તિ એ સર્વ યોગોનું બીજ છે. ગ્રંથ પરિચય : પ્રસ્તુત ગ્રંથમાં વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર પરમાત્માઓના અસાધારણ ગુણોની સ્તુતિ-સ્તવના કરવા સાથે તેમણે પ્રતિપાદન કરેલા વિશિષ્ટ તત્ત્વજ્ઞાનમય ભક્તિમાર્ગ ઉપર સુંદર પ્રકાશ પાથરતાં ચોવીસ સ્તવનો-કાવ્યો છે અને તેની સાથે આ ચોવીસે સ્તવનોનો સરળ ગુજરાતીમાં અર્થ તથા ભાવાર્થ પણ આપવામાં આવ્યો છે, જેનું એકાગ્ર ચિત્તે ગાન, વાચન અને મનન કરવાથી અરિહંત પરમાત્મા પ્રત્યે હૃદયમાં અત્યંત આદર-બહુમાન પ્રગટવા સાથે અપૂર્વ પ્રીતિ, ભક્તિ અને ભાવોલ્લાસ પેદા થાય છે અને ધ્યાનયોગની અનેક ગુપ્ત ચાવીઓ - સૂક્ષ્મ રહસ્યો પણ જાણવા મળે છે. આ ચોવીસ સ્તવનોમાં પ્રતિપાદન કરેલા જુદા જુદા વિષયોની અને આત્મસાધનામાં અત્યંત ઉપયોગી રહસ્યથી ભરપૂર બાબતોની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે. (૧) પ્રીતિ સર્વ સાધનાનો પાયો છે. પણ એ પ્રીતિ કેવી હોવી જોઇએ, તેની રીત પ્રથમ સ્તવનમાં બતાવી છે. ભૌતિક સુખ-સાધનાની કામનાથી કરેલી પ્રીત એ ઝેરીલી પ્રીત છે. આવી પ્રીત તો પ્રત્યેક જીવાત્મા અનાદિ કાળથી કરતો જ રહ્યો છે. ભૌતિક ઇષ્ટ પદાર્થો અને તેના ઇષ્ટ સંયોગોની પ્રીતિથી આત્મા વધુને વધુ દૂષિત બને છે - મિલન બને છે. ઝેર ચડવાથી જેમ માણસ સાનભાન ભૂલી જાય છે અને પ્રાણો પણ ગુમાવે છે, તેમ સકામ પ્રીતિથી જીવાત્મા આત્મજ્ઞાન ભૂલી જાય છે અને તેના જ્ઞાનાદિ ભાવ પ્રાણો નષ્ટ પણ થાય છે. પરમ ગુણી પરમાત્મા સાથે તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિ મહાન ગુણો પ્રત્યે અથાગ આદર-બહુમાન કેળવવાપૂર્વક તેવા ગુણો મારા આત્મામાં પણ પ્રગટે એવી ઉદાત્ત ભાવનાથી પ્રીતિ કરવી જોઇએ. પરમતત્ત્વની ઉપાસના * 10 ભૌતિક પદાર્થોની સ્પૃહાવાળી પ્રીતિ વિષભરી છે. આત્મિક ગુણોની સ્પૃહાવાળી પ્રીતિ અમૃતભરી છે. પૌદ્ગલિક પ્રીતિ જેટલા અંશે તૂટે છે તેટલા અંશે પરમાત્મા સાથે પ્રીતિ જોડાય છે. પરમાત્મા સાથેની પ્રીતિ એ લોકોત્તર પ્રીતિ છે, અને એ પ્રીતિ પ્રશસ્તરાગ છે. તેવી પ્રીતિથી આત્મગુણોની વૃદ્ધિ થાય છે, અને તેવી પ્રીતિથી ક્રમશઃ પરમાત્માની એકતારૂપ, તન્મયતારૂપ પરાત્પર તાત્ત્વિક ભક્તિ ઉત્પન્ન થાય છે. પરમાત્માની પ્રીતિ, ભક્તિ અને આજ્ઞાપાલનરૂપ સેવા એ આત્મગુણોની પૂર્ણતા અને પ્રભુતાને પ્રાપ્ત કરાવે છે, અવિનાશી સુખ આપે છે, વગેરે હકીકતો આ પહેલા સ્તવનમાં કહેલી છે. (૨) બીજા સ્તવનમાં કાર્ય-કારણ-ભાવની વ્યવસ્થાનું સુંદર સ્વરૂપ બતાવી મોક્ષપ્રાપ્તિમાં પરમાત્મા પુષ્ટ-નિમિત્ત કારણ છે, એ વાત સિદ્ધ કરી છે. આત્માની ઉપાદાન જ્ઞાનાદિ શક્તિઓનું પ્રગટીકરણ પરમાત્મદર્શનાદિ શુભ નિમિત્તોના યોગે જ થાય છે. જેમ બકરાના ટોળામાં રહેલો બાલસિંહ સ્વજાતિ સિંહના દર્શન વડે અને તેની ગર્જના વડે પોતાના સિંહપણાને ઓળખે છે, તેમ ભૌતિક દુનિયામાં અટવાયેલા ભવ્ય આત્માને પણ પ્રભુનું સ્વરૂપ જોવાથી અને સાંભળવાથી પોતાની અનંત શક્તિઓની ઓળખ થાય છે. પરમાત્મ-દર્શન અને પરમાત્મ-પૂજન એ હકીકતમાં તો સ્વઆત્માનું જ દર્શન અને સ્વ-આત્માનું જ પૂજન છે, આત્મદર્શન અર્થાત્ સમ્યગ્દર્શન થવાથી જીવને આરોપિત સુખનો ભ્રમ ભાંગી જાય છે, અનંત-અવ્યાબાધ સુખનું ભાન થાય છે અને તેને પ્રગટ કરવાની તીવ્ર તાલાવેલી જાગે છે. આત્મ-સ્વભાવના કર્તાપણાની તેમ જ તેના સાધન અને સાધ્યની પ્રતીતિ થાય છે. અનાદિકાળથી પુદ્ગલ અનુયાયી બનેલી આત્માની કર્તૃત્વ, ભોકતૃત્વ, ગ્રાહકત્વ આદિ અનેક શક્તિઓ પરમાત્માના આલંબને સ્વરૂપ અનુયાયી બને છે, તથા શ્રદ્ધા, ભાસન-જ્ઞાન, રમણતા તેમજ પરમતત્ત્વની ઉપાસના * 11Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90