Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 5
________________ ‘દેવવંદન’ અને [ષ આવશ્યકરૂ૫] ‘પ્રતિક્રમણ’માં અંતર્ગત ‘ચતુર્વિશતિ સ્તવ’ એ જિનસ્તુતિરૂપ છે, અને ‘વંદનક’ એ ગુરુસ્તુતિરૂપ છે. મંત્રજાપને પણ દેવતાસ્તવનો જ એક પ્રકાર કહ્યો છે, તેથી તે પણ ‘અધ્યાત્મયોગ’ છે. તેનો નિત્ય નિયમિત વારંવાર અભ્યાસ કરવો એ ‘ભાવનાયોગ’ છે. તેના ફળરૂપે અશુભ ભાવોની નિવૃત્તિ અને શુભ ભાવોની અભિવૃદ્ધિ થતાં ધ્યાનયોગનું સામર્થ્ય પ્રગટે છે. ધ્યાનયોગના સતત અભ્યાસથી સર્વ પ્રસંગોમાં સમતા, સમભાવ પ્રાપ્ત થાય છે અને તેના પ્રભાવે અનુક્રમે ક્લિષ્ટ અને અશ્લિષ્ટ સર્વ વૃત્તિઓનો ઉચ્છેદ થાય છે. ‘યોગવિંશિકા'માં બતાવેલા સ્થાનાદિ પાંચ યોગો પણ ચૈત્યવંદન વગેરે ક્રિયાઓમાં અંતભૂત થઇ જાય છે, તે આ પ્રમાણે : (૧) સ્થાનયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયાઓ યોગમુદ્રા, જિનમુદ્રા કે મુક્તા શુક્તિમુદ્રાઆસનવિશેષ]પૂર્વક કરવાની હોય છે, એ સ્થાનયોગ છે. (૨) વર્ણયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં બોલાતાં સૂત્રો-સ્તોત્રો કે સ્તુતિ ઓના પવિત્ર શબ્દો (સંપદાઓ વગેરે) સ્પષ્ટ અને શુદ્ધોચ્ચારપૂર્વક બોલવાના હોય છે, એ વર્ણયોગ છે. (૩) અર્થયોગ : બોલાતાં સૂત્ર કે સ્તોત્રનો મનોમન અનિશ્ચય કરવો, અથવા પદ, વાક્ય, મહાવાક્ય, ઐદંપર્યાર્થ અને તાત્પર્યાર્થ વડે ચૈત્યવંદનાદિનું પરિશુદ્ધ જ્ઞાન થવું, એ અર્થયોગ છે. આલંબનયોગ : ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં પ્રભુપ્રતિમાં આદિ બાહ્ય શુભ આલંબનને સન્મુખ રાખી તેમાં એકાગ્ર બનવું, એ આલંબનયોગ છે. આ યોગ દ્વારા કાયાની ચપળતાના ત્યાગ સાથે મન, વાણી અને દૃષ્ટિની સ્થિરતા અને નિર્મળતા સધાય છે. (૫) અનાલંબનયોગ : ઉપરોક્ત ચારે યોગોના સતત અભ્યાસથી તેના ફળરૂપે જે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અવસ્થા પ્રગટે છે, તે અનાલંબનયોગ છે. આ પાંચ પ્રકારના યોગો (૧) ઇચ્છા, (૨) પ્રવૃત્તિ, (૩) સ્થિરતા અને (૪) સિદ્ધિ કોટિના હોઇ શકે છે, એટલે આ પાંચે યોગોને ઇચ્છાદિ ચાર વડે ગુણવાથી તેના વીસ ભેદ થાય છે. એક છોક કોક , શક પરમતત્વની ઉપાસના 8 8 = 9 ક જj ઇચ્છાદિ ચાર પ્રકારના યોગોનું સ્વરૂપ : (૧) ઇચ્છાયોગ : સ્થાનાદિ યોગવાળા સાધકોની કથા અથવા વાત સાંભળીને તેમના પ્રતિ હર્ષ-પ્રમોદ થવા સાથે સ્વજીવનમાં આવી ઉત્તમ ધર્મક્રિયા-યોગપ્રક્રિયા સાધવાની ઇચ્છા ઉત્પન્ન થવી તે. (૨) પ્રવૃત્તિયોગ : સર્વત્ર સર્વ અનુષ્ઠાનોમાં ઉપશમભાવપૂર્વક સ્થાનાદિ યોગોનું શાસ્ત્રવિધિ પ્રમાણે પાલન કરવું તે. (૩) સ્થિરતાયોગ : અનુષ્ઠાનોમાં કોઈ પણ અતિચાર-દોષ સેવ્યા વિના અખ્ખલિતપણે, અખંડિતપણે પ્રવૃત્તિ થવી તે. (૪) સિદ્ધિયોગ: સમીપવર્તી અન્ય સાધકોમાં પણ સ્થાનાદિયોગને સિદ્ધ કરવાનું સામર્થ્ય પ્રગટ થવું તે. આ રીતે ઇચ્છાદિના ભેદથી સ્થૂલદૃષ્ટિએ સ્થાનાદિયોગના વીસ ભેદ થાય છે અને સૂક્ષ્મદૃષ્ટિથી વિચારતાં તો ઇચ્છાદિના તારતમ્યને કારણે સ્થાનાદિયોગના સ્વાસ્થાનમાં અસંખ્ય પ્રકાર પણ ઘટી શકે છે. તેનું કારણ એ છે કે મુમુક્ષુસાધકોને તથા પ્રકારના ક્ષયોપશમ વિશેષથી સ્થાનાદિ યોગના જેવા જેવા પ્રકારનાં શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાદિ યોગો થાય છે, તેવા તેવા પ્રકારના તેને ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ યોગો પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ઇચ્છાદિ યોગોની તરતમતાએ તથાવિધ ક્ષયોપશમજન્ય શ્રદ્ધા વગેરેની વિશેષતાને કારણે થાય છે, જેને જેને જેવા જેવા પ્રકારનો ક્ષયોપશમ થયો હોય છે તેને તેવા તેવા પ્રકારની ઇચ્છા વગેરે થાય છે. સ્થાનાદિ યોગોમાં પ્રણિધાન (એકાગ્રતા) થવાથી ચૈત્યવંદન, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ ભાવાત્મક બને છે; તેને ભાવચૈત્યવંદન આદિ કહેવાય છે. અને તે અમૃત અનુષ્ઠાનરૂપ હોવાથી, મુમુક્ષુ સાધકને અવશ્ય અનાવલંબનયોગ પ્રાપ્ત કરાવીને અનુક્રમે મોક્ષસુખ આપનાર બને છે. આ રીતે સ્થાનાદિ યોગોમાં ભક્તિયોગની પ્રધાનતા છે, તેના વિના શેષ યોગો પણ વાસ્તવિક રૂપે ફળદાયી બનતા નથી. શરણાગતિ અને સર્વસમર્પિતભાવ પણ ભક્તિયોગનાં જ અંગ છે. શરણગમનપૂર્વક સ્વદુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના કરવાથી કરેલ છ, જ, ઝ, છો કે પરમતત્ત્વની ઉપાસના * 9 ક ક ક ક sleele

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 90