Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 3
________________ | જિનભક્તિનો મહિમા - ૧ ભવસાગરનો પાર પામી જાય છે. એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થઇ જાય છે. પ્રભુના નામની કે તેમની મૂર્તિની ઉપાસના-પૂજા કોઇ માને યા ન માને, કોઇ કરે યા ન કરે, પરંતુ તેનો જે અચિંત્ય પ્રભાવ છે, અદ્ભુત મહિમા છે, તેનો અમલાપ – ઇન્કાર કોઇનાથી પણ કરી શકાય તેમ નથી. શુભ અને શુદ્ધ આશયથી કરવામાં આવતી પ્રભુની સ્તુતિ, પૂજા , ભક્તિ આત્માને પવિત્ર બનાવે છે, શુદ્ધ બનાવે છે. ભગવદ્ ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલો ભક્ત એક દી સ્વયં ભગવાન બને છે. આ છે પ્રભુની ભક્તિનો મહિમા ! આ ચોવીસીની રચના ગુજરાતી ભાષામાં હોવા છતાં તેમાં જે તત્ત્વજ્ઞાન પીરસવામાં આવ્યું છે, તે ઘણું જ ગંભીર અને રહસ્ય ભરપૂર છે. જિનાગમના સૂક્ષ્મ બોધ સાથે જેણે પ્રભુભક્તિમાં તન્મયતા સાધી હોય, તેવા મહાત્મા પુરુષો જ તેના અર્થગાંભીર્યને અને રહસ્યોને સમજી જીવનમાં તેને અનુભવી શકે છે અને બીજાઓને પણ સમજાવી શકે છે. પૂ. આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ પણ પ્રભુભક્તિના રસમાં સદા ઓતપ્રોત રહેનારા એક મહાત્મા પુરુષ છે. તેઓશ્રીએ પોતાના સ્વાધ્યાય અર્થે કરેલું આ ચોવીસીનું લખાણ આજે પ્રકાશિત થઇ રહ્યું છે, તે તત્ત્વજિજ્ઞાસુઓ માટે ખૂબ જ પ્રેરક અને ઉપકારક બની રહેશે. તત્ત્વજ્ઞાન ગર્ભિત ભક્તિનાં પ્રેરક અને પોષક આ સ્તવનોનાં ગાન, ચિંતન, મનને અને પરિશીલનમાં આપણે જેમ જેમ ઊંડા ઊતરતો જઇશું, તેમ તેમ પ્રભુના અચિંત્ય અને અદ્ભુત સામર્થ્યનો પ્રભાવ શું છે તે જીવનમાં સાક્ષાત અનુભવી શકીશું. આ પુસ્તકમાં પ્રેસદોષ યા અમારી ગેરસમજથી કોઇ ક્ષતિ રહી જવા પામી હોય તો તે બદલ ક્ષમા યાચીએ છીએ, અને આવા અણમોલ ગ્રંથોને પ્રકાશિત કરવાની સોનેરી તક એમને વારંવાર મળતી રહે તેવી આશા વ્યક્ત કરીએ છીએ. જૈન જયતિ શાસનમ્ ! - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. જિનભક્તિ મુક્તિનું પ્રધાન અંગ છે. મોક્ષપ્રાપ્તિનું સરળ, સચોટ અને સુરક્ષિત સાધન કોઇ હોય, તો તે પરમાત્મભક્તિ છે, જિનેશ્વર પરમાત્માની સેવા-પૂજા-ભક્તિ કરનાર ભક્ત પણ અનુક્રમે જિન - ભગવાન બને છે. ભક્તિની આ કબૂલાત છે : “તમે જેની ભાવથી ભક્તિ કરો, તેના જેવા તમે બનો." ભગવાનની ભક્તિ કરનાર ભક્ત સ્વયં ભગવાન બને છે. ભક્તિ નિષ્કામ - મોક્ષલક્ષી હોવી જોઇએ. | સર્વ આગમ-શાસ્ત્રોનો સાર ભક્તિયોગ છે. પરમાત્માની સ્તવનાપૂજા-સેવા કરવાથી ચિત્તની નિર્મળતા થાય છે, પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ વધે છે. તે વધવાથી સાધક ક્રમશઃ ધ્યાનયોગની સાધનામાં સરળતાથી પ્રવેશ કરી તેમાં પ્રગતિ હાંસલ કરી શકે છે. DEઈ }¢S,kat ShikA }at...D: J ...DURA }¢Sc SeaUA }#H2: JJ પૂજા કરતાં સ્તોત્રનું, સ્તોત્ર કરતાં જપનું, જપ કરતાં ધ્યાનનું અને ધ્યાન કરતાં લયનું અનુક્રમે કરોડગણું અધિક ફળ કહ્યું છે. સ્તોત્ર - સ્તુતિપૂર્વક જપ કે ધ્યાન કરવાથી વિશેષ એકાગ્રતા પેદા થાય છે. અનુષ્ઠાનની અપેક્ષાએ પૂજામાં પ્રીતિ-અનુષ્ઠાન, સ્તોત્રમાં ભક્તિ-અનુષ્ઠાન, જપ કે ધ્યાનમાં વચન-અનુષ્ઠાન અને લયમાં અસંગઅનુષ્ઠાનનું પ્રાધાન્ય હોય છે. શાક, , , , પરમતત્ત્વની ઉપાસના * 5 . . . . . . ક.દક, શ ક પરમતત્વની ઉપાસના * 4 | ક ક , છ ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 90