Book Title: Param Tattvani Upasana Author(s): Kalapurnsuri Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra View full book textPage 2
________________ જે પુસ્તક : પરમતત્વની ઉપાસના પ્રકાશકીય | * સંયોજક : પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. + પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : શ્રી વર્ધમાન તત્ત્વજ્ઞાન વિદ્યાલય પો. વાંકી, તા. મુન્દ્રા (કચ્છ), પીન : ૩૭૦ ૪૨૫. ફોન : (૦૨૮૩૮) ૨૭૮૨૪૦, ૨૭૮૨૮૪ કે દ્રવ્ય સહાયક : શ્રી વર્ધમાન તત્ત્વજ્ઞાન વિદ્યાલય વાંકી તીર્થ (કચ્છ). પ્રથમ સંસ્કરણ : વિ.સં. ૨૦૩૭ દ્વિતીય સંસ્કરણ : વિ.સં. ૨૦૬૫, કારતક સુદ-૫, તા. ૦૩-૧૧-૨૦૦૮, સોમવાર આપણો આત્મા અનાદિકાલથી આ દુઃખમય સંસારમાં ભમી રહ્યો છે, તેનું મુખ્ય કારણ આત્માનું અજ્ઞાન છે. એ અજ્ઞાનનું નિવારણ અને જ્ઞાનાનંદમય આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રકાશન કેમ કરવું ? તેનું યથાર્થ માર્ગદર્શન સર્વજ્ઞકથિત શાસ્ત્રો કે એ શાસ્ત્રોના અભ્યાસી સંગુરુઓ દ્વારા જ મળી શકે છે. શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજકૃત આ ચોવીસીમાં આપણને આત્મવિકાસલક્ષી સાધનામાં નિતાંત ઉપયોગી તત્ત્વજ્ઞાન અને જિનભક્તિ વિશે અપૂર્વ પ્રકાશ જોવા મળે છે. આત્મલક્ષી સાધનાના ક્ષેત્રમાં ઉપાદાન અને નિમિત્ત અથવા નિશ્ચય અને વ્યવહાર આ બંને સમાન ઉપયોગી છે. ક્યારે, કઇ રીતે સાપેક્ષપણે એકને પ્રધાન અને બીજાને ગૌણ સ્થાન આપવું, તેની સૂઝ અને સમજણ જેટલી વધુ સ્પષ્ટ અને વિશદ હોય છે, તેટલા પ્રમાણમાં સાધનામાં ઊંડાણ અને વેગ આવે છે. આ ચોવીસી પરમાત્મભક્તિ વિશે આપણને નવી દૃષ્ટિ આપે છે. પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ સ્વીકાર્યા સિવાય કોઈ પણ આત્મા પોતાનું હિતકલ્યાણ સાધી શકતો નથી. શ્રી જિનેશ્વર પરમાત્મા વીતરાગ અને પૂર્ણ કૃતકૃત્ય છે, તેથી જ તેઓ જગતના જીવોના કલ્યાણમાં પરમ હેતુરૂપ છે, તેમની શરણાગતિ સ્વીકારી ભવ્ય આત્મા પ્રભુના અચિંત્ય સામર્થ્યના પ્રભાવે શીધ્ર જિક, શક, કઈક કa e Bક પરમતત્ત્વની ઉપાસના * 3 કિ.ક. જો કે, * નકલ : ૫૦૦ * મૂલ્ય : રૂા. ૯૫/ Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, AHMEDABAD-380 001. PH. (079) (0) 2172271 (R) 29297929 (NJ) 98253 47630Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 90